SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 * ' આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) चन्द्रकान्तादिलक्षणः परिगृह्यत इति गाथार्थः ॥ १०५९ ॥ नाणं भावज्जोओ जह भणियं सव्वभावदंसीहिं । तस्स उवओगकरणे भावुज्जोअं विआणाहि ॥ १०६०॥ ૨૨ व्याख्या-ज्ञायतेऽनेन यथावस्थितं वस्त्विति ज्ञानं तज्ज्ञानं भावोद्योतः घटाद्युद्योतनेन तद्गतायाः सम्यक्प्रतिपत्तेर्विश्वप्रतिपत्तेश्च भावात्, तस्य तदात्मकत्वादेवेति भावना, एतावता चाविशेषेणैव ज्ञानं भावोद्योत इति प्राप्तम्, अत आह-यथा भणितं सर्वभावदर्शिभिस्तथा यज्ज्ञानं, सम्यग्ज्ञानमित्यर्थः, पाठान्तरं वा 'यद्भणितं सर्वभावदर्शिभिरि 'ति, तदपि નાવિશેષેળોદ્યોત:, વિન્તુ ‘તસ્ય' જ્ઞાનોપયોને સતિ, ક્રિ ?, માવોદ્યોત વિનાનીહિ, नान्यदा, तदैव तस्य वस्तुतः ज्ञानत्वसिद्धेरिति गाथार्थः ॥ १०६० ॥ इत्थमुद्योतस्वरूपमभिधाय साम्प्रतं येनोद्योतेन लोकस्योद्योतकरा जिनास्तेनैव युक्तानुप दर्शयन्नाह જ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ચંદ્રકાંતાદિ મણિ, વીજળી એ બધા દ્રવ્યોઘોત છે. ૧૦૫૯ના ગાથાર્થ :- સર્વ ભાવોને જોનારા એવા સર્વજ્ઞ ભગવંતોવડે જે રીતે કહેવાયેલું છે. (તેવા પ્રકારનું) જ્ઞાન ભાવોદ્યોત છે. તેના ઉપયોગકરણમાં તું ભાવોદ્યોત જાણ. 15 ટીકાર્થ :- જેનાવડે યથાવસ્થિત વસ્તુ જણાય તે જ્ઞાન, આ જ્ઞાન તે ભાવોદ્યોત છે, કારણ કે ઘટનો બોધ કરાવા સાથે ઘટસંબંધી સમ્યગ્ બોધ અને સંપૂર્ણ બોધ કરાવે છે, કારણ કે તે જ્ઞાન સંપૂર્ણ બોધાત્મક જ છે. જો કે આનાથી તો અવિશેષણ=સામાન્યથી જ્ઞાન એ ભાવોદ્યોત છે એવું પ્રાપ્ત થાય છે. (અર્થાત્ મિથ્યા કે સમ્યગ્ એવો ભેદ પાડ્યા વિના સામાન્યથી જે જ્ઞાન હોય તે ભાવોદ્યોત એવો અર્થ પ્રાપ્ત થાય, પરંતુ મિથ્યાજ્ઞાન ભાવોદ્યોત તરીકે ઇષ્ટ નથી.) તેથી 20 ખુલાસો કરે છે કે - સર્વ ભાવોને જોનારા એવા સર્વજ્ઞ ભગવંતોવડે જે રીતે કહેવાયેલું છે, તેવા પ્રકારના જ્ઞાનને એટલે કે સમ્યગ્ જ્ઞાનને (તું ભાવોદ્યોત જાણ એમ સંબંધ જોડવો.) અથવા પાઠાન્તર જણાવે છે કે- “સર્વ ભાવ જાણનારા સર્વજ્ઞોવડે જે જ્ઞાન જણાવાયું છે તે (ભાવોદ્યોત છે)” (પૂર્વે ‘યથા મખિતં’ પાઠ છે, અને અહીં ‘યદ્ ખિત’ પાઠ છે. આટલો જ પાઠાન્તર છે.) જો કે સામાન્યથી આ જ્ઞાન પણ ભાવોઘોત નથી. (અર્થાત્ ક્ષયોપશમરૂપ - લબ્ધિરૂપ 25 જ્ઞાન એ ભાવોદ્યોત નથી.) પરંતુ તે સમ્યજ્ઞાનના ઉપયોગમાં તું ભાવોદ્યોત જાણ, તે સિવાય નહીં. (અર્થાત્ સમ્યજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો જ તે જ્ઞાન વસ્તુસમૂહનો યથાવસ્થિત બોધ કરાવે છે, તે સિવાય નહીં.) કારણ કે ત્યારે જ=ઉપયોગ કરવામાં આવે ત્યારે જ તે જ્ઞાન જ્ઞાન તરીકે કહેવાય છે. તેથી જ્ઞાનનો ઉપયોગ એ ભાવોદ્યોત છે. ૧૦૬૦ અવતરણિકા :- આ પ્રમાણે ઉદ્યોતનું સ્વરૂપ કહીને હવે (દ્રવ્ય અને ભાવ આ બેમાંથી) 30 જે ઉદ્યોતવડે જગતનો ઉદ્યોતકરનારા જિનેશ્વરો છે, તે ઉદ્યોતવડે જ યુક્ત જિનેશ્વરોને દેખાડતા કહે છે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy