SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનું સ્વરૂપ (ધ્યા.—૪૫) सत्त्वानां भावना भूतभावना, भावना वासनेत्यनर्थान्तरम्, उक्तं च "कूरावि सहावेणं रागविसवसाणुगावि होऊणं । भावियजिणवयणमणा तेलुक्कसुहावहा होति ॥ १॥" श्रूयन्ते च चिलातीपुत्रादय एवंविधा बहव इति, तथा 'अनर्घ्याम्' इति सर्वोत्तमत्वाद विद्यमानमूल्यामिति भावः, उक्तं च " सव्वेऽवि य सिद्धता सदव्वरयणासया सतेलोक्का । जिणवयणस्स भगवओ न मुलमित्तं अणग्घेणं ॥१॥" तथा स्तुतिकारेणाप्युक्तम् * ૩૨૯ "कल्पद्रुमः कल्पितमात्रदायी, चिन्तामणिश्चिन्तितमेव दत्ते । जिनेन्द्रधर्मातिशयं विचिन्त्य, द्वये हि लोको लघुतामवैति ॥ १ ॥ " इत्यादि, अथवा " ऋणघ्ना मित्यत्र ऋणं कर्म तद्घनामिति, उक्तं च 5 ३२. क्रूरा अपि स्वभावेन रागविषवशानुगा अपि भूत्वा । भावितजिनवचनमनसस्त्रैलोक्यसुखावहा भवन्ति ॥१॥ ३३. सर्वेऽपि च सिद्धान्ताः सद्रव्यरत्नाश्रयाः सत्रैलोक्या: । जिनवचनस्य भगवतो न मूल्यमात्रમનર્વે( ઈન્વેન) " 10 અથવા ભૂત એટલે જીવો. તેઓની જે ભાવના તે ભૂતભાવના. અહીં ભાવના બોલો કે વાસના (સંસ્કાર) બોલો એક જ અર્થ છે. (તેથી આ જિનવચન એ જીવો માટે વાસનાસ્વરૂપ છે જેનાથી વાસિત=ભાવિત મનવાળા જીવો પોતાનું આત્મકલ્યાણ કરે છે.) કહ્યું છે – “સ્વભાવથી ક્રૂર અને રાગરૂપ વિષને આધીન થયેલા એવા પણ જીવો જિનવચનથી ભાવિતમનવાળા થઈને ત્રણ 15 લોકના સુખને પામનારા થાય છે. ૧॥” અને ચિલાતીપુત્ર વિગેરે ઘણા બધાં જીવો (સ્વભાવથી ક્રૂર વિગેરે હોવા છતાં જિનવચનથી ભાવિત થઈને) સુખને પામનારા સંભળાય છે. તથા આ જિનવચનરૂપ આજ્ઞા સર્વમાં ઉત્તમ હોવાથી મૂલ્ય વિનાની એટલે કે અમૂલ્ય છે (એમ વિચારે.) કહ્યું છે “રન વિગેરે કિંમતી દ્રવ્યોવાળા મોટા રત્નાકરો અને ત્રણલોક સહિત સર્વ ઈતર શાસ્ત્રો ભગવાન એવા જિનવચનનું મૂલ્ય આંકી શકતા નથી, કારણ કે 20 જિનવચન અમૂલ્ય છે. (ટૂંકમાં કિંમતી એવા રત્નોના ઢગલા અને તે સિવાય ત્રણલોકમાં જેટલો પણ ધનવૈભવ છે તથા ઈતર શાસ્ત્રોની જેટલી કિંમત ઉપજે તે બધું ભેગું કરે તો પણ જિનવચનનું મૂલ્ય આંકી શકાય નહીં.) ||૧|| તથા સ્તુતિકારે પણ કહ્યું છે “કલ્પવૃક્ષ કલ્પિત વસ્તુને જ આપનાર છે, ચિંતામણિ ચિંતિત વસ્તુને જ આપે છે. લોક (–બુદ્ધિશાળી વર્ગ) જિનેન્દ્રધર્મના પ્રભાવને વિચારીને બંનેમાં=કલ્પવૃક્ષ અને ચિંતામણિમાં લઘુતાને જુએ છે. (અર્થાત્ જિનેન્દ્રધર્મના 25 પ્રભાવને જ્યારે લોક વિચારે છે ત્યારે જિનેન્દ્રધર્મની અપેક્ષાએ કલ્પવૃક્ષ અને ચિંતામણિ બંને હીન લાગે છે, કારણ કે તે ધર્મ અર્ચિત્ત્વને પણ આપે છે.) ૧” - અથવા ‘અĒ શબ્દનો અર્થ ઋણઘ્ન જાણવો. ઋણ એટલે કર્મ. તેને હણનાર એવું આ 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy