SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 5 अन्ये तु ૬૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) तथा लब्धां च बोधिमकुर्वन्ननागतां च प्रार्थयन्, अन्नंदाइंति निपात: असूयायाम्, व्याचक्षते - अन्यामिदानीं बोधिं लप्स्यसि किं ?, कतरेण मूल्येन ?, इयमत्र भावना - बोधिलाभे सति तपःसंयमानुष्ठानपरस्य प्रेत्य वासनावशात्तत्तत्प्रवृत्तिरेव बोधिलाभोऽभिधीयते, तदनुष्ठानरहितस्य पुनर्वासनाऽभावात्तत्कथं तत्प्रवृत्तिरिति बोधिलाभानुपपत्तिः, स्यादेतद्, एवं सत्याद्यस्य बोधिलाभस्यासम्भव एवोपन्यस्तः, वासनाऽभावात् न, अनादिसंसारे राधावेधोपमानेनानाभोगत एव कथञ्चित्कर्मक्षयतस्तदवाप्तेरित्येतदावेदितमेवोपोद्घात इत्यलं विस्तरेणेति ગાથાયાર્થ: ૫૬૧૦૦૫ तस्मात्सति बोधिलाभे तपस्संयमानुष्ठानपरेण भवितव्यं, न' यत्किञ्चिच्चैत्याद्यालम्बनं चेतस्याधाय प्रमादिना भवितव्यमिति, तपस्संयमोद्यमवतश्चैत्यादिषु कृत्याविराधकत्वात्, तथा 10 ચાડ.— (તેનું કારણ હવે પછીની ગાથામાં જણાવે છે.) પ્રાપ્ત બોધિને નહીં આચરતાં અને ભવિષ્યમાં બોધિની પ્રાર્થના કરતાં (હે જીવ !), ‘અન્નવારૂં’શબ્દનો તિરસ્કાર અર્થમાં નિપાત જાણવો. કેટલાકો આ શબ્દનો આ પ્રમાણે અર્થ કહે છે કે – ‘હવે અન્ય બોધિને' કયા મૂલ્યવર્ડ પ્રાપ્ત કરીશ. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે — 15 જિનધર્મની પ્રાપ્તિ થયા પછી તપપ્રધાન સંયમના અનુષ્ઠાનો કરવામાં ઉદ્યમી જીવ તે તે અનુષ્ઠાનોના સંસ્કારને કારણે પછીના ભવમાં ફરી તે તે અનુષ્ઠાનોમાં જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ જ બોધિલાભ કહેવાય છે. પરંતુ જે જીવ આ ભવમાં અનુષ્ઠાનો કરતો નથી. તેવા જીવને અનુષ્ઠાનોના સંસ્કાર પણ પડતા નથી અને તે સંસ્કારોના અભાવને કારણે પછીના ભવમાં તે તે અનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ પણ ક્યાંથી થાય ? અર્થાત્ ન થાય. તેથી પછીના ભવમાં બોધિલાભની પ્રાપ્તિ પણ આવા 20 જીવને થાય નહીં. શંકા :- જો સંસ્કારના કારણે પછીના ભવમાં બોધિલાભ થતો હોય, તો જીવને અનાદિસંસારમાં સૌ પ્રથમ વાર જે જિનધર્મરૂપ બોધિનો લાભ થાય છે તેનો પણ અસંભવ જ થયો અર્થાત્ પ્રથમ વારનો બોધિલાભ પણ થવો જોઈએ નહીં કારણ કે પૂર્વભવોમાં આજ દિન સુધી ક્યારેય જિનધર્મની પ્રાપ્તિ થઈ ન હોવાથી સંસ્કાર તો પડ્યા જ નથી. સમાધાન :- એનો અસંભવ નહીં થાય, કારણ કે અનાદિસંસારમાં રાધાવેધની જેમ અનાભોગથી જ કોઈક રીતે કર્મક્ષય થતાં બોધિલાભ થાય છે આ વાત પૂર્વે ઉપોદ્ઘાતમાં (ગા. ૮૪૪માં) જણાવી દીધી છે. તેથી વધુ વિસ્તારથી સર્યું. ૧૧૦૦ અવતરણિકા :- તેથી બોધિની પ્રાપ્તિ થયા પછી તપ-સંયમમાં ઉદ્યમી થવા જેવું છે, પરંતુ ચિત્તમાં જે તે ચૈત્ય વિગેરેનું આલંબન લઈને પ્રમાદી બનવા જેવું નથી, કારણ કે તપ-સંયમમાં 30 ઉદ્યમી જીવ ચૈત્યાદિ સર્વના કૃત્યોનો અવિરાધક છે. (અહીં આશય એ છે કે ચૈત્ય વિગેરેના કાર્યો કરવામાં ઘણા ફાયદા છે એવું વિચારી તપ-સંયમમાં અપ્રમત્તતાની ઉપેક્ષા કરીને ચૈત્યાદિના કાર્યોમાં ઓત-પ્રોત થવાય નહીં, કારણ કે તપ-સંયમમાં ઉદ્યમ કરનાર જીવે ચૈત્યાદિસંબંધી કાર્યો 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy