________________
શિષ્યાભિપ્રાય પ્રમાણે પરઠવવામાં દોષો (ગા. ૭૯) શ ૯૧ एक्कं वंकं कीरइ, उत्तरगुणअसुद्धस्स दोण्णि वंकाणि, सुद्धं उज्जुयं विगिचिज्जइ, पाए मूलगुणऽसुद्धे एगं चीरं दिज्जइ, उत्तरगुणअसुद्धे दोन्नि चीरखंडाणि पाए छुब्भंति, सुद्धं तुच्छं कीरइ-रित्तयंति भणियं होइ, आयरिया भणंति-एवं सुद्धपि असुद्धं भवइ, कहं ?, उज्जुयं ठवियं, एगेण वंकेण मूलगुणअसुद्धं जायं, दोहिं उत्तरगुणअसुद्धं, एकवंकं देवंकं वा होज्जा दुवंकं एकवंकं वा होज्जा, एवं मूलगुणे उत्तरगुणा होज्जा उत्तरगुणे वा मूलगुणा होज्जा, एवं 5 चेव पाएवि होज्जा, एगं चीवरं निग्गयं मूलगुणासुद्धं जायं, दोहिं विणिग्गएहिं सुद्धं जायं, जे य तेहिं वत्थपाएहिं परिभुंज्जतेहिं दोसा तेसिं आवत्ती होति, तम्हा जं भणियं ते तं न जुत्तं, तओ
વળી મૂલગુણથી અશુદ્ધ વસ્ત્ર છે તે વસ્ત્રનો એક છેડો વાંકો કરી તે વસ્ત્રને પરઠવવું. ઉત્તરગુણથી અશુદ્ધ હોય તો બે છેડા વાંકા કરવા. જો શુદ્ધ વસ્ત્ર હોય તો આખું પહોળું કરીને પરઠવવું. પાત્રમાં મૂલગુણથી અશુદ્ધ હોય તો તે પાત્રમાં એક વસ્ત્રનો નાનો ટુકડો ચિહ્નરૂપે મૂકવો. ઉત્તરગુણથી અશુદ્ધ 10 હોય તો બે ટુકડા મૂકવા. જો પાત્રુ શુદ્ધ હોય તો ખાલી પાત્રુ મૂકવું. - અહીં આચાર્ય (શિષ્યના અભિપ્રાય મુજબ પરઠવવામાં કંઈ મુશ્કેલી ઊભી થાય ? તે) જણાવે છે – આ પ્રમાણે જો પરઠવવામાં આવે તો શુદ્ધ પણ અશુદ્ધ બની જશે. કેવી રીતે ? તે કહે છે – શુદ્ધ એવા વસ્ત્રને તમે ખુલ્લું પરઠવ્યું. કોઈ કારણસર તેનો એક છેડો સહજ રીતે વળી જતા તે વસ્ત્ર મૂલગુણથી અશુદ્ધ બની જશે. એ જ રીતે જો (પવનાદિના કારણે) બે છેડા વળી 15 ગયા તો ઉત્તરગુણથી અશુદ્ધ બની જશે.
એ જ રીતે મૂલગુણથી અશુદ્ધ એવા વસ્ત્રનો એક છેડો વાંકો કરીને તમે પરઠવ્યું અને ગમે તે કારણસર તે વસ્ત્રના બે છેડા વાંકા થઈ જાય અથવા બે વાંકા છેડાવાળા વસ્ત્રનો એક છેડો સીધો થઈ જાય તો ક્રમશઃ મૂલગુણથી અશુદ્ધ ઉત્તરગુણથી અશુદ્ધ થશે અથવા ઉત્તરગુણથી અશુદ્ધ મૂલગુણથી અશુદ્ધ થશે. એ જ પ્રમાણે પાત્રામાં પણ બે ટુકડામાંથી એક ટુકડો નીકળી જતાં તે 20 ઉત્તરગુણથી અશુદ્ધ પાત્રુ મૂલગુણથી અશુદ્ધ બની જશે. જો બંને ટુકડા નીકળી ગયા તો શુદ્ધ બની જશે. તથા તે વસ્ત્ર-પાત્રને વાપરવાદ્વારા જે કોઈ દોષો થાય તે દોષોની પ્રાપ્તિ તે વાપરનાર સાધુઓને થાય. તે કારણથી તમે (શિષ્ય) જે કહ્યું તે યોગ્ય નથી.
८०. एकं वक्रं क्रियते, उत्तरगुणाशुद्धस्य द्वे वक्रे, शुद्धमृजुकं त्यज्यते, पात्रे मूलगुणाशुद्धे एकं चीवरं दीयते, उत्तरगुणाशुद्धे द्वे चीवरखण्डे पात्रे क्षिप्येते, शुद्धं तुच्छं क्रियते-रिक्तमिति भणितं भवति, आचार्या 25 भणन्ति-एवं शुद्धमप्यशुद्धं भवति, कथं ?, ऋजुकं स्थापितं, एकेन वक्रेण मूलगुणाशुद्धं जातं, द्वाभ्यामुत्तरगुणाशुद्धं, एकवक्रं द्विवक्रं वा भवेत् द्विवक्रं वैकवनं भवेत्, एवं मूलगुण उत्तरगुणा भवेत् उत्तरगुणे वा मूलगुणा भवेत्, एवमेव पात्रेऽपि भवेत्, एकं चीवरं निर्गतं मूलगुणाशुद्धं जातं, द्वयोर्विनिर्गतयोः शुद्धं जातं, ये च तेषु वस्त्रपात्रेषु परिभुज्यमानेषु दोषास्तेषामापत्तिर्भवति, तस्मात् यद् भणितं त्वया तन्न યુવાં, તત: