________________
શબલસ્થાનો (૫૦...સૂત્ર) * ૧૨૭ `चेव, एवमन्यत्रापि द्रष्टव्यं ३, 'आहाकंमं च भुंजंते' प्रकटार्थं ४ रायपिंड ५ कीय ६ पामिच्च ७ अभिहड ८ अच्छेज्ज ९ पसिद्धा, 'पच्चक्खियऽभिक्ख भुंजइ य' असई पच्चक्खिय २ भुंजए सबले १०, अंतो छहं मासाणं गणाओ गणसंकर्म करेंते सबले अण्णत्थ णाणदंसणचरित्तट्टयाए ११, 'मासभंतर तिणि य दगलेवे ऊ करेमाणे' लेवोत्ति नाभिप्पमाणमुदगं, भणियं च "जंघद्धा संघट्टो णाभी लेवो परेण लेवुवरि" त्ति, अंतो मासस्स तिन्नि उदगलेवे उत्तरंते सबले 5 १२, तिण्णि य माइट्ठाणाई पच्छायणाईणि कुणमाणे सबले १३, आउट्टिआए - उपेत्य पुढवा - पाणाइवायं कुणमाणे सबले १४, मुसं वयंते सबले १५, अदिण्णं च गिण्हमाणे सबले १६,
(૪) આધાકર્મી વાપરે, (૫) રાજપિંડ, (૬) ખરીદેલું, (૭) છીણું લાવેલું, (૮) સામેથી લાવેલું, (૯) દાસ–દાસી વિગેરેને આપેલું ભોજન તેમની ઇચ્છા વિના તેમની પાસેથી લઈને વહોરાવેલું વાપરે તેનું ચારિત્ર શબલ જાણવું. અહીં રાજપિંડ વિગેરેના અર્થો પ્રસિદ્ધ જ છે. (૧૦) 10 વારંવાર (તે—તે દ્રવ્યોનું) પચ્ચક્ખાણ લઈને (તે–જ દ્રવ્યો) વાપરે અર્થાત્ લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરે તે સાધુ શબલ જાણવો. (૧૧) જ્ઞાનદર્શન અને ચારિત્ર માટેનું કોઈ વિશિષ્ટ કારણ ન હોવા છતાં છ મહિનાની અંદર એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જતો સાધુ શબલ જાણવો.
(૧૨) એક મહિનામાં ત્રણ વાર પાણીના લેપને કરતો સાધુ શબલ જાણવો. અહીં લેપ એટલે નાભિપ્રમાણ પાણી. કહ્યું છે ‘– જંઘાર્ધ સુધી પાણી હોય તેને સંઘટ્ટ કહેવાય, નાભિ સુધી પાણી 15 હોય તેનેં લેપ કહેવાય અને નાભિથી ઉપર પાણી હોય તેને લેપોપરી કહેવાય છે. (અહીં આશય એ છે કે – જે સાધુ મહિનામાં ત્રણ વખત નાભિપ્રમાણ પાણીમાંથી પસાર થાય તેનું ચારિત્ર શબલ થાય છે. જેમાં પગના તળિયાથી લઈને અડધી જંઘા સુધીનો એટલે કે ઘંટનથી લગભગ એક વેત નીચેના ભાગ સુધીનો પગ ડૂબે તે પાણી સંઘટ્ટાપ્રમાણ કહેવાય છે. સંઘટ્ટાથી ઉપર નાભિ સુધીનું પાણી લેપ કહેવાય છે. અને નાભિથી ઉપર પાણીનું પ્રમાણ હોય તેને લેપોપરી કહેવાય છે.) તેમાં 20 નાભિપ્રમાણ પાણીમાંથી જે સાધુ મહિનામાં ત્રણ વખત પસાર થાય તેનું ચારિત્ર શબલ જાણવું.
(૧૩) મહિનામાં ત્રણ વખત પોતાના અપરાધોને છુપાવવારૂપ માયાસ્થાનોને (=માયાને) કરતો સાધુ શબલ જાણવો. (૧૪) જાણી જોઈને પૃથ્વી વિગેરે જીવોના પ્રાણાતિપાતને કરતો સાધુ શબલ જાણવો. (૧૫) મૃષાવાદને બોલતો, (૧૬) અદત્તવસ્તુને ગ્રહણ કરનારો, (૧૭) અનંતરહિત
१२. आधाकर्मणि च भुञ्जाने, राजपिण्डं क्रीतं प्रामित्यं अभिहृतं आच्छेद्यं प्रसिद्धानि प्रत्याख्यायाभीक्ष्णं 25 भुनक्ति च-असकृत् प्रत्याख्याय २ भुङ्क्ते शबलः, अन्तः षण्णां मासानां गणात् गणसंक्रमं कुर्वन् शबल: अन्यत्र ज्ञानदर्शनचारित्रार्थात्, मासाभ्यन्तरे त्रींश्चोदकलेपान् कुर्वन्, लेप इति नाभिप्रमाणमुदकं, भणितं च-जङ्घार्धं संघट्टो नाभिर्लेपः परतो लेपोपरीति, अन्तः मासस्य त्रीनुदकलेपानुत्तरन् शबलः, त्रीणि च मातृस्थानानि प्रच्छादनादीनि कुर्वन् शबलः, ज्ञात्वा पृथ्व्यादिप्राणातिपातं कुर्वन् शबलः, मृषा वदन् शबल:, अदत्तं च गृह्णन् शबलः,
30