SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) ___गाथाः पञ्च, आसां व्याख्या-ईरणम् ईर्या, गमनमित्यर्थः, तस्यां समित:-सम्यगित ईर्यासमितः, ईर्यासमितता प्रथमभावना यतोऽसमितः प्राणिनो हिंसेदतः सदा यतः-सर्वकालमुपयुक्तः सन् 'उवेह भुंजेज्ज व पाणभोयणं' 'उवेह'त्ति अवलोक्य भुञ्जीत पानभोजनं, अनवलोक्य भुञ्जानः प्राणिनो हिंसेत, अवलोक्य भोक्तता द्वितीयभावना, एवमन्यत्राप्यक्षरगमनिका कार्या, 5 आदाननिक्षेपौ-पात्रादेर्ग्रहणमोक्षौ आगमप्रतिषिद्धौ जुगुप्सति-न करोत्यादाननिक्षेपजुगुप्सकः, अजुगुप्सन् प्राणिनो हिंसेत् तृतीयभावना, संयतः-साधुः समाहितः सन् संयमे 'मणोवइ 'त्ति अदुष्टं मनः प्रवर्तयेत्, दुष्टं प्रवर्तयन् प्राणिनो हिंसेत् चतुर्थी भावना, एवं वाचमपि पञ्चमी भावना, गताः प्रथमव्रतभावनाः। द्वितीयव्रतभावनाः प्रोच्यन्ते-'अहस्ससच्चे 'त्ति अहास्यात् सत्यः हास्यपरित्यागादित्यर्थः, हास्यादनृतमपि ब्रूयात्, अतो हास्यपरित्यागः प्रथमभावना, अनुविचिन्त्य10 पर्यालोच्य भाषेत्, अन्यथाऽनृतमपि ब्रूयात् द्वितीयभावना, यः क्रोधं लोभं भयमेव वा त्यजेत्, स इत्थम्भूतो दीर्घरात्रं-मोक्षं समुपेक्ष्य-सामीप्येन दृष्ट्वा 'सिया' स्यात् मुनिरेव मृषां परिवर्जेत (૧) ઇર્યા એટલે ગમન. તેને વિશે જે સમિત તે ઇર્યાસમિત. ઇર્યાસમિતિ અર્થાત્ ચાલતી વખતે સમ્યમ્ રીતે સાડા ત્રણ હાથપ્રમાણ ભૂમિ ઉપર દૃષ્ટિ સ્થાપીને ચાલવું તે પ્રથમ ભાવના છે, કારણ કે ઇર્યામાં અસમિત સાધુ જીવોની હિંસા કરનારો બને છે. (તથી ઇર્યાસમિતિમાં) સર્વકાળ 15 ઉપયોગવાળો થાય. (૨) આહાર–પાણીને જોઈને વાપરે, કારણ કે જોયા વિના વાપરનારો સાધુ જીવોની હિંસા કરનારો થાય. માટે જોઈને વાપરવું તે બીજી ભાવના. આ જ પ્રમાણે આગળ પણ અક્ષરાર્થ કરવો. (અર્થાત્ આ ત્રીજી ભાવના, આ ચોથી ભાવના વિગેરે જાત્તે સમજી લેવું.) (૩) (અવિધિથી પાત્રા વિગેરેનું ગ્રહણમોચન કરવું તે આગમમાં પ્રતિષિદ્ધ છે. તેથી) સાધુ આવા પ્રતિષિદ્ધ ગ્રહણ—મોચનની જુગુપ્સા કરે અર્થાત્ અવિધિથી ગ્રહણ—મોચન કરે નહીં, 20 કારણ કે જુગુપ્સા નહીં કરનાર (અર્થાત્ અવિધિથી ગ્રહણ–મોચન કરનાર) જીવોની હિંસા કરનારો થાય છે. માટે (અવિધિથી થતાં) ગ્રહણ–મોચનની જુગુપ્સા તે ત્રીજી ભાવના છે. (૪) સમાધિમાં રહેલો સાધુ સંયમમાં અદુષ્ટ મનને પ્રવર્તાવે, અર્થાત્ મનને દુષ્ટ થવા ન દે, કારણ કે મનને કલુષિત કરતો સાધુ જીવોની હિંસા કરનારો થાય છે. માટે મનની અદુષ્ટતા એ ચોથી ભાવના જાણવી. એ જ પ્રમાણે (૫) અદુષ્ટ વાણીને બોલનારો થાય. તેથી અદુષ્ટ વાણી એ પાંચમી ભાવના જાણવી. 25 આ પ્રમાણે પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ કહી. @ બીજા મહાવ્રતની ભાવનાઓ # (૧) હાસ્યનો ત્યાગ કરવાથી સત્યવાદી બનાય છે, કારણ કે હાસ્યમાં મૃષાવાદ પણ થઈ શકે. તેથી હાસ્યનો ત્યાગ તે પ્રથમ ભાવના જાણવી. (૨) બોલવું હોય ત્યારે વિચારીને બોલે, કારણ કે વિચાર્યા વિના બોલતા ક્યારેક અસત્ય પણ બોલાય જાય. તેથી વિચારીને બોલવું તે બીજી 30 ભાવના. (૩–૪–૫) જે મુનિ ક્રોધ, લોભ અને ભયને છોડે છે, તે ક્રોધાદિને છોડનારો મુનિ દીર્ધરાત્રને એટલે કે મોક્ષને નજીકથી જોઈને (મૃષાને છોડનારો) થાય (અને આ રીતે) મુનિ
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy