SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ધ્યાન માટેનો સમય અને આસન (ધ્યા–૩૯) * ૩૨૩ व्याख्या-कलनं कालः कलासमूहो वा कालः, स चार्द्धतृतीयेषु द्वीपसमुद्रेषु चन्द्रसूर्यगतिक्रियोपलक्षितो दिवसादिरवसेयः, अपिशब्दो देशानियमेन तुल्यत्वसम्भावनार्थः, तथा चाहकालोऽपि स एव, ध्यानोचित इति गम्यते, 'यत्र' काले 'योगसमाधानं' मनोयोगादिस्वास्थ्यम् ‘ઉત્ત' પ્રથાને ‘તમને' પ્રગતિ, “ તુ' ને પુનર્નવ વા, તુરબ્દસ્થ પુન:શબ્દાર્થત્વાવાર્થत्वाद्वा, किं ?-दिवसनिशावेलादिनियमनं ध्यायिनो भणितमिति, दिवसनिशे प्रतीते, वेला 5 सामान्यत एव तदेकदेशो मुहूर्तादिः, आदिशब्दात् पूर्वाह्नापराह्रादि वा, एतन्नियमनं दिवैवेत्यादिलक्षणं, ध्यायिनः सत्त्वस्य भणितम्-उक्तं तीर्थकरगणधरैनैवेति गाथार्थः ॥३८॥ गतं कालद्वारं, साम्प्रतमासनविशेषद्वारं व्याचिख्यासयाऽऽह जच्चिय देहावस्था जिया ण झाणोवरोहिणी होइ । झाइज्जा तदवत्थो ठिओ निसण्णो निवण्णो वा ॥३९॥ व्याख्या-इहैव या काचिद् ‘देहावस्था' शरीरावस्था निषण्णादिरूपा, किं ?–'जिता' इत्यभ्यस्ता उचिता वा, तथाऽनुष्ठीयमाना 'न ध्यानोपरोधिनी भवति' नाधिकृतधर्मध्यानपीडाकरी ટીકાર્થ જાણવું તે કાલ અથવા કલાઓનો સમૂહ તે કાલ. અહીં અઢીદ્વીપમાં ચન્દ્ર, સૂર્યની ગતિરૂપ ક્રિયાથી જણાતો દિવસ વિગેરે કાલ તરીકે જાણવો. “પિ' શબ્દ દેશના અનિયમ સાથે કાલની તુલ્યતા જણાવનાર છે. (અર્થાત્ જેમ દેશનો કોઈ નિયમ નથી, તેમ કાલનો પણ કોઈ 15 નિયમ નથી.) આ જ વાતને કહે છે કે – કાલ પણ તે જ ધ્યાન માટે ઉચિત છે, જે કાલમાં મનોયોગાદિનું ઉત્તમ સ્વાથ્ય ધ્યાતા પ્રાપ્ત કરે છે. “ તું અહીં તુ શબ્દ પુનઃ શબ્દના અર્થવાળો અથવા જનાર અર્થવાળો હોવાથી પુનઃ અથવા “નવ’ એ પ્રમાણે અર્થ જાણવો. તેથી (મનોયોગાદિનું જે કાલમાં ઉત્તમ સ્વાથ્ય પ્રાપ્ત થાય તે જ કાલ ઉચિત છે, પરંતુ આ સિવાય) કોઈ ચોક્કસ દિવસ, રાત્રિ કે વેળાનો નિયમ ધ્યાની માટે તીર્થકરાદિઓવડે કહ્યો નથી. અહીં 20 દિવસ અને રાત્રિનો અર્થ પ્રસિદ્ધ જ છે. વેળા એટલે સામાન્યથી જ દિવસ કે રાત્રીનો એક દેશ એવો મુહૂર્ત વિગેરે. આદિશબ્દથી દિવસનો પૂર્વ ભાગ કે પાછલો ભાગ જાણવો. આ બધાનો નિયમ એટલે દિવસે જ ધ્યાન કરવું અથવા રાત્રીએ જ ધ્યાન કરવું વિગેરે. આવા પ્રકારનો નિયમ ધ્યાતા માટે તીર્થંકર-ગણધરોવડે કહેવાયો નથી. ધ્યા–૩૮માં અવતરણિકા : કાલદાર કહ્યું. હવે આસનવિશેષ નામના દ્વારને કહેવાની ઇચ્છાથી કહે 25 ગાથાર્થ :- જે દેહની અવસ્થા ઉપર જીત મેળવેલી છે તથા જે દેહાવસ્થા ધ્યાનને બાધા કરનારી નથી. તે અવસ્થામાં એટલે કે ઊભેલો, બેઠેલો કે આડો પડેલો મુનિ ધ્યાન ધરે. ટીકાર્થ : અહીં જ જે કોઈ બેસવા વિગેરે રૂપ દેહની અવસ્થા વારંવાર અભ્યસ્ત કરાયેલી હોય અથવા ધ્યાન માટે ઉચિત હોય, તથા કરાતી એવી તે અવસ્થા અધિકૃત એવા ધર્મધ્યાનને 30 પીડા કરનારી ન હોય તો તે અવસ્થાવાળો મુનિ ધ્યાન કરે. (ટૂંકમાં શરીર જે અવસ્થામાં લાંબો
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy