SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) कह दाउं विगिंचियव्वं ?, आयरिया भणंति-मूलगुणे असुद्धे वत्थे एगो गंठी कीरइ उत्तरगुणअसुद्धे दोण्णि सुद्धे तिण्णि एवं वत्थे, पाए मूलगुणअसुद्धे अंतो अट्ठए एगा सण्हिया रेहा कीरइ, उत्तरगुणअसुद्धे दोण्णि, सुद्धे तिण्णि रेहाओ, एवं णायं होइ, जाणएण कायष्वाणि, कहिं परिट्टवेयव्वाणि ?-एगंतमणावाए सह पत्ताबंधरयत्ताणेण, असइ पडिलेहणियाए दोरेण मुहे 5 बज्झइ, उद्धमुहाणि ठविज्जंति, असइ ठाणस्स पासल्लियं ठविज्जइ, जतो वातागमो ततो पुप्फयं कीरइ, एयाए विहीए विगिचिते जइ कोइ अगारो गेण्हति तहावि वोसट्ठाऽहिगरणा सुद्धा साहुणो, जेहिं अण्णेहिं साहूहिं गहियाणि जइ कारणे गहियाणि ताणि य सुद्धाणि जावज्जीवाए परि जंति, તો શું કરીને પરઠવવા યોગ્ય છે? અહીં આચાર્ય જવાબ આપે છે કે મૂલગુણથી અશુદ્ધ એવા વસ્ત્રને એક ગાંઠ દેવી, ઉત્તરગુણથી અશુદ્ધ વસ્ત્રમાં બે ગાંઠ લગાવવી અને શુદ્ધ વસ્ત્રને 10 ત્રણ ગાંઠ લગાવીને પરઠવવું. પાત્રમાં પણ અંદર તળિયાના ભાગમાં એક સૂક્ષ્મ રેખા કરે ઉત્તરગુણથી અશુદ્ધમાં છે અને શુદ્ધમાં ત્રણ રેખાઓ કરે. આ રીતે કરવાથી લેનાર સાધુને શુદ્ધ કે અશુદ્ધનો ખ્યાલ આવે છે. (આ ચિહ્નો કોણ કરે ?) જે વિધિનો જાણકાર હોય તેણે આ ચિહ્નો કરવા. ક્યાં પરઠવવાના? તે કહે છે કે – એકાન્ત અને અનાપાત એવા સ્થાનમાં પાત્રબંધક અને રજસ્ત્રાણવડે બાંધીને પરઠવવા. જો પાત્રબંધકાદિ ન હોય તો પાત્રપ્રતિલેખનિકાવડે (પહેલાના કાળમાં પાત્રને પૂજવા 15 માટે જે નાનો વસ્ત્રનો ટુકડો રાખતા હતા તેનાવડે) પાત્રના મુખને દોરાથી બાંધીને પરઠવે. (એટલે કે તે વસ્ત્રના ટુકડાવડે પાત્રાનું મુખ બાંધીને તેની ઉપર દોરો બાંધીને પરઠવે.) પરઠવતી વખતે પાત્રનું મુખ ઉપર રહે એ રીતે સીધા મૂકી દે. પરંતુ જો સીધા રાખી શકાય એવું પાત્રની નીચેના ભાગમાં બેઠક સ્થાન ન હોય તો પાત્રને એક બાજુ નમાવીને આડું રાખવું અથવા જે બાજુથી પવન આવતો હોય તે બાજુ પીઠનો ભાગ કરવો (એટલે કે પાત્રનું મુખ પવનથી વિરુદ્ધ દિશામાં કરવું.) 20 આ પ્રમાણે વિધિપૂર્વક પાત્રુ પરઠવ્યા બાદ જો કોઈ ગૃહસ્થ તે પાત્રને ગ્રહણ કરે તો પણ પરઠવનારા સાધુઓને અધિકરણાદિનો (તે પાત્રવડે ગૃહસ્થ જે હિંસાદિ દોષો સેવે તે હિંસાદિનો) દોષ લાગતો નથી. આ રીતે વિધિપૂર્વક પરઠવેલા આહાર, વસ્ત્ર કે પાત્ર જે અન્ય સાધુઓએ ગ્રહણ કર્યા હોય તે જ કારણે ગ્રહણ કર્યા હોય અને ગ્રહણ કરાયેલા તે વસ્ત્રાદિ જો શુદ્ધ હોય તો તે સાધુઓ માવજીવ તે વસ્ત્રાદિનો પરિભોગ કરે છે. જો કોઈ કારણસર મૂલ–ઉત્તરગુણોથી અશુદ્ધ 25 ८१. कथं दत्त्वा (चिह्न) विवेक्तव्यं ?, आचार्या भणन्ति-मूलगुणाशुद्धे वस्त्रे एको ग्रन्थिः क्रियते उत्तरगुणाशुद्धे द्वौ शुद्ध त्रयः एवं वस्त्रे, पात्रे मूलगुणाशुद्ध अन्तस्तले एका श्लक्ष्णा रेखा क्रियते उत्तरगुणाशुद्धे द्वे शुद्धे तिस्रो रेखाः, एवं ज्ञातं भवति, जानानेन कर्त्तव्यानि, क्व परिष्ठापनीयानि ?, एकान्तेऽनापाते सह पात्रबन्धरजस्त्राणाभ्यां, असत्यां पात्रप्रतिलेखनिकाया दवरकेण मुखं बध्यते, ऊर्ध्वमुखानि स्थाप्यन्ते, असति स्थाने तिर्यक्तं स्थाप्यते, यतो वाय्वागमनं ततः (तस्यां दिशि) पुष्पकं ( पृष्ठं) क्रियते, एतेन विधिना 30 त्यजिते यदि कश्चिद्गृहस्थो गृह्णाति तथापि व्युत्सृष्टारः अधिकरणमाश्रित्य शुद्धाः साधवः, यैरन्यैः साधुभिर्गृहीतानि यदि कारणे गृहीतानि तानि च शुद्धानि यावज्जीवं परिभुञ्जन्ति,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy