SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ધ્યાન માટેના વિષયો (ધ્યા–૪૫) * ૩૨૭ व्याख्या-ध्यान-प्राग्निरूपितशब्दार्थं तस्य प्रतिपत्तिक्रम इति समासः, प्रतिपत्तिक्रमःप्रतिपत्तिपरिपाट्यभिधीयते, स च भवति मनोयोगनिग्रहादिः, तत्र प्रथमं मनोयोगनिग्रहः ततो वाग्योगनिग्रहः ततः काययोगनिग्रह इति, किमयं सामान्येन सर्वथैवेत्थम्भूतः क्रमो ?, न, किन्तु भवकाले केवलिनः, अत्र भवकालशब्देन मोक्षगमनप्रत्यासन्नः अन्तर्मुहूर्तप्रमाण एव शैलेश्यवस्थान्तर्गतः परिगृह्यते, केवलमस्यास्तीति केवली तस्य, शुक्लध्यान एवायं क्रमः, 5 शेषस्यान्यस्य धर्मध्यानप्रतिपत्तुर्योगकालावाश्रित्य किं ?–'यथासमाधिने ति यथैव स्वास्थ्यं भवति तथैव प्रतिपत्तिरिति गाथार्थः ॥४४॥ गतं क्रमद्वारम्, इदानीं ध्यातव्यमुच्यते, तच्चतुर्भेदमाज्ञादिः, उक्तं च-"आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्म्यम्" (तत्त्वार्थे अ० ९, सू० ३७) इत्यादि, तत्राऽऽद्यभेदप्रतिपादनायाह सुनिउणमणाइणिहणं भूयहियं भूयभावणमहग्छ । अमियमजियं महत्थं महाणुभावं महाविसयं ॥४५॥ ટીકાર્થ : “ધ્યાન' શબ્દનો અર્થ પૂર્વે જણાવેલ છે. તે ધ્યાનની પ્રાપ્તિનો ક્રમ એ પ્રમાણે સમાસ જાણવો. પ્રતિપત્તિક્રમ એટલે પ્રાપ્તિનો ક્રમ, અને તે પ્રાપ્તિનો ક્રમ મનોયોગનો નિગ્રહ વિગેરે જાણવો. તેમાં પ્રથમ મનોયોગનો નિગ્રહ થાય, ત્યાર પછી વચનયોગનો નિગ્રહ અને પછી કાયયોગનો નિગ્રહ. : શંકા : શું બધાને સામાન્યથી આ પ્રમાણેનો જ હંમેશા ક્રમ હોય છે ? સમાધાન : ના, ભવના અંત સમયે કેવલિભગવંતોને જ આ પ્રમાણેનો ક્રમ જાણવો. અહીં ભવકાલશબ્દથી મોક્ષમાં જવા માટેનો અત્યંત નજીકનો અંતર્મુહૂર્ત પ્રમાણ જ શૈલેશીઅવસ્થાસંબંધી કાલ ગ્રહણ કરવો. (અર્થાત્ આયુષ્યનો છેલ્લો અંતર્મુહૂર્તપ્રમાણ કાલ ગ્રહણ કરવો.) કેવલજ્ઞાન છે જેમને તે કેવલી તેમને શુક્લધ્યાનમાં આ ક્રમ જાણવો. (અર્થાત્ ઉપરોક્ત 20 જે ક્રમ કહ્યો તે કેવલિભગવંતને શુક્લધ્યાનના છેલ્લા બે ભેદનો ક્રમ કહ્યો.) - કેવલિભગવંત સિવાય અન્ય કે જેઓ ધર્મધ્યાનને (અને શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોને) સ્વીકારનારા છે. તેઓનો ક્રમ યોગ અને કાલને આશ્રયીને શું છે? તો જે રીતે (જે કાલે) મનવચન-કાયાનું સ્વાગ્યે થાય તે રીતે (તે કાલે) ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. (અને આગળ જતાં શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોની પ્રાપ્તિ થાય છે.) ધ્યા.-૪૪ || અવતરણિકા : કમદ્વાર પૂર્ણ થયું. હવે ધ્યાતવ્ય (=ધ્યાનનો વિષય) કહેવાય છે. તે આજ્ઞા વિગેરે ચાર પ્રકારનું છે. કહ્યું છે – “(૧) આજ્ઞાવિચય (વિચ=ચિંતન) (૨) અપાયરિચય (૩) વિપાકવિચય (૪) સંસ્થાનવિચય. આ ચાર પ્રકારે ધર્મધ્યાન છે. તેમાં પ્રથમ આજ્ઞાવિયનામનો પ્રથમભેદ પ્રતિપાદન કરવા માટે કરે છે કે ગાથાર્થ:- સુનિપુણ, અનાદિ અનંત, જીવોને હિતકારી, અનેકાન્તદેશિકી, અમૂલ્ય, અપરિમિત, 30 અજિત, મહા-અર્થવાળી, અત્યંત પ્રભાવશાળી, મહાવિષયવાળી (એવી આજ્ઞાનું મુનિ ધ્યાન ધરે.) 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy