SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) गम्यते, परेषां द्रव्यं २ सचित्तादि तद्विषयं हरणचित्तं परद्रव्यहरणचित्तं, तदेव विशेष्यते-किम्भूतं तदित्यत आह-परलोकापायनिरपेक्ष 'मिति, तत्र परलोकापाया:-नरकगमनादयस्तन्निरपेक्षमिति નાથાર્થ: મારા. उक्तस्तृतीयो भेदः, साम्प्रतं चतुर्थं भेदमुपदर्शयन्नाह सद्दाइविसयसाहणधणसारक्खणपरायणमणिटुं । सव्वाभिसंकणपरोवघायकलुसाउलं चित्तं ॥२२॥ व्याख्या शब्दादयश्च ते विषयाश्च शब्दादिविषयास्तेषां साधनं कारणं शब्दादिविषयसाधनं, तच्च तद्धनं च शब्दादिविषयसाधनधनं तत्संरक्षणे-तत्परिपालने परायणम्-उद्युक्तमिति विग्रहः, तथाऽनिष्ट-सतामनभिलषणीयमित्यर्थः, इदमेव विशेष्यते-सर्वेषामभिशङ्कनेनाकुलमिति संबध्यते10 न विद्मः कः किं करिष्यतीत्यादिलक्षणेन, तस्मात्सर्वेषां यथाशक्त्योपघात एवं श्रेयानित्येवं परोपघातेन च, तथा कलुषयन्त्यात्मानमिति कलुषा:-कषायास्तैश्चाकुलं-व्याप्तं यत् तत् तथोच्यते, चित्तम्-अन्तःकरणं, प्रकरणाद्रौद्रध्यानमिति गम्यते, इह च शब्दादिविषयसाधनं धनविशेषणं किल श्रावकस्य चैत्यधनसंरक्षणे न रौद्रध्यानमिति ज्ञापनार्थमिति गाथार्थः ॥२२॥ જે સચિત્તાદિ દ્રવ્ય તે પરદ્રવ્ય. તવિષયક એવું જે હરણચિત્ત તે પરદ્રવ્યહરણચિત્ત. તે ચિત્ત જ 15 વિશેષિત કરે છે કે તે ચિત્ત કેવા પ્રકારનું છે? તે કહે છે – પરલોકના જે નરકગમન વિગેરે નુકસાનો છે તેનાથી નિરપેક્ષ (=તેની ચિંતા વિનાનું આ ચિત્ત રૌદ્રધ્યાન છે એમ અન્વય જોડવો.) ધ્યા.-૨૧|| અવતરણિકા : ત્રીજો ભેદ કહ્યો. હવે ચોથાભેદને જણાવતા કહે છે ગાથાર્થ :- શબ્દાદિવિષયોના કારણભૂત એવા ધનનું સંરક્ષણ કરવામાં તત્પર, અનિષ્ટ, 20 સર્વ જીવો પ્રત્યેની શંકા, પરોપઘાત અને કષાયથી વ્યાપ્ત એવું ચિત્ત (એ રૌદ્રધ્યાન છે.) ટીકાર્થ : શબ્દ વિગેરે વિષયોનું જે કારણ તે શબ્દાદિવિષયસાધન. એવું જે ધન તે શબ્દાદિવિષયોના કારણભૂત ધન. તે ધનના પરિપાલનમાં પ્રયત્નવાળું તથા સજ્જનોને અનિચ્છનીય (એવું ચિત્ત.) આ ચિત્ત જ વળી કેવા પ્રકારનું છે, તે જણાવે છે – સર્વ જીવો પ્રત્યે શંકાથી વ્યાપ્ત એવું આ ચિત્ત છે અને એ પ્રમાણે “સબૂમ.. શબ્દના અંતે રહેલ માત્ર શબ્દ અહીં 25 જોડવો, અર્થાત્ કયો જીવ ક્યારે શું કરી બેસે ? તે આપણે જાણતા નથી. આવા પ્રકારની સર્વ જીવો માટેની શંકાથી વ્યાપ્ત એવું આ ચિત્ત લેવું. આવા પ્રકારની શંકા હોવાથી જ “યથાશક્તિ સર્વ જીવોનો ઉપઘાત=નાશ કરવો એ જ કલ્યાણકારી છે” આવા પ્રકારના પરોપઘાતથી (=પરોપઘાતક વિચારોથી) વ્યાપ્ત એવું ચિત્ત તથા જે આત્માને કલુષિત કરે તે કલુષો એટલે કે કષાયો અને તે કષાયોથી વ્યાપ્ત જે ચિત્ત તે 30 સર્વાભિસંકણપરોપઘાતકલુસવ્યાકુલ ચિત્ત કહેવાય છે. આવું ચિત્ત રૌદ્રધ્યાન છે. અહીં શબ્દાદિવિષયનું કારણ એ પ્રમાણે જે ધનનું વિશેષણ આપ્યું છે તે જો શ્રાવક ચૈત્યસંબંધી ધનનું સંરક્ષણ કરે તો તે સંરક્ષણ કરવા માટેની વિચારણા એ રૌદ્રધ્યાન નથી એવું જણાવવા માટે કહ્યું
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy