SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનને વિશે ક્ષુલ્લકાચાર્યનું દષ્ટાન્ત (નિ.-૧૧૦૫) * ૭૧ तेसिं च कडादीणं थेराण मूले पढइ । अण्णया मोहणिज्जेण वाहिज्जंतो भिक्खाए गएसु साहुसु बितिज्जएण सण्णापाणयं आणावेत्ता मत्तयं गहाय उवहयपरिणामो वच्चइ एगदिसाए, परिस्संतो एक्कहिं वणसंडे वीसमइ, तस्स य पुफियफलियस्स मज्झे समीज्झुक्खरस्स पेढं बद्धं, लोगो तत्थ पूयं करेइ, तिलगबउलाईणं न किंचिवि, सो चिंतेइ-एयस्स पेढस्स गुणेण एई से पूजा किज्जइ चिईनिमित्तं, सो भणइ-एए किं ण अच्चेह ?, ते भणंति-पुव्विल्लएहिं 5 कएल्लयं एयं, तं च जणो वंदइ, तस्सवि चिंता जाया, पेच्छह, जारिस समिज्झुक्खरं तारिसो मि अहं, अन्नेवि तत्थ बहुसुया रायपुत्ता इब्भपुत्ता पव्वइया अत्थि, ते ण ठविया, अहं આચાર્ય પણ કૃતાદિ ગીતાર્થ વિગેરે સ્થવિરો પાસે ભણે છે. એક વખત મોહનીયકર્મથી વહન કરાતા (=મોહનીયકર્મથી પ્રેરાયેલા) આચાર્ય, જ્યારે બીજા બધા સાધુઓ ગોચરી ગયા હતા ત્યારે અંડિલભૂમિ તરફ જવા માટે બીજા મુનિ પાસે પાણી મંગાવીને પાત્ર લઈને ચારિત્રના 10 પરિણામથી પતિત થયેલા એક દિશા તરફ ચાલવા લાગે છે. આગળ જતા થાકેલાં તે આચાર્ય એક વનખંડમાં વિશ્રામ કરે છે. પુષ્મિત અને ફલિત એવા તે વનખંડના મધ્યમાં એક ખીજડાના વૃક્ષને પીઠિકા બાંધેલી હતી (અર્થાત્ વૃક્ષની ચારેબાજુ થડ પાસે ઓટલા જેવી પીઠ બનાવી હતી.) લોકો તે ખીજડાના વૃક્ષની પૂજા કરતા હતા. પણ તિલક, બકુલ વિગેરે વૃક્ષોની કોઈ પૂજા કરતું નહીં. આચાર્ય વિચાર્યું કે - “ આ જે ચિતિરૂપ 15 પીઠ છે તેના પ્રભાવે આ વૃક્ષની આટલી પૂજા થાય છે. (વિનિમિત્તે શબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો કે પૂર્વે રજોહરણાદિ ઉપકરણોના સમૂહને ઉપચારથી ચિતિ કહ્યું. તેના કારણે જે વંદન થાય તે ચિતિવંદન. આ વંદન રજોહરણાદિ ઉપકરણોને કારણે થતું હોવાથી ચિતિનિમિત્તક કહેવાય છે. એ જ રીતે લોકો ખીજડાની જે પૂજા કરે છે તેમાં પીઠ એ કારણ છે કારણ કે પૂર્વજો એ પીઠ બાંધી પૂજા કરતા હતા એટલે લોકો પણ પૂજા કરે છે. આમ ખીજડાની પૂજા એ ચિતિ- 20 નિમિત્તક=પીઠનિમિત્તક કહેવાય છે.) આચાર્યે લોકોને પૂછ્યું - “તમે આ તિલક, બકુલ વિગેરે વૃક્ષોની કેમ પૂજા કરતા નથી?” લોકોએ કહ્યું - “ અમારા પૂર્વજોએ આ પીઠિકા બાંધી છે. તેના કારણે લોકો તેની પૂજા કરે છે.” આ સાંભળી આચાર્ય વિચારવા લાગ્યા કે – “ જુઓ, જેવા પ્રકારનું આ ખીજડાનું વૃક્ષ છે તેવો હું (નિર્ગુણ) છું. તે ગચ્છમાં બીજા પણ બહુશ્રુતો, રાજપુત્રો, શ્રેષ્ઠિપુત્રો 25 પ્રવ્રજિત થયા છે છતાં તેઓને ન સ્થાપ્યા અને મને સ્થાપ્યો. તથા તેઓ મારી પૂજા પણ કરે ७९. तेषां च कृतादीनां स्थविराणां मूले पठति । अन्यदा मोहनीयेन बाध्यमानो भिक्षायै गतेषु साधुषु द्वितीयेन संज्ञापानीयमानाय्य मात्रकं गृहीत्वोपहतपरिणामो व्रजति एकदिशा, परिश्रान्त एकस्मिन् वनखण्डे विश्राम्यति, तस्य च पुष्पितफलितस्य मध्ये शमीशाखाया: पीठं बद्धं, लोकस्तत्र पूजां करोति, तिलकबकुलादीनां न किञ्चिदपि, स चिन्तयति-एतस्य पीठस्य गुणेनेयती अस्य पूजा क्रियते चितिनिमित्तं, 30 स भणति-एतान् किं नार्चयत ?, ते भणन्ति-पुरातनैः कृतमेतत्, तं च जनो वन्दते, तस्यापि चिन्ता जाता, पश्यत, यादृशी शमीशाखा तादृशोऽस्मि अहं, अन्येऽपि तत्र बहुश्रुता राजपुत्रा इभ्यपुत्राः प्रव्रजिताः सन्ति, ते न स्थापिताः, अहं
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy