SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૩૬૦ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) રૂતિ થાર્થ: દુદ્દા उक्तं लेश्याद्वारम्, इदानी लिङ्गद्वारं विवृण्वन्नाह आगमउवएसाणाणिसग्गओ जं जिणप्पणीयाणं। भावाणं सद्दहणं धम्मज्झाणस्स तं लिंगं ॥७॥ ____ व्याख्या-इहागमोपदेशाज्ञानिसर्गतो यद् ‘जिनप्रणीतानां' तीर्थकरप्ररूपितानां द्रव्यादिपदार्थानां 'श्रद्धानम्' अवितथा एत इत्यादिलक्षणं धर्मध्यानस्य तल्लिङ्गं, तत्त्वश्रद्धानेन लिङ्ग्यते धर्मध्यायीति, इह चागमः-सूत्रमेव तदनुसारेण कथनम्-उपदेशः, आज्ञा त्वर्थः, निसर्गः-स्वभाव રૂતિ ગાથા: ૬૭ળા હિ – जिणसाहूगुणकित्तणसंसणाविणयदाणसंपण्णो । સુમસાનસંગમો થHજ્ઞાળો મુવ્યો ૬૮ व्याख्या 'जिनसाधुगुणोत्कीर्तनप्रशंसाविनयदानसम्पन्नः' इह जिनसाधवः-प्रतीताः, तद्गुणाश्च निरतिचारसम्यग्दर्शनादयस्तेषामुत्कीर्तनं-सामान्येन संशब्दनमुच्यते, प्रशंसा त्वहोश्लाघ्यतया વિશેષ જાણવા. (અર્થાત્ દરેક લેગ્યામાં તીવ્રાદિ પરિણામો હોય.) I ધ્યા-૬૬ો. અવતરણિકા : વેશ્યાદ્વાર પૂર્ણ થયું. હવે લિંગદ્વારનું વિવરણ કરતા કહે છે કે 15 ગાથાર્થ :- આગમથી, ઉપદેશથી, આજ્ઞાથી અને સ્વભાવથી જિનપ્રણીત એવા ભાવો ઉપરની જે શ્રદ્ધા તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. ટીકાર્થ : અહીં તીર્થકરવડે કહેવાયેલા દ્રવ્યાદિપદાર્થો ઉપર “તીર્થકરે જે કહ્યું છે તે બરાબર જ છે” આવા પ્રકારની આગમથી, ઉપદેશથી, આજ્ઞાથી કે સ્વાભાવિક રીતે જૈ શ્રદ્ધા પ્રગટ થાય છે, તે ધર્મધ્યાનનું ચિહ્ન છે, અર્થાત્ તત્ત્વશ્રદ્ધાવડે સામેવાળો જીવ ધર્મધ્યાતા છે એવું જણાય છે. 20 અહીં આગમ એટલે સૂત્ર જ, તેને અનુસાર જે કથન તે ઉપદેશ, આજ્ઞા એટલે પદાર્થ અને નિસર્ગ એટલે સ્વભાવ. (ભાવાર્થ: (૧) કોઈ જીવ સૂત્ર ભણે અને તેમાં કહેલ પદાર્થની શ્રદ્ધા થાય તે આગમથી શ્રદ્ધા. (૨) ઉપદેશથી–દેશના વિગેરેથી શ્રદ્ધા થાય. (૩) આજ્ઞાથી=માશાન્ત રૂતિ મારા અર્થાત્ જિનાગમથી જે જણાવાય તે આજ્ઞા જીવાદિપદાર્થો, એનાથી શ્રદ્ધા થાય એટલે કે તે પદાર્થોની સચોટ વ્યવસ્થા જાણીને શ્રદ્ધા થાય અથવા તીર્થકરોની પ્રશંસા કરવા દ્વારા શ્રદ્ધા 25 પ્રાપ્ત થાય તિ તીપિકાયાં. (૪) નિસર્ગથી=એમનેમ સ્વભાવથી જ કોઈને જિનપ્રણીત ભાવોની રૂચિ ઊભી થાય.) Iધ્યા.-૬થી વળી ર. ગાથાર્થ - જિન અને સાધુઓના ગુણોનું કીર્તન, તેની પ્રશંસા, વિનય અને દાનથી સંપન્ન તથા શ્રુત-શીલ અને સંયમમાં જે રત છે તે ધર્મધ્યાની જાણવો. ટીકાર્થ : જિન તીર્થકરો અને સાધુઓ બંને પ્રસિદ્ધ જ છે. નિરતિચાર સમ્યગ્દર્શન વિગેરે 30 તેમના ગુણો છે. તેમના આ ગુણોનું ઉત્કીર્તન એટલે કે સામાન્યથી તે તે ગુણોનું કથન કરવું. અને પ્રશંસા એટલે આશ્ચર્ય સાથે વખાણવા લાયક તરીકે ભક્તિપૂર્વક સ્તુતિ કરવી. (જેમ કે,
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy