SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) त्रमिरिति । तथा चाष्टौ व्याकरणान्यैन्द्रादीनि लोकेऽपि साम्प्रतमभिधानमात्रेण प्रतीतान्येव, अतः कतिपयशब्दविषयलक्षणाभिधानतुच्छे पाणिनिमत एव नाग्रहः कार्य इति, व्यासादिप्रयुक्तशब्दानामपि तेनासिद्धेः, न च ते ततोऽपि शब्दशास्त्रानभिज्ञा इति, कृतं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः । तत्थ सव्वेहिवि परीसहोवसग्गा णामिया कसाय( या य)त्ति सामण्णं, विसेसोહોવાથી “નમિ' શબ્દપ્રયોગ યોગ્ય નથી. આ પ્રશ્ન સામે ટીકાકાર સમાધાન આપતાં કહે છે કે, પાણિનિવ્યાકરણ સિવાય ઇન્દ્રાદિ આઠ વ્યાકરણોના પણ વર્તમાનમાં (જે સમયે ટીકાની રચના થઈ તે સમયે) નામો લોકમાં સંભળાય છે. તેથી કેટલાક શબ્દના કેટલાક અર્થો, અને કેટલાક જ લક્ષણોને જણાવનાર હોવાથી અલ્પપ્રમાણવાળા એવા પાણિનિમતમાં જ આગ્રહ કરવો યોગ્ય નથી. (આશય એ છે કે પાણિનિવ્યાકરણમાં કેટલાક શબ્દોનું જ કથન કરેલું છે, સર્વ શબ્દોનો 10 સમાવેશ થયો નથી. વળી, તે શબ્દોના કેટલાક જ અર્થો અને કેટલાક જ લક્ષણો જણાવ્યા છે, પણ એના સિવાયના લક્ષણો જણાવ્યા નથી. પૂર્વપક્ષ :- બીજા લક્ષણો છે, એવું તમે કેવી રીતે જાણ્યું ? સમાધાન :- વર્તમાનમાં તે સિવાયના બીજા ઇન્દ્રાદિ આઠ વ્યાકરણોના નામો પણ સંભળાય છે. જે ભૂતકાળમાં વિદ્યમાન હતા અત્યારે નથી. સંભવિત છે કે તેમાં એવાં લક્ષણો પણ આપ્યાં 15 હોય કે જે પાણિનિમાં ન હોય, તેથી પાણિનિ પ્રમાણે ભલે રૂપ સિદ્ધ થતું ન હોય છતાં એ રૂપ અન્ય વ્યાકરણોમાં આપેલા અન્ય લક્ષણોથી સિદ્ધ થવાનો સંભવ હોવાથી પાણિનિમાં જ આગ્રહ કરવો નહીં. પૂર્વપક્ષ - તમારું એક નમિ રૂપ સિદ્ધ થતું ન હોવા માત્રથી પાણિનિને તુચ્છ કહેવું શું યોગ્ય છે કે જેથી તેનો આગ્રહ રાખવાનો તમે નિષેધ કરો છો ? સમાધાન :- અહીં તેનું સમાધાન આપતાં ટીકાકાર જણાવે છે કે) વ્યાસમુનિ વિગેરેવડે પ્રયોગ કરાયેલા શબ્દોની પણ પાણિનિવ્યાકરણવડે સિદ્ધિ થતી નથી, તેથી અમે તેમાં આગ્રહ રાખવાનો નિષેધ કરીએ છીએ. (પૂર્વપક્ષ :- વ્યાસમુનિ વિગેરે કદાચ શબ્દશાસ્ત્રને જાણનારા ન હોવાથી અસિદ્ધ શબ્દપ્રયોગ થયો હોય એવું શું સંભવિત નથી ?) સમાધાન :- પાણિનિવ્યાકરણ પ્રમાણે શબ્દોની સિદ્ધિ થતી ન હોવામાત્રથી વ્યાસમુનિ વિગેરે શબ્દશાસ્ત્રને જાણનારા નથી એવું પણ કહેવું ઉચિત નથી. (અર્થાતુ વ્યાસમુનિ વગેરે પણ શબ્દશાસ્ત્રને જાણનારા જ છે અને છતાં એવા પ્રયોગ કરેલા દેખાય છે માટે જણાય છે કે પાણિનિવ્યાકરણમાં અલ્પ લક્ષણાદિ આપેલા છે. તેથી તેમાં જ આગ્રહ રાખવો નહીં.) વધુ પ્રાસંગિક ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વાત વિચારીએ - તેમાં સર્વ તીર્થકરોએ પરિષહ-ઉપસર્ગો અને 30 કષાયો દૂર કરેલા જ હોવાથી નામનું આ સામાન્ય કારણ છે. વિશેષકારણ જણાવે છે કે, ६४. तत्र सर्वैरपि परीषहोपसर्गा नामिताः कषायाश्च इति सामान्यं, विशेषः - 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy