SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રશસ્ત ભાવકર (નિ.-૧૦૭૪) * ૨૯ काल इति द्वारपरामर्श एव, कालकरो यो यस्मिन् भवति काले कुटिकादानादिः, द्विविधश्च भवति भावे, द्वैविध्यमेव दर्शयति - प्रशस्तस्तथाऽप्रशस्तश्चेति गाथार्थः ॥ १०७३॥ तत्राप्रशस्तपरित्यागेन प्रशस्तसद्भावादप्रशस्तमेवादाभिधित्सुराह— कलहकरो डमरकरो असमाहिकरो अनिव्वुइकरो अ । एसो उ अप्पसत्थो एवमाई मुणेयव्वो ॥१०७४॥ व्याख्या- आह-उक्तप्रयोजनसद्भावादुपन्यासोऽप्येवमेव किमिति न कृत इति, अत्रोच्यते, औसेवनयाऽयमेव प्रथमस्थाने कार्य इति ज्ञापनार्थं, तत्र कलहो - भण्डनं, ततश्चाप्रशस्तः कोपाद्यौदयिकभावतः, तत्करणशीलः कलहकर इति, एवं डमरादिष्वपि भावनीयं, नवरं वाचिकः कलहः, कायवाङ्मनोभिस्ताडनादिगहनं डमरं समाधानं समाधिः स्वास्थ्यं न समाधिरसमाधिः–अस्वास्थ्यनिबन्धना सा सा कायादिचेष्टेत्यर्थः, अनेनैव प्रकारेणानिर्वृतिरिति 10 एषोऽप्रशस्तः, तुशब्दस्यावधारणार्थत्वादेष एव जात्यपेक्षया न तु व्यक्त्यपेक्षयेति, अत આપવી વિગેરે તે કાળકર કહેવાય. ભાવને વિષે બે પ્રકારનો કર છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત. 11909311 1 અવતરણિકા - તેમાં અપ્રશસ્તના ત્યાગ દ્વારા પ્રશસ્તની પ્રાપ્તિ થતી હોવાથી પ્રથમ અપ્રશસ્ત ભાવકરને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ગાથાર્થ :- કલહકર, ડમરકર, અસમાધિકર અને અનિવૃત્તિકર વિગેરે આ અપ્રશસ્ત ભાવકર . જાણવા યોગ્ય છે. ટીકાર્થ :- શંકા :- (અવતરણિકામાં) કહેવાયેલ પ્રયોજનનો સદ્ભાવ હોવાથી (અર્થાત્ અપ્રશસ્તના ત્યાગથી જ પ્રશસ્તની પ્રાપ્તિ જો થતી હોય તો) ગા. ૧૦૭૩માં ‘અપ્રશસ્ત અને પ્રશસ્ત' પ્રમાણે પ્રથમ અપ્રશસ્તનો ઉપન્યાસ શા માટે ન કર્યો ? 5 15 20 સમાધાન :- પ્રથમ પ્રશસ્તનું જ આસેવન કરવા યોગ્ય છે એવું જણાવવા માટે (અર્થાત્ જોં કે અશુભ કર્મના વશથી કો'ક જીવ પાછળથી અપ્રશસ્ત ભાવને પણ સેવે છે, તો પણ મુમુક્ષુઓએ પ્રશસ્ત ભાવ જ સેવવા યોગ્ય છે - કૃતિ ટિપ્પળે એવું જણાવવા માટે) પૂર્વની ગાથામાં પ્રથમ પ્રશસ્તભાવ જણાવ્યો છે. હવે કલહ એટલે ઝઘડા કરવા, અને તે ક્રોધ વિગેરે ઔદિયકભાવથી થતો હોવાથી અપ્રશસ્ત છે. તે કલહને વારંવાર કરવાના સ્વભાવવાળો જે હોય 25 તે કલહકર. આ જ પ્રમાણેની વ્યાખ્યા ડમરાદિમાં પણ જાણવી. તેમાં તફાવત એટલો કે કલહ એ વાચિક છે, જ્યારે મન-વચન-કાયાથી મારવું વિગેરેથી યુક્ત ડમર કહેવાય. સમાધાન=સમાધિ અર્થાત્ ચિત્તનું સ્વાસ્થ્ય. તેનો નિષેધ તે અસમાધિ અર્થાત્ અસ્વાસ્થ્યના કારણભૂત એવી તે તે કાયાદિની ચેષ્ટા. એ પ્રમાણે અનિવૃત્તિ પણ જાણવી. (અર્થાત્ નિવૃત્તિ=શાંતિ, તેનો નિષેધ તે અનિવૃત્તિ, અર્થાત્ અશાંતિ=દુઃખ, દુઃખને ઉત્પન્ન કરનાર કાયાદિની ચેષ્ટા તે અનિવૃત્તિ.) આ અપ્રશસ્ત ભાવકર છે. તુ શબ્દ જકાર અર્થવાળો હોવાથી (આ ચાર જે ઉદાહરણરૂપે બતાવ્યા 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy