SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાનનો ત્રીજો ભેદ (ધ્યા.—૨૧) * ૩૦૭ वञ्चनाप्रवृत्तस्यं, अनेनाशेषेष्वपि प्रवृत्तिमप्याह, तथा 'प्रच्छन्नपापस्य' कूटप्रयोगकारिणस्तस्यैव, अथवा धिग्जातिककुतीर्थिकादेरसद्भूतगुणं गुणवन्तमात्मानं ख्यापयतः, तथाहि —- गुणरहितमप्यात्मानं यो गुणवन्तं ख्यापयति न तस्मादपरः प्रच्छन्नपापोऽस्तीति गाथार्थः ॥२०॥ उक्त द्वितीयो भेदः, साम्प्रतं तृतीयमुपदर्शयति तह तिव्वकोहलोहाउलस्स भूओवघायणमणज्जं । परदव्वहरणचित्तं परलोयावायनिरवेक्खं રા व्याख्या - तथाशब्दो दृढाध्यवसायप्रकारसाद्दश्योपदर्शनार्थ:, तीव्रौ - उत्कटौ तौ क्रोधलोभौ च २ ताभ्यामाकुलः–अभिभूतस्तस्य जन्तोरिति गम्यते, किं ? - भूतोपहननमनार्य 'मिति हन्यतेऽनेनेति हननम् उप - सामीप्येन हननम् उपहननं भूतानामुपहननं भूतोपहननम्, आराद्यातं सर्वय- धर्मेभ्य इत्यार्यं नाऽऽर्यमनार्य, किं तदेवंविधमित्यत आह-परद्रव्यहरणचित्तं, रौद्रध्यानमिति 10 5 એવા વાણિયા વિગેરેને (આ રૌદ્રધ્યાન હોય છે, એમ અન્વય જોડવો.) ‘બીજાને ઠગવામાં પ્રવૃત્ત' આ વિશેષણથી એટલું જાણવું કે સામાન્યથી વચનપ્રણિધાનને રૌદ્રધ્યાન કહ્યું છે, પણ અહીં પ્રવૃત્તિ બતાવી તેનાથી બીજા વિશેષણોમાં પણ વચન સાથે પ્રવૃત્તિ લઈ લેવાની. તથા ખોટા પ્રયોગોને કરનાર=ગુપ્તપણે પાપો કરનારને આ ધ્યાન હોય છે. અથવા ગુણ વિનાના એવા પણ પોતાની જાતને ગુણવાન કહેતા એવા બ્રાહ્મણો, કુતીર્થિકોને આ ધ્યાન હોય 15 છે. અર્થાત્ મિથ્યાધર્મી બ્રાહ્મણ વિગેરે પોતે ગુણવાન નથી, છતાં પોતાને ગુણવાન તરીકે ઓળખાવે. તે માટેનું તેઓનું જે દૃઢ પ્રણિધાન એ પણ રૌદ્રધ્યાન બની શકે.) તે આ પ્રમાણે કે - ગુણરહિત એવા પણ પોતાને જે ગુણવાન તરીકે જણાવે છે તેનાથી બીજો કયો પ્રછન્નપાપી કહેવાય ? અર્થાત્ આ જ મોટામાં મોટો પ્રછન્નપાપી કહેવાય છે. ।।ધ્યા.—૨૦ ॥ અવતરણિકા : બીજો ભેદ કહ્યો. હવે ત્રીજા ભેદને જણાવે છે ગાથાર્થ :- તથા તીવ્ર ક્રોધ અને લોભથી વ્યાકુલ એવા જીવનું જીવોના ઉપઘાતને કરનારું, અનાર્ય, પરલોકના નુકસાનોની ચિંતા વિનાનું બીજાના દ્રવ્યોને હરણ કરવા માટેનું જે ચિત્ત=મન તે રૌદ્રધ્યાન છે. 20 ટીકાર્થ : ‘તથા’શબ્દ (હવે બતાવાતા ચિત્તમાં) દૃઢ-અધ્યવસાયનું સાદૃશ્ય જણાવનાર છે, અર્થાત્ પૂર્વના બે પ્રકારની જેમજ આ પ્રકારમાં દૃઢ-અધ્યવસાય સમજવો. તીવ્ર એટલે ઉત્કટ 25 એવા ક્રોધ અને લોભવડે અભિભૂત થયેલા જીવનું શું ? – જીવોને હણવા માટેનું અનાર્ય (એવું ચિત્ત એ રૌદ્રધ્યાન છે એમ અન્વય જોડવો.) તેમાં જેનાવડે જીવ હણાય તે હનન. ઉપ એટલે નજીકથી જ અને નજીકથી જે હનન તે ઉપહનન, જીવોનું જે ઉપહનન તે ભૂતોપહનન. (તથા) છોડવા લાયક એવા સર્વ ધર્મોથી જે દૂર થઈ ગયું છે તે આર્ય. જે આર્ય નથી તે અનાર્ય. આવા પ્રકારનું શું છે ? તે કહે છે આવા પ્રકારનું અન્યના દ્રવ્યોને હરણ કરવા માટેનું ચિત્ત એ રૌદ્રધ્યાન છે. તેમાં બીજાઓનું 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy