SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 ૩૬૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) मानादिष्वपि भावनीयम् एता एव क्षान्तिमार्द्दवार्जवमुक्तयो विशेष्यन्ते - ' जिनमतप्रधाना' इति जिनमते - तीर्थकरदर्शने कर्मक्षयहेतुतामधिकृत्य प्रधानाः २, प्राधान्यं चासामकषायं चारित्रं चारित्राच्च नियमतो मुक्तिरितिकृत्वा ततश्चैता आलम्बनानि - प्राग्निरूपितशब्दार्थानि, यैरालम्बनैः करणभूतैः शुक्लध्यानं समारोहति तथा च क्षान्त्याद्यालम्बना एव शुक्लध्यानं समासादयन्ति, नान्य इति गाथार्थः ॥ ६९ ॥ " व्याख्यातं शुक्लध्यानमधिकृत्याऽऽलम्बनद्वारं, साम्प्रतं क्रमद्वारावसरः, क्रमश्चाऽऽद्ययोधर्मध्यान एवोक्तः, इह पुनरयं विशेष: 25 तिहुयणविसयं कमसो संखिविउ मणो अणुंमि छमत्थो । झायइ सुनिप्पकंपो झाणं अमणो जिणो होइ ॥७०॥ व्याख्या-त्रिभुवनम्-अधस्तिर्यगूर्ध्वलोकभेदं तद्विषय: - गोचर: आलम्बनं यस्य मनस इंति યોગ:, તત્રિભુવનવિષયં ‘ક્ર્મશ:' મેળ પરિપાચા—પ્રતિવસ્તુપરિત્યાયનક્ષળયા ‘સંક્ષિપ્ય’ સામેવાળો આપણું કંઈક અનિષ્ટ કરશે અને એ વખતે ક્રોધ ઉદયમાં આવશે. ત્યારે પહેલેથી જ શુભભાવો ભાવવાદ્વારા તે સમયે આવનાર ક્રોધને અટકાવવો તે ઉદયનિરોધ.) (૨) ઉદયમાં આવેલ ક્રોધને નિષ્ફળ કરવો. (જેમ કે, કોઈએ કંઈક અનિષ્ટ-અનગમતું વર્તન કર્યું અને મનમાં 15 ક્રોધ જાગ્યો ત્યારે મનમાં તે સંબંધી આર્તધ્યાન કરવું, આંખો લાલ થવી, મોં બગડે, હોઠ કંપે, કડવા-કર્કશ શબ્દ બોલાય, હાથ મારવા ઉઠાવાય વિગેરે કશું ન થવા દેવું તે ઉદયમાં આવેલ ક્રોધનું નિષ્ફળીકરણ કહેવાય છે.) આ જ પ્રમાણે માનાદિમાં પણ વિચારી લેવું. આ જ ક્ષમા વિગેરે કેવા પ્રકારના છે ? તે કહે છે જિનમતમાં કર્મક્ષયની કારણતાને આશ્રયીને પ્રધાન છે (અર્થાત્ જિનમતમાં કર્મક્ષયનું ઉત્કૃષ્ટ કારણ આ ક્ષમા વિગેરે છે.) ક્ષમા 20 વિગેરે પ્રધાન છે એનું કારણ એ કે ચારિત્ર અકષાયરૂપ (ક્ષમાદિરૂપ) છે. અને તે ચારિત્રથી મુક્તિ=મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી આ ક્ષમા વિગેરે આલંબનરૂપ છે. આલંબનશબ્દનો અર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. આ કારણભૂત એવા આલંબનોવડે જીવ શુક્લધ્યાન ઉપર ચઢે છે. (અર્થાત્ શુક્લધ્યાનને પામે છે.) આ ક્ષમા વિગેરે આલંબનવાળાઓ જ શુક્લધ્યાનને પામે છે, બીજા કોઈ નહીં. ।।ધ્યા.—૬૯લી અવતરણિકા : શુક્લધ્યાનને આશ્રયીને આલંબનદ્વાર કહેવાયું. હવે ક્રમદ્વારનો અવસર છે અને શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોનો ક્રમ ધર્મધ્યાનમાં જ (ગા. ૪૪માં) કહ્યો છે. અહીં વળી આટલું વિશેષ જાણવું છે ગાથાર્થ :- છદ્મસ્થ એવો આત્મા ત્રિભુવનના વિષયવાળા મનને ક્રમશઃ સંકોચીને પરમાણુમાં સ્થાપિત કરીને સુનિશ્ચલ થયેલો ધ્યાન કરે છે. મનરહિત જિન (શુક્લધ્યાનના છેલ્લા બે ભેદોના ૩0 ધ્યાતા) છે. ટીકાર્થ : અધોલોક, તિર્હાલોક અને ઊર્ધ્વલોક એમ ત્રણ પ્રકારનું ત્રિભુવન એ છે વિષય જે મનનો તે મન ત્રિભુવનવિષયક કહેવાય છે. (અર્થાત્ ત્રણ ભુવનમાં રહેલા પદાર્થોનું ધ્યાન
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy