SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા વિશે જાંબુખાદક વિ. ના દેખાત્તો (પHo...સૂત્ર) હું ૯૭ “बेती पडिया एएच्चिय खाह घेत्तुं जे ॥४॥ दिलृतस्सोवणओ जो बेति तरूवि छिन्न मूलाओ। सो वइ किण्हाए सालमहल्ला उ नीलाए ॥५॥ हवइ पसाहा काऊ गोच्छा तेऊ फला य पम्हाए । पडियाए सुक्कलेसा अहवा अण्णं उदाहरणं ॥६॥ चोरा गामवहत्थं विणिग्गया एगो बेति घाएह। जं पेच्छह सव्वं दुपयं च चउप्पयं वावि ॥७॥ बिइओ माणुस पुरिसे य तइओ साउहे चउत्थो य । पंचमओ जुझंते छठो पुण तत्थिमं भणइ ॥८॥ एक्कं ता हरह धणं बीयं मारेह मा कुणह एवं। 5 केवल हरह धणंती उवसंहारो इमो तेसिं ॥९॥ सव्वे मारेहत्ती वट्टइ सो किण्हलेसपरिणामो । एवं कमेण सेसा जा चरमो सुक्कलेसाए ॥१०॥ आदिल्लतिण्णि एत्थं अपसत्था उवरिमा पसत्था उ। શાખાઓને તોડીને શું કામ છે? એના કરતા નાની–નાની પ્રશાખાને તોડો.” ચોથાએ કહ્યું – “એના કરતાં જાંબૂના ગુચ્છાને તોડો.” પાંચમાએ કહ્યું – “અરે ! એના કરતા વૃક્ષ ઉપર ચઢીને ડાળીઓને જોર-જોરથી હલાવો. જેથી જે પાકેલા જાંબૂ હશે તે નીચે પડશે. અને પછી તેને લઈ 10 ખાવો.” છઠ્ઠાએ કહ્યું – “એના કરતાં જે નીચે કુદરતી પડ્યા છે તે જ લઈને ખાઈએ.” દૃષ્ટાન્તનો ઉપનય આ પ્રમાણે જાણવો – જેણે એવું કહ્યું કે – વૃક્ષને મૂલથી છેદો. તે પુરુષ કૃષ્ણલેશ્યામાં વર્તે છે. “મોટી શાખાને છેદો' એવું બોલનાર નીલલેશ્યાવાળો જાણવો. “પ્રશાખા છેદો આવું બોલનારની કાપોતલેશ્યા, ‘ગુચ્છા તોડો' આવું બોલનારની તેજલેશ્યા, ‘ડાળીઓ હલાવીને ફળને ગ્રહણ કરો” આવું બોલનારની પદ્મવેશ્યા. ‘નીચે પડેલા ખાવો” બોલનારની 15 શુક્લલેશ્યા જાણવી. અથવા ગ્રામઘાતકનું દૃષ્ટાન્ત – ચોરો ગામને લૂંટવા માટે નીકળ્યાં. તેમાં એક ચોરે કહ્યું - “બે પગવાળા મનુષ્ય વિગેરે હોય કે ચતુષ્પદવાળા પશુ વિગેરે હોય જે દેખાય બધાને મારવા.” બીજાએ કહ્યું – “પશુઓને નહીં પણ બધા મનુષ્યોને મારવા.” ત્રીજાએ કહ્યું – “સ્ત્રીઓને નહીં માત્ર પુરુષોને મારવા.” ચોથાએ કહ્યું – “બધા પુરુષોને નહીં પણ શસ્ત્ર સહિતના હોય તેને મારવા.” 20 પાંચમાએ કહ્યું – “જે આપણી સામે પડે તેને મારવા.” જયારે છઠ્ઠાએ આ પ્રમાણે કહ્યું કે – “એક તો તમે એનું ધન હરણ કરો છો અને ઉપરથી તમે મારી પણ નાખશો. આવું કરવાની જરૂર નથી. માત્ર તેઓનું ધન હરણ કરો.” આ છએ પુરુષોનો ઉપસંહાર આ પ્રમાણે જાણવો. “બધાને મારો” બોલનાર કૃષ્ણલેશ્યાના પરિણામવાળો જાણવો. આ પ્રમાણે શેષ ચોરો પણ ક્રમશઃ નીલાદિલેશ્યાવાળા જાણવા, છેલ્લો ચોર શુક્લલેશ્યાવાળો જાણવો. અહીં પ્રથમ ત્રણ લેશ્યાઓ અપ્રશસ્ત અને છેલ્લી 25 ८६. ब्रवीति पतितानि एतान्येव खादामो गृहीत्वा ॥४॥ दृष्टान्तस्योपनयो-यो ब्रवीति तरुमपि छिन्त मूलात् । स वर्त्तते कृष्णायां शाखां महतीं तु नीलायाम् ॥५॥ भवति प्रशाखां कापोती गुच्छान् तैजसी फलानि च पद्मायाम् । पतितानि शुक्ललेश्या अथवाऽन्यदुदाहरणम् ॥६॥ चौरा ग्रामवधार्थं विनिर्गता एको ब्रवीति घातयत । यं पश्यत तं सर्वं द्विपदं च चतुष्पदं वापि ।।७॥ द्वितीयो मनुष्यान् पुरुषांश्च तृतीयः सायुधान् चतुर्थश्च । पञ्चमो युध्यमानान् षष्ठः पुनस्तत्रेदं भणति ॥८॥ एकं तावद्धरत धनं द्वितीयं मारयत मा कुरुतैवम्। 30 केवलं हरत धनं उपसंहारोऽयं तस्य ॥९॥ सर्वान मारयतेति वर्त्तते स कष्णलेश्यापरिणामः । एवं क्रमेण शेषाः यावच्चरमः शुक्ललेश्यायाम् ॥१०॥ आद्यास्तिस्रोऽत्राप्रशस्ता उपरितनाः प्रशस्तास्तु ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy