SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) प्रमादकषाययोगा बन्धहेतवः, न च मुक्तिप्रार्थनायाममीषामन्यतरस्यापि सम्भव इति, न च व्यर्थमेव तदुच्चारणमिति, ततोऽन्तःकरणशुद्धेरिति गाथार्थः ॥१०९४॥ आह-न नामेदमित्थं निदानं, तथापि तु दुष्टमेव, कथम् ?, इह स्तुत्या आरोग्यादिप्रदातारः स्युर्न वा ?, यद्याद्यः पक्षस्तेषां रागादिमत्त्वप्रसङ्गः, अथ चरमः तत आरोग्यादिप्रदानविकला 5 इति जानानस्यापि प्रार्थनायां मृषावाददोषप्रसङ्गः इति, न, इत्थं प्रार्थनायां मृषावादायोगात्, तथा चाह 10 भासा असच्चमोसा नवरं भत्तीइ भासिआ एसा । नहु खीणपिज्जदोसा दिंति समाहिं च बोहिं च ॥१०९५॥ व्याख्या - भाषा असत्यामृषेयं वर्तते सा चामन्त्रण्यादिभेदादनेकविधा, तथा चोक्तम्'आमंतणि आणवणी जायणि तह पुच्छणी य पन्नवणी । पच्चक्खाणी भासा भासा इच्छालोमा य ॥१॥ अणभिग्गहिया भासा भासा य अभिग्गहंमि बोद्धव्वा । संसयकरणी भासा वोयड अव्वोयडा चेव ॥२॥" इत्यादि, तत्रेह याचन्याऽधिकार इति यतो याञ्चायां 44 સમાધાન ઃ- કારણ કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના કારણો છે. અને મુક્તિની પ્રાર્થનામાં આમાંના એકપણ કારણનો સંભવ નથી માટે કર્મબંધનું કારણ 15 નથી. શંકા :- જો આ રીતે તે નિયાણું નથી તો પછી આવું ઉચ્ચારણ એ તો વ્યર્થ જ ગણાય. સમાધાન :- ના, આ પ્રાર્થનાથી અંતઃકરણની શુદ્ધિ થતી હોવાથી એ ઉચ્ચારણ વ્યર્થ બનતું નથી. ૫૧૦૯૪૫ અવતરણિકા :- શંકા :- (ચલો માની લઈએ કે ) આ પ્રમાણે આ નિયાણું નથી છતાં 20 એ દુષ્ટ જ છે. કેમ ? કારણ કે આવી સ્તુતિવડે તેઓ આરોગ્યાદિને આપનારા થાય છે કે નથી થતા ? જો કહો કે થાય છે, તો તેઓ રાગાદિમાન્ છે એવું માનવાનો પ્રસંગ આવે. હવે જો કહો કે ‘નથી આપતા’ તો ‘આરોગ્યાદિનું દાન કરતા નથી' એવું જાણવા છતાં આવી પ્રાર્થના કરવામાં મૃષાવાદરૂપ દોષનો પ્રસંગ આવે. સમાધાન :- આવા પ્રકારની પ્રાર્થનામાં મૃષાવાદનો યોગ થતો ન હોવાથી તમારી શંકા 25 યોગ્ય નથી. કહ્યું છે ગાથાર્થ :- આ પ્રાર્થના એ અસત્યામૃષા ભાષા છે, છતાં ભક્તિથી બોલાયેલી છે. રાગદ્વેષનો ક્ષય કરનારા સિદ્ધો કંઈ સમાધિ અને બોધિ આપતા નથી. ટીકાર્થ :- આ અસત્યાક્રૃષા છે અને તે આમંત્રણી વિગેરે અનેક પ્રકારની છે. કહ્યું છે – “આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા ॥૧॥ 30 અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરણી, પ્રગટભાષા અને અપ્રગટભાષા ॥૨॥ વિગેરે. ७३. आमन्त्रणी आज्ञापनी याचनी तथा प्रच्छनी च प्रज्ञापनी । प्रत्याख्यानी भाषा भाषेच्छानुलोमा च ॥१॥ अनभिगृहीता भाषा भाषा चाभिग्रहे बोद्धव्या । संशयकरणी भाषा व्याकृताऽव्याकृतैव ॥२॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy