SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ રૌદ્રધ્યાનનો બીજો ભેદ (ધ્યા.—૨૦) * ૩૦૫ નિપડાિિમ:, વદનં પ્રતીતમુર્ભુજાવિમિ:, અદન—નાજીને શ્વરૃપાતરાવિમિ:, મારાં—પ્રાળवियोजनमसिशक्तिकुन्तादिभिः, आदिशब्दादागाढपरितापनपाटनादिपरिग्रहः, एतेषु प्रणिधानम् - अकुर्वतोऽपि करणं प्रति दृढाध्यवसानमित्यर्थः, प्रकरणाद् रौद्रध्यानमिति गम्यते, किंविशिष्टं प्रणिधानम् ?–‘अतिक्रोधग्रहग्रस्तम्' अतीवोत्कटो यः क्रोधः - रोषः स एवापायहेतुत्वाद्ग्रह इव ग्रहस्तेन ग्रस्तम्-अभिभूतं, क्रोधग्रहणाच्च मानादयोऽपि गृह्यन्ते, किंविशिष्टस्य सत इदमित्यत 5 आह-'निर्घृणमनसः' निर्घृणं-निर्गतदयं मनः- चित्तमन्तःकरणं यस्य स निर्घृणमनास्तस्य, तदेव विशेष्यते -'अधमविपाक 'मिति अधम: - जघन्यो नरकादिप्राप्तिलक्षणो विपाकः - परिणामो यस्य तत्तथाविधमिति गाथार्थः ॥ १९ ॥ उक्त प्रथमो भेदः, साप्रतं द्वितीयमभिधातुकाम आह पिसुणासब्भासब्भूयभूयघायाइवयणपणिहाणं । मायाविणोऽइसंधणपरस्स पच्छन्नपावस्स રા નાસિકા વિગેરેને વીંધવું. બંધન એટલે દોરી, સાંકળ વિગેરેવડે બાંધવું. દહન એટલે બળતા અંગારાદિવડે બાળવું. અંકન એટલે કૂતરા, શિયાળાદિના પગોથી નહોરિયા ભરાવવા (અથવા હાથમાં તેવા પંજા=નહોર પહેરીને શરીર પર ચિહ્ન કરવા.) મારણ એટલે તલવાર, શક્તિ (શસ્ત્રવિશેષ), ભાલો વિગેરેવડે સામેવાળાનો પ્રાણોથી વિયોગ કરવો. 10 15 આદિશબ્દથી ગાઢ એવી પરિતાપના, ચીરવું વિગેરે સમજવા. આ વધુ વિગેરેને વિશે જે પ્રણિધાન એટલે કે આ વધ વિગેરે નહીં કરતા એવા પણ તે જીવનો વાદિ કરવાનો દૃઢઅધ્યવસાય તે રૌદ્રધ્યાન છે. આવો અધ્યવસાય એ રૌદ્રધ્યાન છે એવું પ્રકરણથી= રૌદ્રધ્યાનનું જ પ્રકરણ ચાલતું હોવાથી જાણવું. આ પ્રણિધાન કેવા પ્રકારનું છે ? તે કહે છે – અતિક્રોધરૂપ ગ્રહથી ગ્રસ્ત એવું આ પ્રણિધાન જાણવું. અત્યંત ઉત્કટ એવો જે ક્રોધ એટલે કે રોષ તે અતિક્રોધ 20 અને તે અતિક્રોધ જ નુકસાનનું કારણ હોવાથી ગ્રહસમાન જાણવો. તેથી ક્રોધરૂપ ગ્રહ—તેનાવડે યુક્ત એવું આ પ્રણિધાન જાણવું. અહીં ક્રોધના ગ્રહણથી માન વિગેરે પણ ગ્રહણ કરી લેવા. (અર્થાત્ ક્રોધાદિથી ગ્રસ્ત એવું આ પ્રણિધાન જાણવું.) 25 કેવા પ્રકારના જીવને આ રૌદ્રધ્યાન થાય છે ? તે કહે છે નિર્દયમનવાળાને આ રૌદ્રધ્યાન થાય છે. દયા વિનાનું અંતઃકરણ છે જેનું તે નિર્દયમનવાળો જીવ. આ રૌદ્રધ્યાન જ વિશેષિત કરાય છે કે આ ધ્યાન અધમફલવાળું જાણવું. અધમ એટલે કે જઘન્ય, એવો નરકાદિની પ્રાપ્તિરૂપ પરિણામ=ફલ છે જે ધ્યાનનો તે અધમવિપાકવાળું આ ધ્યાન છે. ધ્યા.−૧૯ | અવતરણિકા : પ્રથમ ભેદ કહ્યો. હવે બીજા ભેદને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે - <> ગાથાર્થ :- માયાવી, બીજાને ઠગવામાં પ્રવૃત્ત અને ખોટા પ્રયોગોને કરનારનું પિશુન, 30 અસભ્ય, અસદ્ભુત, જીવોને ઉપઘાત કરનાર વિગેરે વચનોમાં જે દૃઢ અધ્યવસાય તે (બીજા પ્રકારનું) રૌદ્રધ્યાન છે.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy