SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 300 જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) “मोक्षे भवे च सर्वत्र, निस्पृहो मुनिसत्तमः / प्रकृत्यभ्यासयोगेन, यत उक्तो जिनागमे // 1 // " इति, तथापि तु भावनायामपरिणतं सत्त्वमङ्गीकृत्य व्यवहारत इदमदुष्टमेव, अनेनैव प्रकारेण तस्य चित्तशुद्धः क्रियाप्रवृत्तियोगाच्चेत्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति 5 માથાર્થ: શરા अन्ये पुनरिदं गाथाद्वयं चतुर्भेदमप्यार्तध्यानमधिकृत्य साधोः प्रतिषेधरूपतया व्याचक्षते, न च तदत्यन्तसुन्दरं, प्रथमतृतीयपक्षद्वये सम्यगाशङ्काया एवानुपपत्तेरिति / आह–उक्तं भवताऽऽर्तध्यानं संसारवर्द्धनमिति, तत्कथम् ?, उच्यते-बीजत्वात्, बीजत्वमेव दर्शयन्नाह रागो दोसो मोहो य जेण संसारहेयवो भणिया / अदृमि य ते तिण्णिवि तो तं संसारतरुबीयं // 13 // રીતે? તે કહે છે - “કારણ કે જિનાગમમાં કહ્યું છે કે, સ્વસ્વભાવના વારંવારના અભ્યાસને લીધે ઉત્તમ મુનિ મોક્ષ અને સંસાર બંનેમાં નિઃસ્પૃહ બને છે. ll1." * તેથી મોક્ષેચ્છા નિશ્ચયથી નિષિદ્ધ હોવા છતાં ભાવનાઓદ્વારા જે જીવ પરિણત થયો નથી તેવા અપરિણત જીવને આશ્રયીને વ્યવહારથી મોક્ષેચ્છા દુષ્ટ નથી જ, કારણ કે આવા પ્રકારની મોક્ષેચ્છાથી જ તે જીવની ચિત્તશુદ્ધિ અને મોક્ષસાધક ક્રિયાઓમાં પ્રવૃત્તિનો યોગ થાય છે. આ વિષયમાં ઘણું વક્તવ્ય હોવા છતાં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. (સંપૂર્ણ ટીકાનો ભાવાર્થ ગાથાર્થ પ્રમાણે જાણવો.) Iધ્યા-૧૨ા કેટલાક આચાર્યો ઉપરોક્ત બંને ગાથાઓ ચારે પ્રકારના આર્તધ્યાન સાધુને હોતા નથી એ પ્રમાણે સાધુને આર્તધ્યાનનો પ્રતિષેધ જણાવનારી છે એમ કહે 20 પરંતુ તેમની આ વાત અત્યંત સુંદર નથી, કારણ કે જો એવું માનો તો ‘સાધુને શૂલવેદનાથી અસમાધિ થતાં આર્તધ્યાન માનવું એવા પ્રકારનો પૂર્વપક્ષનો પ્રથમપક્ષ અને તપ-સંયમસેવનમાં સાંસારિકદુ:ખોના વિયોગનું પ્રણિધાન હોવાથી આર્તધ્યાન માનવું એવા પ્રકારનો ત્રીજો પક્ષ - આ બંને પક્ષસંબંધી શંકાઓ સમ્યગુ રીતે ઘટશે જ નહીં. (કારણ કે બંને ગાથાઓ જો સાધુને આર્તધ્યાનનો નિષેધ કરનારી જ હોય તો શંકા થવાનો કોઈ અવકાશ જ નથી. તેથી આ બંને 25 ગાથાઓ નિષેધ કરનારી નહીં પરંતુ પૂર્વપક્ષે કરેલ શંકાનું સમાધાન આપનારી છે એવું માનવું જ યોગ્ય છે.) શંકા : આર્તધ્યાન એ સંસારને વધારનારું છે એવું કે તમે કહ્યું, તે કેવી રીતે સમજવું ? સમાધાન : આર્તધ્યાન એ સંસારનું બીજ હોવાથી તે સંસારને વધારનારું છે. આર્તધ્યાન એ બીજ છે એ વાત જણાવતા કહે છે ? 30 ગાથાર્થ :- જે કારણથી રાગ, દ્વેષ અને મોહ આ ત્રણે સંસારના કારણો તરીકે કહ્યું છે અને આર્તધ્યાનમાં આ ત્રણે રહેલા છે, તેથી તે આર્તધ્યાન સંસારરૂપી વૃક્ષનું બીજ છે.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy