________________
૫૮ ૪ આવશ્યકનિર્યુક્તિ-હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) तद्भक्तिः क्वोपयुज्यते इति ?, अत्रोच्यते
- भत्तीइ जिणवराणं खिज्जंती पव्वसंचिआ कम्मा ।
आयरिअनमुक्कारेण विज्जा मंता य सिझंति ॥१०९७॥
व्याख्या-'भक्त्या' अन्तःकरणप्रणिधानलक्षणया 'जिनवराणां' तीर्थकराणां सम्बन्धिन्या 5 હેતુભૂત, લિંક ?, “ક્ષીયન્ત' સર્વ પ્રતિપદ્યન્ત ‘પૂર્વગ્રુતાનિ' નેવીમવોપાત્તાન “મણિ'
ज्ञानावरणादीनि, इत्थंस्वभावत्वादेव तद्भक्तेरिति, अस्मिन्नेवार्थे दृष्टान्तमाह-तथाहि-आचार्यनमस्कारेण विद्या मन्त्राश्च सिद्ध्यन्ति तद्भक्तिमतस्सत्त्वस्य, शुभपरिणामत्वात्तत्सिद्धिप्रतिबन्धककर्मक्षयादिति भावनीयं, गाथार्थः ॥१०९७॥
____अतस्साध्वी तद्भक्तिः, वस्तुतोऽभिलषितार्थप्रसाधकत्वाद्, आरोग्यबोधिलाभादेरपि 10 તત્રિર્વચૈત્વા, તથા વા
भत्तीइ जिणवराणं परमाए खीणपिज्जदोसाणं ।।
आरुग्गबोहिलाभं समाहिमरणं च पावंति ॥१०९८॥ .. व्याख्या-भक्त्या जिनवराणां, किंविशिष्टया ?-'परमया' प्रधानया भावभक्त्येत्यर्थः, 'क्षीणप्रेमद्वेषाणां' जिनानां, किम् ?, आरोग्यबोधिलाभं समाधिमरणं च प्राप्नुवन्ति प्राणिन 15 તેમની ભક્તિ શું કામ લાગે? (અર્થાત્ કયું ફલ આપનારી થાય ?) આ શંકાનું હવે સમાધાન આપે છે ?
ગાથાર્થ - જિનવરોની ભક્તિ કરવાથી પૂર્વસંચિત કર્મો નાશ પામે છે. આચાર્યને નમસ્કાર કરવાથી વિદ્યા અને મંત્ર સિદ્ધ થાય છે.
ટીકાર્થ :- તીર્થકરસંબંધી હેતુભૂત એવી અંતઃકરણના પ્રણિધાનરૂપ ભક્તિવડે, શું? તે કહે 20 છે – ક્ષય પામે છે. (કોણ? તે કહે છે –) અનેક ભવોથી ભેગા કરાયેલા જ્ઞાનાવરણાદિ કર્મો
ક્ષય પામે છે. કારણ કે કર્મનો નાશ કરવો એ પ્રભુભક્તિનો સ્વભાવ છે. આ અર્થમાં દષ્ટાન્ત જણાવે છે – આચાર્યને નમસ્કાર કરવાથી વિદ્યા અને મંત્ર સિદ્ધ થાય છે, કારણ કે આચાર્ય પ્રત્યેની ભક્તિવાળા જીવને શુભ પરિણામ હોવાથી વિદ્યા-મંત્રની સિદ્ધિના પ્રતિબંધક કર્મોનો
ક્ષય થાય છે. ૧૦૯શા આથી તીર્થકરની ભક્તિ પણ પ્રશંસનીય છે, કારણ કે ઇચ્છિત અર્થને 25 સાધી આપનાર છે અને આરોગ્ય, બોધિલાભાદિની પણ તેનાથી પ્રાપ્તિ થાય છે. (ટીકાર્થનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.).
અવતરણિકા :- આ જ વાતને કહે છે કે,
ગાથાર્થ :- ક્ષીણ થયા છે રાગ-દ્વેષ જેમના એવા જિનવરોની ઉત્કૃષ્ટ ભક્તિથી જીવો આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણ પામે છે. 30 ટીકાર્થ - જિનવરોની ભક્તિવડે, કેવી ભક્તિવડે ? – પ્રધાન ભક્તિવડે અર્થાત ભાવભક્તિ
વડે, (જિનવરો કેવા છે? –) રાગ-દ્વેષ જેના નાશ પામ્યા છે એવા જિનોની, શું પ્રાપ્ત થાય છે ? આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણને જીવો પામે છે. (અન્વય ગાથાર્થ પ્રમાણે કરવો.)