________________
૧૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) प्रदानादिव्यवहारश्च, तत्रासत्कारितोऽपुरस्कृतो वा न द्वेषं यायात् १९, 'पण्ण'त्ति प्रज्ञायतेऽनयेति प्रज्ञा-बुद्ध्यतिशयः, तत्प्राप्तौ न गर्वमुद्वहेत् २०, 'अण्णाणं ति कर्मविपाकजादज्ञानान्नोद्विजेत २१, 'असंमत्तं ति असम्यक्त्वपरीषहः, सर्वपापस्थानेभ्यो विरतः प्रकृष्टतपोऽनुष्ठायी निःसङ्गश्चाई तथापि धर्माधर्मात्मदेवनारकादिभावान्नेक्षे अतो मृषा समस्तमेतदिति असम्यक्त्वपरीषहः, तत्रैवमालोचयेत्-धर्माधर्मी पुण्यपापलक्षणौ यदि कर्मरूपौ पुद्गलात्मको ततस्तयोः कार्यदर्शनानुमानसमधिगम्यत्वं, अथ क्षमाक्रोधादिको धर्माधर्मी ततः स्वानुभवत्वादात्मपरिणामरूपत्वात् प्रत्यक्षविरोधः, देवास्त्वत्यन्तसुखासक्तत्वान्मनुष्यलोके च कार्याभावात् दुष्षमानुभावाच्च न दर्शनगोचरमायान्ति, नारकास्तु तीव्रवेदनार्ताः पूर्वकृतकर्मोदयनिगडबन्धनवशीकृतत्वादस्वतन्त्राः
कथमायान्तीत्येवमालोचयतोऽसम्यक्त्वपरीषहजयो भवति, 'बावीस परीसह त्ति एते द्वाविंशति10 પરીષદ તિ નાથદાર્થ: ,
ત્રયોવિંશતિમ: સૂત્ર થ્થતૈઃ, ક્રિયા પૂર્વવત્, તાનિ પુનઃમૂનિ
(૨૦) પ્રજ્ઞાપરિષહ જેના વડે પદાર્થ જણાય તે પ્રજ્ઞા અર્થાતુ વિશિષ્ટ બુદ્ધિ. તે પ્રાપ્ત થવા છતાં સાધુ ગર્વ ન પામે. (તે પ્રજ્ઞાપરિષહનો જય જાણવો.).
(૨૧) અજ્ઞાનપરિષહ : કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ એવા અજ્ઞાનથી ઉગ ન પામે. 15 (અર્થાત્ મને કશું આવડતું નથી, હું સાવ મૂર્મો છું, બધા મારું અપમાન કરે છે એ પ્રમાણે દીનતાને પામે નહીં.).
(૨૨) અસમ્યક્તપરિષહઃ સર્વપાપસ્થાનોથી હું વિરામ પામ્યો છું, પ્રકૃષ્ટ તપને કરનારો છું અને સંગ-આસક્તિ વિનાનો છું, છતાં પણ પુણ્ય, પાપ, આત્મા, દેવ, નારક વિગેરે પદાર્થોને
હું જોતો નથી. (અર્થાત્ એનો અનુભવ થતો નથી.) તેથી આ બધું ખોટું છે. આવા પ્રકારનો વિચાર 20 એ અસમ્યક્તપરિષહ છે. તેનો જય કરવા આ પ્રમાણે વિચારે- “ધમધર્મ એ જો પુણ્યપાપરૂપ
છે એટલે કે પુદ્ગલાત્મક કર્મરૂપ છે તો તે પુણ્ય અને પાપનું કાર્ય ફળ દેખાતું હોવાથી તે ફળ ઉપરથી પુણ્ય પાપરૂપ ધર્માધર્મનું અનુમાન થાય છે. જો ધર્માધર્મ એ ક્ષમા-ક્રોધાદિરૂપ ગુણાત્મક છે તો તેનો પોતાને જ અનુભવ થાય છે, કારણ કે તે આત્મપરિણામરૂપ છે. તેથી તો પ્રત્યક્ષવિરોધ
છે અર્થાત્ ક્ષમા–ક્રોધાદિરૂપ ધર્માધર્મનો પોતાને જ અનુભવ થતો હોવાથી “ધર્માધર્મ નથી એવું 25 બોલવું તે પ્રત્યક્ષ = સાક્ષાત્ વિરુદ્ધ છે.)
દેવો (૧) સુખમાં અત્યંત આસક્ત છે. (૨) મનુષ્યલોકમાં આવવાનું એમને કોઈ પ્રયોજન નથી, અને (૩) દુષમ કાળનો પ્રભાવ છે. માટે દેખાતા નથી. નારકો તીવ્ર વેદનાથી પીડાયેલા પૂર્વકૃત કર્મોના ઉદયરૂપ સાકળના બંધનને વશ થયેલા હોવાથી પરતંત્ર છે. તેથી તેઓ અહીં કેવી
રીતે આવે ? આ પ્રમાણે વિચારવાથી અસમ્યક્તપરિષહનો જય થાય છે. (કેટલાક અન્ય ગ્રંથોમાં 30 આ સ્થાને સમ્યક્તપરિષહ જણાવેલ છે.) આ પ્રમાણે બાવીસ પરિષહો જાણવા.
અવતરણિકા: સૂત્રકૃતાંગનામના બીજા અંગના ત્રેવીસ અધ્યયનોની (અશ્રદ્ધાના કારણે) જે અતિચાર...વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તે અધ્યયનો આ પ્રમાણે છે ?