SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માસ્તિકાયાદિના ઉત્પાદાદિપર્યાયોનું ચિંતન (ધ્યા.—૫૨) पयोव्रतो न दद्ध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसव्रतो नोभे, तस्मात्तत्त्वं त्रयात्मकम् ॥२॥ " ततश्च धर्मास्तिकायो विवक्षितसमयसम्बन्धरूपापेक्षयोत्पद्यते तदनन्तरातीतसमयसम्बन्धरूपापेक्षया तु विनश्यति धर्मास्तिकायद्रव्यात्मना तु नित्य इति उक्तं च "सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्यो श्चित्यपचित्यो राकृ तिजातिव्यवस्थानात् 11811" आदिशब्दादगुरुलघ्वादिपर्यायपरिग्रहः, चशब्दः समुच्चयार्थ इति गाथार्थः ॥५२॥ * ૩૪૫ 5 किं च થાય છે અને બાપ એવો રાજા બંનેમાં સોનું કાયમી હોવાથી નથી શોક પામતો કે નથી આનંદ પામતો, પરંતુ મધ્યસ્થભાવ પામે છે. અહીં સોનું વસ્તુ એક હોવા છતાં ત્રણેને જે જુદી જુદી 10 લાગણીઓ થઈ તેના કારણ પણ જુદા જુદા માનવા પડે. તેથી એક જ વસ્તુ કળશરૂપે નાશ પામી તેથી એકને શોક થયો. એ જ વસ્તુ મુગટરૂપે ઉત્પન્ન થઈ માટે જ બીજા છોકરાને આનંદ થયો અને બંનેમાં સોનું સ્થિત જ હોવાથી રાજા મધ્યસ્થભાવ પામ્યો. આમ, જે હર્ષાદિ થાય તે સહેતુક થાય છે અને તે હેતુ ઉત્પાદાદ છે.) ‘મારે દૂધ જ લેવું’ એવા વ્રતવાળો પુરુષ દહીં ખાતો નથી. ‘દહીં જ લેવું’ એવા વ્રતવાળો 15 દૂધ ખાતો નથી. ‘અગોરસ જ લેવું' એવા વ્રતવાળો દૂધ-દહીં ઉભય ખાતો નથી. (કારણ કે ગોરસ દૂધરૂપ પણ છે અને દહીંરૂપ પણ છે. દૂધ હતું ત્યારે દહીં નહોતું, દહીં હતું ત્યારે દૂધ રહ્યું નથી. પણ ગોરસ તો દૂધ અને દહીં બંને અવસ્થામાં છે.) તેથી ગોરસાત્મક તત્ત્વ (ઉપલક્ષણથી દરેક સત્ વસ્તુ) ત્રયાત્મક છે. ૨’ (આ રીતે દરેક વસ્તુ ત્રયાત્મક છે) અને તેથી ધર્માસ્તિકાય પણ વિવક્ષિત સમયના સંબંધની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ વર્તમાન સમયે વર્તમાન સમયથી તે સંબદ્ધ થયું એટલે કે તે ધર્માસ્તિકાયદ્રવ્ય ઉત્પન્ન થયું કહેવાય.) તે વિવક્ષિતસમય પહેલાંના ભૂતકાળના સમય સાથેના સંબંધની અપેક્ષાએ (એટલે કે ભૂતકાળના સમય સાથે જે સંબંધ હતો તે નાશ પામવાથી) તે દ્રવ્ય નાશ પામે છે. તથા પોતે દ્રવ્યરૂપે બંને સમયે હાજર હોવાથી નિત્ય છે. 20 કહ્યું છે – “સર્વ વસ્તુરૂપ વ્યક્તિમાં (=સર્વ પદાર્થોમાં) દરેક ક્ષણે નિયત–એક ચોક્કસ 25 પ્રકારનું ભિન્નપણું આવે છે (એટલે કે દરેક વસ્તુ દરેક ક્ષણે બદલાયા કરે છે.) છતાં એ વસ્તુ જુદી નથી (એટલે કે સંપૂર્ણ બદલાતી નથી કારણ કે) વધા૨ો-ઘટાડો થવા છતાં તે વસ્તુનો આકાર અને તેની જાતિ કાયમી રહે છે. (અથવા બીજી રીતે અર્થ થઈ શકે કે આકૃતિ અને જાતિની એક ચોક્કસ વ્યવસ્થા છે એટલે કે આકાર બદલાય છે પણ જાતિ બદલાતી નથી. અને જાતિ બદલાતી ન હોવાથી વસ્તુ એની એ જ રહે છે.) ‘૩પ્પાયમિંશા’માં જે આદિશબ્દ છે 30 તેનાથી અગુરુલઘુ વિગેરે પર્યાયો ગ્રહણ કરવા. ‘’ શબ્દ સમુચ્ચય અર્થમાં જાણવો. (અર્થાત્ લક્ષણાદિ વિષયને વિચારે. અહીં વિચારવા માટેના જેટલા જુદા જુદા વિષયો આપ્યા છે તે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy