________________
૧૦૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
न स्त्रीणामिन्द्रियाण्यवलोकनीयानि, न स्त्रीणां कुड्यान्तरितानां मोहनसंसक्तानां क्वणितध्वनिराकर्णयितव्यः, न पूर्वक्रीडितानुस्मरणं कर्तव्यं, न प्रणीतं भोक्तव्यं, स्निग्धमित्यर्थः, नातिमात्राहारोपभोगः कार्यः, न विभूषा कार्या, ता नव ब्रह्मचर्यगुप्तय इति गाथार्थ: ॥ श्रमणः प्राग्निरूपितशब्दार्थस्तस्य धर्मः - क्षान्त्यादिलक्षणस्तस्मिन् दशविधे - दशप्रकारे 5 श्रमणधर्मे सति तद्विषये वा प्रतिषिद्धकरणादिना यो मयाऽतिचारः कृत इति भावना । दशविधधर्मस्वरूपप्रतिपादनायाह सङ्ग्रहणिकारः
—
खंती य मद्दवज्जव मुत्ती तव संजमे य बोद्धव्वे ।
सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥१॥
व्याख्या-क्षान्तिः श्रमणधर्मः, क्रोधविवेक इत्यर्थः, चशब्दस्य व्यवहितः सम्बन्धः, मृदोर्भाव: 10 मार्दवं मानपरित्यागेन वर्तनमित्यर्थः तथा ऋजुभाव आर्जवं - मायापरित्यागः, मोचनं मुक्तिः
1
लोभपरित्याग इति भावना, तपो द्वादशविधमनशनादि, संयमश्चाश्रवविरतिलक्षणः 'बोद्धव्यः' विज्ञेयः श्रमणधर्मतया, सत्यं प्रतीतं, शौचं संयमं प्रति निरुपलेपता, आकिञ्चन्यं च कनकादिरहितતેત્વર્થ:, બ્રહ્મચર્ય વ્ર, ૫ યતિધર્મ:, અયં ગાથાક્ષરાર્થ: ॥ અન્ય ઘેવં વન્તિ
બેઠી હોય તે સ્થાને સ્ત્રીઓના ઊભા થયા પછી તરત બેસવું નહીં, (૪) સ્ત્રીઓના અંગોપાંગ 15 નિરખવા નહીં, (૫) ભીંતની બીજી બાજુએ મૈથુનક્રીડામાં રક્ત સ્ત્રીઓના મૈથુનસંબંધી અવાજો સાંભળવા નહીં, (૬) પૂર્વક્રીડિતનું સ્મરણ કરવું નહીં, (૭) વિગઈપ્રચુર એવો અતિ સ્નિગ્ધ આહાર કરવો નહીં, (૮) સામાન્ય એવો પણ આહાર વધુ માત્રાએ કરવો નહીં, (૯) વિભૂષા કરવી નહીં. આ નવ બ્રહ્મચર્યગુપ્તિઓ છે.
પૂર્વે કહેલ છે શબ્દાર્થ જેનો એવા શ્રમણનો જે ક્ષમા વિગેરે ધર્મ તે શ્રમણધર્મ. તે દશ પ્રકારનો 20 શ્રમણધર્મ હોતે છતે અથવા શ્રમણધર્મને વિશે પ્રતિષિદ્ધનું આચરણ વિગેરે કરવાને કારણે મારા દ્વારા જે દૈવસિક અતિચાર કરાયો તેનું હું પ્રતિક્રમણ કરું છું. દશવિધશ્રમણધર્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સંગ્રહણિકાર કહે છે
* દશ શ્રમણધર્મો
ગાથાર્થ : ક્ષમા, મૃદુતા, ઋજુતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આર્કિચનતા અને 25 બ્રહ્મચર્ય આ દશ યતિધર્મો જાણવા.
ટીકાર્ય : ક્ષાંતિ એટલે કે ક્રોધનો ત્યાગ એ શ્રમણધર્મ છે. ‘વ્રુતી ય' અહીં આપેલ ‘શ્વ’ શબ્દ અહીંની બદલે અન્ય સ્થાને જોડવાનો છે. માર્દવ એટલે અહંકારના ત્યાગ સાથેનું વર્તન, તથા આર્જવ એટલે માયાનો ત્યાગ કરવો. મુક્તિ એટલે લોભનો ત્યાગ કરવો, અનશન, ઉણોદરી વિગેરે બાર પ્રકારનો તપ જાણવો, આસ્રવોથી વિરતિ એ સંયમ જાણવું. આ બધા શ્રમણધર્મ તરીકે 30 જાણવા. સત્ય નો અર્થ પ્રસિદ્ધ જ છે. શૌચ એટલે સંયમ પ્રત્યે નિરુપલેપતા = પવિત્રતા, આકિંચનતા
એટલે સોનુ વિગેરેથી રહિતપણું અને બ્રહ્મચર્ય, આ શ્રમણધર્મ છે.