________________
અઢાર અબ્રહ્મ(પામ。...સૂત્ર)
એક ૧૧૯
अष्टादशविधं अष्टादशप्रकारे अब्रह्मणि - अब्रह्मचर्ये सति तद्विषयो वा प्रतिषिद्धकरणादिना प्रकारेण योऽतिचारः कृत इति, क्रिया पूर्ववत्, तत्राष्टादशविधाब्रह्मप्रतिपादनायाह सङ्ग्रहणिकारः—
ओरालियं च दिव्वं मणवइकाएण करणजोएणं । अणुमोयणकारवणे करणेणऽट्ठारसाबंभं ॥१॥
व्याख्या-इह मूलतो द्विधाऽब्रह्म भवति - औदारिकं तिर्यग्मनुष्याणां दिव्यं च भवनवास्यादीनां, चशब्दस्य व्यवहितः सम्बन्धः मनोवाक्कायाः करणं त्रिधा, योगेन त्रिविधेनैवानुमोदन - कारापणकरणेन निरूपितं, पश्चानुपूर्व्योपन्यासः, अब्रह्माष्टादशविधं भवति, इयं भावना - औदारिकं स्वयं न करोति मनसा ३, नान्येन कारयति मनसा ३, कुर्वन्तं नानुमोदते मनसा ३, एवं वैक्रियमपि । प्राकृतशैल्या छान्दसत्वाच्चैकोनविंशतिभिर्ज्ञाताध्ययनैरिति वेदितव्यं, पाठान्तरं वा- 10 * અઢાર પ્રકારના અબ્રહ્મ
અઢાર પ્રકારના અબ્રહ્મચર્ય હોતે છતે અથવા તેના સંબંધી પ્રતિષિદ્ધનું કરવું વિગેરે પ્રકારે જે અતિચાર કરાયો છે તેનું... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તેમાં અઢાર પ્રકારના અબ્રહ્મનું પ્રતિપાદન કરવા માટે સંગ્રહણિકાર કહે છે ઃ
5
ગાથાર્થ : ઔદાર્રિક અને દિવ્યસંબંધી મન–વચન અને કાયારૂપ કરણોવડે અનુમોદન, 15 કારાપણ અને કરણરૂપ યોગદ્વારા અઢાર પ્રકારનું અબ્રહ્મ છે.
ટીકાર્થ : અહીં મૂળથી બે પ્રકારનું અબ્રહ્મ છે– (૧) ઔદારિક કે જે તિર્યંચ અને મનુષ્યસંબંધી છે તથા (૨). દિવ્ય કે જે ભવનવાસી વિગેરે દેવોસંબંધી છે. મૂળમાં રહેલ '' શબ્દનો વ્યવહિત=અન્ય સ્થાને સંબંધ જોડવાનો છે અર્થાત્ ‘મોરાહિયં ચ વિધ્વં’ ની બદલે ‘બોરાતિયં વિનં T' જાણવું. મન–વચન અને કાયા એ ત્રણ કરણ જાણવા. તથા અનુમોદન–કારાપણ અને કરણ 20 એમ યોગ પણ ત્રણ જ જાણવા. આ ત્રણ કરણ અને ત્રણ યોગદ્વારા ઔદારિક અને દિવ્યનું નિરૂપણ કરેલું જાણવું. મૂળમાં અનુમોદન વિગેરે પશ્ચાનુપૂર્વીથી ઉપન્યાસ કરેલ જાણવો. (બાકી અર્થ કરણ— કારાપણ અને અનુમોદન એ પ્રમાણે સમજવો.) આ રીતે મનાદિથી કરણ—કારાપણ વિગેરેદ્વારા નવ પ્રકાર પડે છે. ઔદારિક અને દિવ્ય દરેકના નવ-નવ ભેદો પાડતા અઢાર પ્રકારનું અબ્રહ્મ થાય છે.
તે આ પ્રમાણે – (૧) મન વિગેરેથી પોતે ઔદારિક અબ્રહ્મ કરે નહીં, (૨) મન વિગેરેથી બીજા પાસે કરાવે નહીં, (૩) મન વિગેરેથી કરતાને અનુમોદે નહીં. આ જ પ્રમાણે વૈક્રિય=દિવ્ય પણ સમજી લેવું.
25
* ઓગણીસ જ્ઞાતઅધ્યયનો
‘મૂળવીસાય્ ગાયાયળેદિ' અહીં ‘મૂળવીસા' શબ્દમાં જે એક વચન કર્યું છે તે 30 પ્રાકૃતશૈલી અને છાન્દસપ્રયોગ હોવાથી સમજવાનું છે. બાકી અર્થ બહુવચનમાં કરવાથી