________________
૧૪૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) "वुच्चइ?, गोयमा ! जे गिलाणं पडियरइ से मं दंसणेणं पडिवज्जइ जे मं दंसणेण पडिवज्जइ से गिलाणं पडियरइत्ति, आणाकरणसारं खु अरहंताणं दंसणं, से तेणटेणं गोयमा ! एवं वुच्चइजे गिलाणं पडियरइत्ति से में पडिवज्जइ, जे मं पडिवज्जड़ से गिलाणं पडिवज्जईत्यादि ६, तहा 'साहुं तवस्सि अकम्म-बलात्कारेण धम्माओ-सुयचरित्तभेयाओ जे महामोहपरिणामे 5 भंसेतित्ति-विनिवारेइ उवट्ठियं-सामीप्येन स्थितं ७, नेयाउयस्स-नयनशीलस्य मग्गस्स
णाणादिलक्खणस्स दूसणपगारेण अप्पाणं परं च विपरिणामंतो अवगारंमि वट्टइ, णाणे-'काया वया य तेच्चिय' एवमाडणा. दंसणे 'एते जीवाणंता कहमसंखेज्जपएसियंमि लोयंमि ठाएज्जा?' एवमाइणा, चारित्ते 'जीवबहुत्ताउ कहमहिंसगत्तंति चरणाभाव' इत्यादिना ८, तथा जिणाणं
સ્વીકારે છે (અર્થાત્ મારી ઉપર જે શ્રદ્ધા રાખે છે તે મારી આજ્ઞાનું પાલન કરે છે અને માટે જ) 10 તે ગ્લાનની સેવા કરે (જ) છે, કારણ કે અરિહંતોનું દર્શન આજ્ઞાકરણસાર છે (અર્થાત્ સમ્યગ્દર્શનનો
સાર-રહસ્ય–પરમાર્થ આજ્ઞાપાલન છે.) તે કારણથી હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું કે જે ગ્લાનની સેવા કરે છે તે (જ) મને સ્વીકારે છે. જે મને સ્વીકારે છે તે ગ્લાનની સેવા કરે (જ) છે વિગેરે.
(૭) તથા જે મહામોહપરિણામવાળો જીવ (સાધુપણામાં) નજીક રહેલા એવા સાધુને 15 બળાત્કારે શ્રત અને ચારિત્રધર્મથી ભ્રષ્ટ કરે છે (તે જીવ મહામોહ કર્મને બાંધે છે એ પ્રમાણે પૂર્વની
જેમ વાક્યશેષ જોડી દેવો.) (૮) (જીવને મુક્તિ તરફ) લઈ જવાના સ્વભાવવાળા એવા જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગના દૂષણોને દેખાડવારૂપ પ્રકારવડે (અર્થાત જ્ઞાનાદિના ખોટા દૂષણોને ઊભા કરવાઢારા) પોતાને અને બીજાને મોક્ષમાર્ગથી દૂર કરતો જીવ (સ્વ–પરનો) અપકાર કરે છે.
જ્ઞાનમાં દૂષણ આ પ્રમાણે ઊભું કરે – (જે ગ્રંથ વાંચો તે બધામાં) તે જ પજીવનિકાયો 20 અને તે જ છ વ્રતોનું (વર્ણન આવે છે. બીજું કશું નવું તો આવતું જ નથી) વિગેરે. સમ્યગ્દર્શનમાં
દૂષણ – અસંખ્યયપ્રદેશાત્મક એવા લોકમાં અનંતા જીવો કેવી રીતે સમાતા હશે? (અર્થાત્ લોકના અસંખ્યપ્રદેશમાં અનંતા જીવો વળી કેવી રીતે સમાતા હશે ? ન જ સમાય. માટે આ બધું ખોટું મિથ્યા છે) વિગેરે. ચારિત્રમાં દૂષણ – (હિંસા ન કરવી તેનું નામ ચારિત્ર અને) લોકમાં જીવો
પુષ્કળ પ્રમાણમાં છે તેથી અહિંસાનું પાલન જ થઈ શકે એવું નથી. માટે ચારિત્ર નથી વિગેરે. 25 (આ રીતે જ્ઞાનાદિના દૂષણો બતાવવા દ્વારા જે જીવ સ્વ–પરને ધર્મથી દૂર કરે છે તે મહામોહકર્મને
બાંધે છે.) १७. उच्यते ?, गौतम ! यो ग्लानं प्रतिचरति स मां दर्शनेन प्रतिपद्यते, यो मां दर्शनेन प्रतिपद्यते स ग्लानं प्रतिचरतीति, आज्ञाकरणसारमेवार्हतां दर्शनं, तदेतेनार्थेन गौतम ! एवमुच्यते- यो ग्लानं प्रतिचरति स मां
प्रतिपद्यते यो मां प्रतिपद्यते स ग्लानं प्रतिपद्यते (प्रतिचरति) । काया व्रतानि च तान्येव । एते जीवा 30 अनन्ताः कथमसंख्येयप्रदेशिके लोके तिष्ठेयुः ? । जीवबहुत्वात् कथमहिंसकत्वमिति चरणाभावः ।