SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) व्याख्या-सुष्ठ-अतीव निपुणा-कुशला सुनिपुणा ताम्, आज्ञामिति योगः, नैपुण्यं पुनः सूक्ष्मद्रव्याधुपदर्शकत्वात्तथा मत्यादिप्रतिपादकत्वाच्च, उक्तं च મૈંયનાખifમ ને ઇU, વર્તે તયપાંતર / . अप्पणो सेसगाणं च, जम्हा तं परिभावगं ॥१॥" इत्यादि, इत्थं सुनिपुणां ध्यायेत्, तथा 'अनाद्यनिधनाम्' अनुत्पन्नशाश्वतामित्यर्थः, अनाद्यनिधनत्वं च द्रव्याद्यपेक्षयेति, उक्तं च "द्रव्यार्थादेशादित्येषा द्वादशाङ्गी न कदाचिन्नासीदि"त्यादि, तथा 'भूतहिता 'मिति इह भूतशब्देन प्राणिन उच्यन्ते तेषां हितांपथ्यामिति भावः, हितत्वं पुनस्तदनुपरोधिनीत्वात्तथा हितकारिणीत्वाच्च, उक्तं च–'सर्वे जीवा न हन्तव्या' इत्यादि, एतत्प्रभावाच्च भूयांसः सिद्धा इति, 'भूतभावनाम्' इत्यत्र भूतं-सत्यं 10 भाव्यतेऽनयेति भूतस्य वा भावना भूतभावना, अनेकान्तपरिच्छेदात्मिकेत्यर्थः, भूतानां वा ટીકાર્થ : અત્યંત કુશલ એવી આજ્ઞા (=ભગવાનના વચનો), અહીં આજ્ઞા એ સૂક્ષ્મદ્રવ્ય વિગેરેને જણાવનારી હોવાથી તથા મતિજ્ઞાન વિગેરેનું પ્રતિપાદન કરનારી હોવાથી અત્યંત નિપુણ છે. કહ્યું છે – “કેવલજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનમાં નિપુણતા વધારે છે, કારણ કે તે શ્રુતજ્ઞાને પોતાને અને શેષ મતિ વિગેરે જ્ઞાનોને જણાવનારું છે.” આવા પ્રકારે સુનિપુણ એવી આજ્ઞાનું ધ્યાન 15 ધરે. (અર્થાત્ જિનવચનોમાં રહેલી નિપુણતાને વિચારે.) તથા કદી ઉત્પન્ન ન થયેલી (અનાદિ) એવી શાશ્વત (અનંત) આજ્ઞાનું ધ્યાન ધરે. આ આજ્ઞા દ્રવ્ય વિગેરેની અપેક્ષાએ શાશ્વત જાણવી. કહ્યું છે – “દ્રભાસ્તિકનયના મતે આ દ્વાદશાંગી (=આજ્ઞા=જિનવચન) ક્યારેય ન હતી. છે નહીં કે હશે નહીં એવું બનતું નથી.” (આશય એ છે કે જિનવચનનો વિષય ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય વિગેરે છે અને આ દ્રવ્ય ક્યારેય ઉત્પન્ન થયું 20 નથી કે નાશ પામવાનું નથી. તેથી તે દ્રવ્ય શાશ્વત છે. તેની અપેક્ષાએ આજ્ઞા પણ શાશ્વત છે. એટલે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું સ્વરૂપ જણાવતું જિનવચન પણ શાશ્વત જ છે કારણ કે ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ ત્રિકાળમાં ક્યારેય બદલાવાનું નથી.) તથા ભૂતો માટે હિતકર, અહીં ભૂતશબ્દથી જીવો ગ્રહણ કરવા. તે જીવોને પથ્ય (એવી આજ્ઞાનું ધ્યાન ધરે.) આ જિનવચન જીવોને પીડા કરનારું ન હોવાથી અને હિતકરનારું હોવાથી 25 જીવો માટે હિતકર છે. કહ્યું છે – સર્વ જીવો હણવા યોગ્ય નથી... વિગેરે. અને આવા જિનવચનોના પ્રભાવથી ઘણા જીવો સિદ્ધ થયા છે. (આમ આ જિનવચન જીવોને કેવી રીતે હિતકર છે ? વિગેરેનું ધ્યાન ધરે.) તથા ભૂતભાવનારૂપ આજ્ઞાનું ધ્યાન ધરે. અહીં ભૂત એટલે સત્ય. આ સત્ય જેના વડે વિચારાય તે ભૂતભાવના અથવા સત્યની ભાવના તે ભૂતભાવના અર્થાત્ અનેકાન્તના બોધરૂપ 30 એવી આજ્ઞા. (એટલે કે અનેકાન્તરૂપ સત્યને જણાવનારી આ આજ્ઞા છે એ રીતે ધ્યાન ધરે.) ३१. श्रुतज्ञाने नैपुण्यं केवले तदनन्तरम् । आत्मनः शेषकाणां च, यस्मात्तत् परिभावकम् (प्रकाशकम्) ll
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy