________________
5
૨૪ *
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
प्रकाश्यं वस्त्वध्याह्रियते, यदा तु प्रभासते तदा स एव दीप्यत इति गृह्यते, 'भावोद्योतोद्योतो लोकालोकं प्रकाशयति' प्रकटार्थम्, अयं गाथार्थः ॥ १०६२ ॥
उक्त उद्योतः साम्प्रतं करमवसरप्राप्तमपि धर्मतीर्थकरानित्यत्र वक्ष्यमाणत्वाद्विहायेह धर्मं प्रतिपादयन्नाह
दुह दव्वभावधम्मो दव्वे दव्वस्स दव्वमेवऽहवा । तित्ताइसभावो वा गम्माइत्थी कुलिंगो वा ॥ १०६३॥
व्याख्या-धर्मो द्विविधः - द्रव्यधर्मो भावधर्मश्च, 'दव्वे दव्वस्स दव्वमेवऽहव' त्ति द्रव्य इति द्वारपरामर्शः, द्रव्यस्येति द्रव्यस्य धर्मो द्रव्यधर्मः, अनुपयुक्तस्य मूलगुणोत्तरगुणानुष्ठानमित्यर्थः, इहानुपयुक्तो द्रव्यमुच्यते, द्रव्यमेव वा धर्मो द्रव्यधर्मः धर्मास्तिकायः, 10 ' तित्ताइसहावो व' त्ति तिक्तादिर्वा द्रव्यस्वभावो द्रव्यधर्म इति, 'गम्माइत्थी कुलिंगो बत्ति गम्यादिधर्मः 'स्त्री'ति स्त्रीविषयः केषाञ्चिन्मातुलदुहिता गम्या केषाञ्चिदगम्येत्यादि, तथा ‘રુપ્તિો વા' વુતીધિધર્મો વા દ્રવ્યધર્મ કૃતિ ગાથાર્થ: ૫૦૬૩૫
પરિમિતક્ષેત્રમાં જ (રહેલા દ્રવ્યોને) પ્રકાશિત કરે છે અથવા (પોતે) પ્રકાશિત થાય છે. અહીં મૂળમાં આપેલ ‘પસ' શબ્દનો ‘પ્રકાશિત કરે છે' એવો અર્થ કરો ત્યારે ‘પ્રકાશ્ય વસ્તુ’ આ 15 શબ્દ બહારથી સમજી લેવો. (અર્થાત્ પ્રકાશ કરવા યોગ્ય વસ્તુને પ્રકાશિત કરે છે એમ અર્થ જાણવો.) અને ‘પ્રકાશિત થાય છે' એવો અર્થ કરો તો તે પોતે જ પ્રકાશિત થાય છે એવો અર્થ ગ્રહણ કરવો. જ્યારે ભાવોદ્યોત(=કેવલજ્ઞાન)નો પ્રકાશ લોકાલોકને પ્રકાશિત કરે છે.
||૧૦૬૨
અવતરણિકા :- ઉદ્યોત કહ્યો. હવે અવસરપ્રાપ્ત એવો પણ ‘કર' શબ્દ ‘ધર્મતીર્થંકર’ 20 શબ્દનો જ્યારે અર્થ કરશે તે સમયે કહેવાનો હોવાથી અત્યારે ‘કર’શબ્દને છોડી ધર્મનું પ્રતિપાદન કરતાં કહે છે
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- ધર્મ બે પ્રકારે છે - દ્રવ્યધર્મ અને ભાવધર્મ. તેમાં દ્રવ્યનો ધર્મ તે દ્રવ્યધર્મ અર્થાત્ અનુપયુક્ત એવા જીવનું મૂલગુણ અને ઉત્તરગુણનું અનુષ્ઠાન. મૂળમાં ‘દ્રવ્ય' શબ્દ 25 દ્રવ્યધર્મરૂપ દ્વારને જણાવનાર છે. (અનુપયુક્ત જીવનું અનુષ્ઠાન=ધર્મ તે દ્રવ્યધર્મ. એવું શા માટે? તે કહે છે કે) અહીં અનુપયુક્ત જીવ દ્રવ્ય તરીકે કહેવાય છે. (માટે તેનું અનુષ્ઠાન દ્રવ્યધર્મ કહેવાય છે.) અથવા દ્રવ્ય પોતે જ ધર્મ તે દ્રવ્યધર્મ. અહીં ધર્માસ્તિકાય એ દ્રવ્યધર્મ તરીકે જાણવો. અથવા કડવાશ વિગેરે દ્રવ્યનો જે સ્વભાવ તે દ્રવ્યધર્મ અથવા સ્ત્રીવિષયક ગમ્યાદિ જે ધર્મ તે દ્રવ્યધર્મ. કેટલાક સમાજમાં મામાની દીકરી સાથે લગ્ન થઈ શકે એવો રીવાજ છે, 30 કેટલાક સમાજમાં ન થઈ શકે. (આવો રીવાજ દ્રવ્યધર્મ જાણવો.) અથવા કુતીર્થિક્રોનો જે ધર્મ તે દ્રવ્યધર્મ જાણવો. ||૧૦૬૩।।