________________
મદસ્થાનો અને બ્રહ્મચર્યગુપ્તિ (પામ...સૂત્ર)
૯૯
*મ:–માન (પ્રસ્થાશ્રં- ૬૯૦૦) સ્તસ્ય સ્થાનાનિ—પર્યાયા મેવા મવસ્થાનાનિ, દૂ ચ प्रतिक्रामामीति वर्तते, अष्टभिर्मदस्थानैः करणभूतैर्यो मया दैवसिकोऽतिचारः कृत इति, एवमन्येष्वपि सूत्रेष्वायोज्यं, कानि पुनरष्टौ मदस्थानानि ?, अत आह सङ्ग्रहणिकार:
जाईकुलबलरूवे तवईसरिए सुए लाहे ॥ १ ॥
अस्य व्याख्या - कश्चिन्नरेन्द्रादिः प्रव्रजितो जातिमदं करोति, एवं कुलबलरूपतपऐश्वर्य - 5 श्रुतलाभेष्वपि योज्यमिति ॥ नवभिर्ब्रह्मचर्यगुप्तिभिः शेषं पूर्ववतु, ताश्चेमा:वसहिकहनिसिज्जिदिय कुतरपुव्वकीलियपणीए । अइमायाहारविभूसणा य नव बंभगुत्तीओ ॥९॥
व्याख्या - ब्रह्मचारिणा तद्गुप्त्यनुपालनपरेण न स्त्रीपशुपण्डकसंसक्ता वसतिरासेवनीया, न स्त्रीणामेकाकिनां कथा कथनीया, न स्त्रीणां निषद्या सेवनीया, उत्थितानां तदासने नोपवेष्टव्यं, 10 મદ એટલે અહંકાર. તેના સ્થાનો એટલે કે તેના પર્યાયો એટલે કે તેના ભેદો તે મદસ્થાનો. (મૂળમાં આ પદ સાથે ‘ડિમિ’ પદ નથી તેથી ખુલાસો કરે છે કે) ‘પઽિમામિ' પદ અહીં પણ સમજવું. તેથી કરણભૂત એવા આ આઠ અહંકારના ભેદોને કારણે મારાદ્વારા જે દૈવસિક અતિચાર સેવાયો તેનું હું પ્રતિક્રમણ કરું છું. આ પ્રમાણે જે સૂત્રમાં ‘પ્રતિમામિ' પદ નથી તે અન્ય સૂત્રોમાં પણ આ પદ જાણી લેવું. તે આઠ મદસ્થાનો કયા છે ? આ શંકાના સમાધાનરૂપે 15 સંગ્રહણિકાર જણાવે છે
* આઠ મદસ્થાનો
ગાથાર્થ : જાતિ, કુલ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રુત અને લાભ.
ટીકાર્થ : કોઈક રાજા વિગેરે દીક્ષિત થયેલો છતો જાતિનો અહંકાર કરે. આ પ્રમાણે કુલ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રુત અને લાભમાં પણ જોડી દેવું. (દા.ત. મરીચિએ કુલમદ કર્યો, શ્રેણિક— 20 વસુભૂતિએ બળમદ કર્યો, સનત્કુમારે રૂપનો અહંકાર કર્યો, કુરગડુઋષિએ પૂર્વભવમાં તપનો અહંકાર કર્યો, દશાર્ણભદ્રરાજાએ ઐશ્વર્યનો અહંકાર કર્યો. સ્થૂલભદ્રજીએ શ્રુતનો અને સુભૂમચક્રવર્તીએ લાભનો અહંકાર કર્યો.)
નવ બ્રહ્મચર્યગુપ્તિઓને કારણે મારાદ્વારા... વિગેરે શેષ વાક્ય પૂર્વની જેમ જાણવું. તે બ્રહ્મચર્યગુપ્તિઓ આ પ્રમાણે છે હ્ર
25
* નવ બ્રહ્મચર્યગુપ્તિઓ
ગાથાર્થ : વસતિ, કથા, નિષદ્યા, ઇન્દ્રિય, ભીંતના આંતરે, પૂર્વક્રીડિતસ્મરણ, પ્રણીતઆહાર, અતિમાત્રાએ આહાર અને વિભૂષા આ નવ બ્રહ્મચર્યગુપ્તિઓ છે.
ટીકાર્થ : બ્રહ્મચર્યની ગુપ્તિનું = વાડનું પાલન કરવામાં તત્પર એવા બ્રહ્મચારી સાધુએ (૧) સ્ત્રી, પશુ કે નપુંસકથી સંસક્ત ઉપાશ્રયાદિ વસતિમાં રહેવું જોઈએ નહીં, (૨) એકલી સ્ત્રીઓ 30 સાથે વાર્તાલાપ ન કરવો જોઈએ, (૩) સ્ત્રીઓનું આસન વાપરવું નહીં અર્થાત્ જે સ્થાને સ્ત્રીઓ