________________
દોષિત આહારની પારિઠાવણી (ગા. ૭૪) મૉક ૮૭ व्याख्या-आधाकर्म-प्रतीतं तस्मिन्नाधाकर्मणि च तथा 'लोहविसे आभिओगिए गहिए'त्ति - लोभाद्गृहीते 'विसे 'त्ति विषकृते गृहीते 'आभिओगिए 'त्ति वशीकरणाय मन्त्राभिसंस्कृते गृहीते सति कथञ्चिन्मक्षिकाव्यापत्तिचेतोऽन्यथात्वादिलिङ्गतश्च ज्ञाते सति ‘एतेन' आधाकर्मादिना दोषेण भवति 'जाता' पारिस्थापनिका दोषात्परित्यागार्हाहारविषयेत्यर्थः, 'वोच्छं से विहीए वोसिरणं'ति वक्ष्येऽस्या विधिना-जिनोक्तेन व्युत्सर्जनं-परित्यागमिति गाथार्थः ॥७३॥
__एगंतमणावाए अच्चित्ते थंडिल्ले गुरुवइटे।
छारेण अक्कमित्ता तिहाणं सावणं कुज्जा ॥४॥ व्याख्या-एकान्ते अनापाते' स्त्र्याद्यापातरहिते 'अचेतने' चेतनाविकले 'स्थाण्डिल्ये' भूभागे 'गुरुपदिष्टे' गुरुणा व्याख्याते, अनेनाविधिज्ञेन परिस्थापनं न कार्यमिति दर्शयति, 'छारेण अक्कमित्ता' भस्मना सम्मिश्य 'तिद्वाणं सावणं कुज्जत्ति सामान्येन तिस्रो वाराः श्रावणं 10 कुर्यात्-अमुकदोषदुष्ट्रमिदं व्युत्सृजामि एवं, विशेषतस्तु विषकृताभियोगिकादेरेवापकारकस्यैष विधिः, न त्वाधाकर्मादेः, तद्गतं तु प्रसङ्गेनेहैव भणिष्याम इति. गाथार्थः ॥७४॥
अधुनां अजातपारिस्थापनिकी प्रतिपादयन्नाह
ટીકાર્ય આધાકર્મશબ્દનો અર્થ પ્રતીત જ છે. આવા આધાકર્મદોષવાળો આહાર ગ્રહણ થયો હોય, લોભથી આહાર ગ્રહણ કર્યો હોય, વિષમિશ્રિત આહાર ગ્રહણ થતાં, (સાધુને) વશ કરવા 15 મંત્રથી અભિમંત્રિત કરેલો આહાર આવી ગયો હોય. (તે આહાર મંત્રથી મંત્રિત છે એવું કેવી રીતે ખબર પડે? તે જણાવે છે –) કોઈક રીતે તે આહારમાં માખી પડે અને તે મરી જાય અથવા આહારનું ગ્રહણ થયા પછી મનમાં ખોટા વિચારો આવવાનું ચાલું થાય વિગેરે ચિહ્નોથી આ આહાર અભિમંત્રિત છે એવું જાણ્યા પછી, આવા આધાકર્મ વિગેરે દોષોને કારણે તે આહારનો જે ત્યાગ તે જાતપારિસ્થાનિકા = દોષથી ત્યાગને યોગ્ય આહારની પરિસ્થાનિકા કહેવાય છે. આવા 20 આહારના જિનોક્તવિધિપૂર્વકના ત્યાગને હું કહીશ //૭૩
- ગાથાર્થ : એકાન્ત, અનાપાત, અચિત્ત અને ગુરુએ બતાવેલા ભૂમિભાગમાં રાખથી મિશ્રિત કરીને ત્રણવાર બોલવાપૂર્વક પારિઠાવણી કરવી.
ટીકાર્થ : એકાન્ત, સ્ત્રી વિગેરેની અવર-જવરથી રહિત, અચિત્ત અને ગુરુવડે બતાવેલ એવા ભૂમિભાગમાં; અહીં “રૂપવિષ્ટ' શબ્દથી વિધિને નહીં જાણનારા શિષ્ય પારિઠાવણી કરવી 25 નહીં એવું જાણવું. ઉપરોક્ત ભૂમિભાગમાં રાખથી સંમિશ્રિત એવા આહારને “અમુકદોષોથી દુષ્ટ એવા આહારને હું પરઠવવું છું” એ પ્રમાણે સામાન્યથી ત્રણવાર બોલીને પરઠવે. આ વિધિ વિશેષ કરીને જે આહાર વિષમિશ્રિત હોય કે અભિમંત્રિત હોય વિગેરે દોષથી દુષ્ટ = અપકારક હોય તેવા આહાર માટે જાણવી, પણ આધાકર્મી વિગેરે માટે નહીં. તેના માટેની વિધિ અમે આગળ પ્રસંગ આવશે ત્યારે કહીશું. II૭૪ - અવતરણિકા : હવે અજાતપારિસ્થાપનિકા જણાવતાં કહે છે ?
30