SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૩૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) एवेति, अत्रोच्यते, इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवल्लोकशब्दप्रवृत्तेर्मा भूत्तदुद्योतकरेष्ववधिविभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा सम्प्रत्ययः, तव्यवच्छेदार्थं धर्मतीर्थकरानित्याह । आह-यद्येवं धर्मतीर्थकरानित्येतावदेवास्तु लोकस्योद्योतकरानिति न वाच्यमिति, अत्रोच्यते, इह लोकेऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया (ये) धर्मार्थमवतरणतीर्थकरणशीलास्तेऽपि धर्मतीर्थकरा 5 एवोच्यन्ते, तन्मा भूदतिमुग्धबुद्धीनां तेषु सम्प्रत्ययः, तदपनोदाय लोकस्योद्योतकरानित्याहेति । अपरस्त्वाह-जिनानित्यतिरिच्यते, तथाहि-यथोक्तप्रकारा जिना एव भवन्तीति, अत्रोच्यते, मा भूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तद्वयवच्छेदार्थमाह-जिनानिति, श्रूयते च कुनयदर्शने 'ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः ॥१॥ इत्यादि, तन्नूनं न ते रागादिजेतार इति, अन्यथा कुतो निकारतः સમાધાન :- ગ્રામના એક દેશમાં ગ્રામ શબ્દની જેમ લોકના એક દેશમાં પણ લોક શબ્દ વપરાતો હોવાથી લોકનો ઉદ્યોતકરનારા' વિશેષણથી લોકના એક દેશનો ઉદ્યોતકરનારા એવા અવધિ-વિર્ભાગજ્ઞાનીઓને કે સૂર્ય, ચન્દ્રને કોઈ ન સમજી બેસે, તે માટે તે અવધિ-વિર્ભાગજ્ઞાનીઓની કે સૂર્ય, ચન્દ્રની બાદબાકી કરવા માટે “ધર્મતીર્થકર' વિશેષણ મૂકેલ છે. શંકા :- જો આ રીતે હોય તો “ધર્મતીર્થને કરનારા' વિશેષણ જ રાખો, ‘લોકનો 15 ઉદ્યોતકરનારા' વિશેષણની જરૂર નથી. સમાધાન :- લોકમાં પણ ધર્મ માટે નદી વિગેરેના વિષમ સ્થાનોને વિષે મુકિયા=મફત પ્રવેશ કરવા તીર્થને-ઘાટને (=સહજ રીતે પ્રવેશ કરી શકે એવા પગથિયા વિગેરેને) કરવાના સ્વભાવવાળી વ્યકિતઓ પણ ધર્મતીર્થકર જ કહેવાય છે. તેથી મુગ્ધબુદ્ધિવાળા જીવોને માત્ર ધર્મતીર્થને કરનારા' વિશેષણથી આવા લોકોનો બોધ ન થાય તે માટે લોકનો...' વિશેષણ 20 મૂક્યું છે. શંકા :- ‘જિનો શબ્દ વધારાનો લાગે છે કારણ કે ઉપરોક્ત બે વિશેષણોવાળા જિન જ હોય છે. આમ ઉપરોક્ત બે વિશેષણોમાં જ “જિન” શબ્દ સમાઈ જતો હોવાથી વધારાનો લાગે છે. સમાધાન :- કુનયના મતને અનુસરનારાઓ પોતાના ધર્મપ્રણેતાઓને ઉપરોક્ત વિશેષણ 25 લગાડે છે. તેથી આવા ધર્મપ્રણેતાઓનો વ્યવચ્છેદ કરવા “જિન” શબ્દ મૂકેલ છે. કુનયના મતમાં સંભળાય છે - “ધર્મતીર્થને કરનારા એવા જ્ઞાનીઓ પરમપદને પામ્યા પછી પણ પોતાના તીર્થનો વિનાશ થતો જોઈને (તેને અટકાવવા) ફરી પાછા સંસારમાં આવે છે. IIT ” (ભાવાર્થ :આ શ્લોકમાં “ધર્મતીર્થને કરનારા' એમ વિશેષણ આપેલ છે, છતાં તીર્થનો વિનાશ થતો જોઈને પાછા આવે છે' આ વાક્ય તેમનામાં રાગ-દ્વેષની વિદ્યમાનતા સૂચવે છે. તેથી તેઓ જિન 30 કહેવાય નહીં, કારણ કે જેણે રાગ-દ્વેષને જીતી લીધા છે તે જ જિન કહેવાય છે. આમ માત્ર બે વિશેષણો મૂકો તો કેટલાક તે વિશેષણોથી કુનયમતને અનુસરનારાઓવડે કલ્પાયેલી આવા પ્રકારની વ્યક્તિઓ સમજી ન લે તે માટે “જિન” વિશેષણ મૂકેલ છે.) આ શ્લોકદ્વારા નક્કી થાય છે કે તેઓ રાગાદિને જીતનારા નથી, જો રાગાદિને જીતનારા હોય તો રાગ-દ્વેષરૂપ સંસારના
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy