SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 10. ત્રીજા મહાવ્રતની ભાવનાઓ (TIE૦...સૂત્ર) ૧૩૭ सदा, क्रोधादिभ्योऽनृतभाषणादिति भावनात्रयं, गता द्वितीयव्रतभावनाः । तृतीयव्रतभावनाः प्रोच्यन्ते-'स्वयमेव' आत्मनैव प्रभुं प्रभुसंदिष्टं वाऽधिकृत्य अवग्रहयाञ्चायां प्रवर्तेत अनुविचिन्त्यान्यथाऽदत्तं गृण्हीयात् प्रथमभावना, 'घडे मइमं निसम्म 'त्ति तत्रैव तृणाद्यनुज्ञापनायां चेष्टेत मतिमान् निशम्य-आकर्ण्य प्रतिग्रहप्रदातृवचनमन्यथा तददत्तं गृण्हीयात्, परिभोग इति द्वितीया भावना, 'सइ भिक्खु उग्गहंति सदा भिक्षुरवग्रहं स्पष्टमर्यादयाऽनुज्ञाप्य भजेत, अन्यथाऽदत्तं 5 गृह्णीयात्, तृतीया भावना, अनुज्ञाप्य गुरुमन्यं वा भुञ्जीत पानभोजनम्, अन्यथाऽदत्तं गृह्णीयात् चतुर्थी भावना, याचित्वा साधर्मिकाणामवग्रहं स्थानादि कार्यमन्यथा तृतीयव्रतविराधनेति पञ्चमी જ સદા માટે મૃષાને છોડનારો થાય, કારણ કે ક્રોધાદિથી અસત્યવચન બોલાય છે. (ટૂંકમાં બોલતી વેળાએ ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરવો તે ક્રમશ:) ત્રીજી-ચોથી અને પાંચમી ભાવના જાણવી. આ પ્રમાણે બીજા મહાબતની પાંચ ભાવનાઓ કહી. * # ત્રીજા મહાવ્રતની ભાવનાઓ # (૧) પ્રભુને = માલિકને અથવા માલિકે જેને સોંપ્યું હોય તેને આશ્રયીને અવગ્રહની યાચનામાં જાતે જ વિચારીને પ્રવર્તે, (અર્થાતુ પોતાને કેટલી જગ્યાની જરૂર છે? વિગેરે વિચારીને સાધુ તે વસતિના માલિક પાસે અથવા માલિકે જેને સોંપી હોય તે વ્યક્તિ પાસે જાતે જ યાચના કરે, પણ બીજા મારફત યાચના કરાવે નહીં.) નહીં તો અદત્તનું ગ્રહણ થવાનો સંભવ રહે. (આશય 15 એ છે કે સાધુ બીજાને કામ સોંપે કે મારી માટે આટલી યાચના કરજો. ત્યારે તે બીજી વ્યક્તિએ કેવી રીતે યાચના કરી?, કરી કે ન કરી ?, માલિક પાસે કરી કે માલિક ન હોય અથવા માલિકે જેને સોંપ્યું ન હોય તેવી વ્યક્તિ પાસે યાચના કરી? વિગેરે બાબતમાં ગડબડ ઊભી થવાનો સંભવ રહે જેથી ક્યારેક અદત્તનું ગ્રહણ પણ થઈ જાય. તેથી સાધુ પોતે જાતે જ યાચના કરે.) આ પ્રથમ ભાવના જાણવી. (૨) (આ રીતે અવગ્રહ ઉપાશ્રયની યાચના કર્યા બાદ પ્રાપ્ત થયેલ) ઉપાશ્રયમાં જ તણખલા વિગેરેની અનુજ્ઞાપનામાં બુદ્ધિમાન સાધુ અવગ્રહ આપનારાના વચનોને સાંભળીને વર્તે. (અર્થાત્ પ્રતિગ્રહ=ઉપાશ્રય આપનારના ‘તમે અમારી વસતિ વાપરી શકો છો' એવા વચનો સાંભળીને એટલે કે ઉપાશ્રય વાપરવાની રજા મળ્યા પછી તેમાં રહેલા તણખલા વિગેરે માટેની યાચના કરે.) અન્યથા પરિભોગ કરવામાં અદત્તનો દોષ લાગે. આ બીજી ભાવના જાણવી. 25 . (૩) હંમેશા સાધુ સ્પષ્ટ મર્યાદાવડે (અર્થાત્ “મારે આટલી જગ્યાની જરૂર પડશે' એ પ્રમાણેના સ્પષ્ટ કથનવડે) અવગ્રહની અનુજ્ઞા મેળવીને એટલા અવગ્રહનો ઉપયોગ કરે, અન્યથા અદત્તનું ગ્રહણ થાય. એ ત્રીજી ભાવના છે. (૪) ગુરુની અથવા (માંડલીમાં વહેંચનાર ગુરુનિયુક્ત) અન્ય સાધુની અનુજ્ઞા મેળવીને ભોજન–પાન કરે, અન્યથા અદત્તનો દોષ લાગે. આ ચોથી ભાવના છે. (૫) સાધર્મિકોની = ગીતાર્થ અને સંવિગ્નવિહારી એવા સાધુઓની પાસે અવગ્રહની = 30 વસતિની યાચના કરીને સ્થાનાદિ = રહેવું વિગરે કરે. (આશય એ છે કે - ગીતાર્થ અને સંવિગ્નવિહારી સાધુઓના ક્ષેત્રમાં કે વસતિમાં જ સાધુઓએ રહેવું જોઇએ. એવા ક્ષેત્રમાં કે વસતિમાં 20
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy