SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવચન નહીં સમજવાના કારણો (ધ્યા–૪૭) * ૩૩૫ कारणसमुच्चयार्थः, अपिशब्दः क्वचिदुभयवस्तूपपत्तिसम्भावनार्थः, तथा 'ज्ञेयगहनत्वेन च' तत्र ज्ञायत इति ज्ञेयं-धर्मास्तिकायादि तद्गहनत्वेन-गह्वरत्वेन, चशब्दोऽबोध एव तृतीयकारणसमुच्चयार्थः, तथा 'ज्ञानावरणोदयेन च' तत्र ज्ञानावरणं प्रसिद्धं तदुदयेन तत्काले तद्विपाकेन, चशब्दश्चतुर्थाबोधकारणसमुच्चयार्थः, अत्राह-ननु ज्ञानावरणोदयादेव मतिदौर्बल्यं तथा तद्विधाचार्यविरहो ज्ञेयगहनप्रतिपत्तिश्च, ततश्च तदभिधाने न युक्तममीषामभिधानमिति, न, तत्कार्यस्यैव 5 संक्षेपविस्तरत उपाधिभेदेनाभिधानादिति गाथार्थः ॥४७॥ द्वितीयगाथाया व्याख्या-तत्र हिनोति-गमयति जिज्ञासितधर्मविशिष्टानानिति हेतुः-कारको ક્રમના કારણનો સમુચ્ચય કરવા માટે છે. ઉપ શબ્દ કોઈક સ્થાને મતિદુર્બળતા અને આચાર્યવિરહ બંને હોવાની સંભાવના જણાવે છે. તથા “રેય દિનત્વેન ’ તેમાં જે (જ્ઞાનવડે) જણાય તે જોય એટલે ધર્માસ્તિકાય વિગેરે 10 જાણવા યોગ્ય વસ્તુ. આ ધર્માસ્તિકાયાદિ સમજવામાં અઘરા હોવાથી (સમજાય નહીં...) ૨ શબ્દ અબોધના ત્રીજા કારણનો સમુચ્ચય કરનાર છે તથા જ્ઞાનાવરણના ઉદયથી એટલે કે બોધ સમયે જ જ્ઞાનાવરણના ઉદયથી (પદાર્થ સમજાય નહીં...) = શબ્દ ચોથા અબોધકારણનો સમુચ્ચય કરનાર છે. (ટૂંકમાં અતિદુર્બળતા વિગેરે ચાર કારણોને કારણે આજ્ઞામાં=જિનવચનમાં કહેલ પદાર્થ સમજાતો ન હોય ત્યારે શું કરવું ? તે આગળ જણાવશે.), 15 શંકા : જ્ઞાનાવરણના ઉદયથી જ મતિદુર્બળતા, તેવા પ્રકારના આચાર્યનો અભાવ અને શેયની ગહનતાની પ્રાપ્તિ થાય છે. તેથી માત્ર જ્ઞાનાવરણના ઉદયનું કથન કરવું એ જ યુક્ત છે બીજા મતિદુર્બળતા વિગેરે કારણો કહેવાની જરૂર નથી. ના સમાધાન ના એવું નથી. અહીં જ્ઞાનાવરણના ઉદયના કાર્યનું જ સંક્ષેપથી અને વિસ્તારથી ઉપાધિભેદે કથન કરેલું હોવાથી મતિદુર્બળતાદિનું કથન પણ યુક્તિયુક્ત છે. (આશય એ છે કે 20 - જ્ઞાનાવરણના ઉદયનું કાર્ય ફલ જ અહીં કારણ તરીકે બતાવવું છે. પરંતુ તે સંક્ષેપથી અને વિસ્તારથી એમ બે પ્રકારે. તેમાં સંક્ષેપથી જ્ઞાનાવરણના ઉદયથી થતું અજ્ઞાન એ જિનવચનને નહીં સમજવામાં કારણભૂત છે. જયારે વિસ્તારથી વિચારવું હોય ત્યારે ઉપાધિભેદે કારણભેદ પડે. જેમ જેમ ઉપાધિ=સંયોગો જુદા જુદા તેમ તેમ કારણો જુદા જુદા પડે. અહીં મતિદુર્બળતા વિગેરેને કારણે અજ્ઞાન પ્રાપ્ત થાય છે તેથી મતિદુર્બળતા વિગેરે ઉપાધિઓ છે. તેથી કોઈને 25 મતિમંદતાદ્વારા, તો કોઈને આચાર્યવિરહ દ્વારા, ત્યારે ક્યાંક શેયની ગહનતાદ્વારા જ્ઞાનાવરણનો ઉદય કામ કરે છે. ટૂંકમાં જ્ઞાનાવરણનો ઉદય કેવી રીતે ઉપાધિઓને, સંયોગોને લાવવા દ્વારા કામ કરે છે તે જણાવવા મતિદુર્બળતાદિનું કથન અષ્ટ છે.) Iધ્યા.-૪૭ બીજી ગાથાનો અર્થ :- જાણવા માટે ઇચ્છાયેલ એવા ધર્મોથી યુક્ત અર્થોને જે જણાવે તે હતુ. આ હેતુ બે પ્રકારે છે – કારકતુ (ઘટ પ્રત્યે માટી એ કારકહેતુ છે.) અને વ્યંજકહેતુ 30 (ધૂમાડો એ અગ્નિનો વ્યંજક હોવાથી એટલે કે જણાવનાર હોવાથી વ્યંજક હેતુ છે.)
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy