________________
બાવીસ પરિસહો (પમ॰...સૂત્ર) ૧૩૩ सत्यपि न गच्छनिर्गताश्चिकित्सायां प्रवर्तन्ते, गच्छ्वासिनस्त्वल्पबहुत्वालोचनया सम्यक् सहन्ते, प्रवचनोक्तविधिना प्रतिक्रियामाचरन्तीति, एवमनुतिष्ठता रोगपरीषहजयः कृतो भवति १६, 'तणफास 'त्ति अशुषिरतृणस्य दर्भादेः परिभोगोऽनुज्ञातो गच्छनिर्गतानां गच्छ्वासिनां च तत्र येषां शयनमनुज्ञातं निष्पन्नानां ते तान् दर्भान् भूमावास्तीर्य संस्तारोत्तरपट्टकौ च दर्भाणामुपरि विधाय शेरते, चौरापहृतोपकरणो वा प्रतनुसंस्तारपट्टको वात्यन्तजीर्णत्वात्, तथाऽपि तं 5 परुषकुशदर्भादितृणस्पर्शं सम्यक् सहेत १७, 'मल त्ति स्वेदवारिसम्पर्कात्कठिनीभूतं रजो मलोऽभिधीयते, स वपुषि स्थिरतामितो ग्रीष्मोष्मसन्तापजनितघर्मजलादार्द्रतां गतो दुर्गन्धिर्महान्तमुद्वेगमापादयति, तदपनयनाय न कदाचिदभिलषेत्-अभिलाषं कुर्यात् १८, 'सक्कारपरीसहे 'त्ति सत्कारो—भक्तपानवस्त्रपात्रादीनां परतो लाभः, पुरस्कार :- सद्भूतगुणोत्कीर्तनं वन्दनाभ्युत्थानासन
(૧૬) રોગપરિષહ : તાવ, ઝાડા, ખાંસી, દમ વિગેરે રોગો ઉત્પન્ન થાય તો પણ ગચ્છથી 10 નીકળેલા એવા જિનકલ્પિક વિગેરે રોગની ચિકિત્સા કરાવતા નથી. જ્યારે ગચ્છવાસી એવા સ્થવિરકલ્પિક સાધુઓ અલ્પબહુત્વની (=લાભાલાભની) વિચારણા કરવા દ્વારા સમ્યગ્ રીતે સહન કરે, અર્થાત્ અલ્પ દોષ અને ઘણો ફાયદો થવાનો હોય તો આગમમાં કહેલ વિધિવડે ચિકિત્સાને કરાવે. (આશય એ છે કે સ્થવિર સાધુઓએ પણ ઉત્સર્ગમાર્ગે ચિકિત્સા કરાવવાની નથી. પરંતુ ચિકિત્સા કરાવાથી જો સંયમજીવનમાં વધુ ફાયદો થશે એવું લાગે ત્યારે અપવાદમાર્ગે 15 શાસ્ત્રમાં=ઓધનિયુક્તિ—ગા. ૭૦ વિગેરેમાં કહેલ વિધિ પ્રમાણે ચિકિત્સા કરાવે.) આ રીતે
આચરવાથી રોગપરિષહનો જય થાય છે.
(૧૭) તૃણસ્પર્શ પરિષહ : ગચ્છનિર્ગત એવા જિનકલ્પિક વિગેરેને અને ગચ્છવાસી એવા સ્થવિરકલ્પિક સાધુઓને પોલાણ વિનાના દર્ભ વિગેરે ઘાસનો ઉપયોગ કરવાની અનુજ્ઞા છે. આવા તે ઘાસ ઉપર જે નિષ્પન્ન (=ઉત્સર્ગાપવાદને જાણનારા) સાધુઓને સૂવાની અનુજ્ઞા છે, તેઓ તે 20 ઘાસને ભૂમિ ઉપર પાથરીને તેની ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો પાથરીને સૂવે છે. અથવા જો સંથારો વિગેરે ઉપકરણો ચોરે ચોરી લીધા હોય કે સંથારો–ઉત્તરપટ્ટો અત્યંત જીર્ણ હોવાથી પાતળા હોય તો પણ સાધુ કુશ, દર્ભ વિગેરે (આ બધી ઘાસની જુદી જુદી જાત છે.) ઘાસના કર્કશ સ્પર્શને સમ્યગ્ રીતે સહન કરે.
(૧૮) મલપરિષહ : પસીનાના સંપર્કથી કઠણ થયેલ રજકણને મલ કહેવાય છે. શરીર 25 ઉપર ચોંટી ગયેલો, ઉનાળાની ગરમીના સત્ત્તાપથી ઉત્પન્ન થયેલ પસીનાથી ભીનો થયેલો (અને માટે જ) દુર્ગંધી એવો તે મલ અત્યંત ઉદ્વેગ=બેચેની પમાડે છે. આવા તે મલને દૂર કરવાની ઇચ્છા સાધુ કરે નહીં.
(૧૯) સત્કાર–પુરસ્કાર પરિષહ : સત્કાર એટલે ભોજન, પાન, વસ્ત્ર, પાત્ર વિગેરેની બીજા પાસેથી પ્રાપ્તિ. પુરસ્કાર એટલે સદ્ભૂત એવા ગુણોનું ઉત્કીર્તન, વંદન, ઊભા થવું, અને આસન 30 આપવું વિગેરે વ્યવહાર. તેમાં સાધુનો સત્કાર ન થાય કે પુરસ્કાર ન થાય તો પણ દ્વેષ ન પામે.
કે