SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ * આવશ્યકનિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) व्याख्या तीव्र' उत्कटः रागश्च द्वेषश्च, तत्राभिष्वङ्गलक्षणो रागः अप्रीतिलक्षणो द्वेष इति, एतावुदीर्णौ 'यस्य जन्तोः' यस्य प्राणिन इत्यर्थः, तं प्राणिनं तेन भावेन लोक्यत्वाज्जानीहि भावलोकं 'अनन्तजिनदेशितम्' एकवाक्यतयाऽनन्तजिनकथितं 'सम्यग्' इति क्रियाविशेषणम्, વયં પથાર્થ: ર૦૨ા તાર | साम्प्रतं पर्यायलोक उच्यते, तत्रौघतः पर्याया धर्मा उच्यन्ते, इह तु किल नैगमनयदर्शनं मूढनयदर्शनं वाऽधिकृत्य चतुर्विधं पर्यायलोकमाह दव्वगुण १ खित्तपज्जव २ भवाणुभावे अ ३ भावपरिणामे ४ । जाण चउव्विहमेअं, पज्जवलोगं समासेणं ॥२०३॥ (भा०) ટીકાર્થ :- તીવ્ર એટલે ઉત્કટ, રાગ આસક્તિરૂપ અને દ્વેષ અપ્રીતિરૂપ જાણવો. જે જીવને 10 ઉત્કટ એવા રાગ-દ્વેષનો ઉદય છે તે જીવને ભાવલોક તરીકે તું જાણ, કારણ કે રાગ-દ્વેષરૂપ ભાવવડે તે જીવ જણાય છે. (આશય એ છે કે – ભાવોવડે જે જણાય તે ભાવલોક. આ રીતે અર્થ કરતા રાગ-દ્વેષરૂપ ભાવવડે જીવ જણાતો હોવાથી તે જીવ ભાવલોક કહેવાયેલ છે, એમ તું સમ્યગૂ રીતે જાણ. આવું કોનાવડે કહેવાયેલ છે ? તે કહે છે –) અનંત જિનેશ્વરોવડે એક વાક્યરૂપે (અર્થાત્ અમુક તીર્થકરોએ જુદું કહ્યું અને અમુક તીર્થકરોએ જુદું કહ્યું એવું નથી પરંતુ 15 બધા જ તીર્થકરોવડે એક મત થઈને) કહેવાયેલ છે. (અથવા બીજી રીતે અર્થ જાણવો કે પૂર્વે ભા. ૧૯૮ માં “પતન-રેસિડે’ શબ્દને શાંત અને નહિ એમ જુદો પાડ્યો હતો. અહીં એ રીતે જુદો પાડવો નથી. તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે આ શબ્દ એકવાક્યરૂપે જાણવો એટલે કે આ એક જ શબ્દ જાણવો. અહીં પણ અર્થ એ જ કે અનંત જિનેશ્વરોવડે કહેવાયેલ.) “સમ્ય” શબ્દ ક્રિયાવિશેષણ જાણવો. (ટીકાનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) ૨૦૨ અવતરણિકા :- હવે પર્યાયલોક કહેવાય છે. તેમાં પર્યાય એટલે સામાન્યથી ધર્મો જાણવા. અહીં નૈગમનયના મતને અથવા મૂઢનયના મતને આશ્રયીને ચાર પ્રકારના પર્યાયલોકને કહે છે. (આશય એ છે કે - નૈગમ સિવાયના છે નયોમાં કોક માત્ર સામાન્યવાદી છે, તો કો'ક વિશેષવાદી છે. તેમાં જો સામાન્યવાદીમતને આશ્રયીને વિચારીએ તો તેમના મતે તમામ પર્યાય સામાન્યરૂપ હોવાથી એક છે અને તેથી પર્યાયલોકનું ચતુર્વિધપણું ઘટે નહીં. વિશેષવાદીઓના 25 મતે દરેક પર્યાયો જુદા જુદા હોવાથી પર્યાયલોક અનંત છે તેથી તેઓ પણ ચતુર્વિધપણાને ઇચ્છતાં નથી. જયારે નૈગમનય અનેક પ્રકારનો હોવાથી ચાર પ્રકારના પર્યાયલોકને પણ ઇચ્છે છે. તેથી “નૈગમનયના મતને આશ્રયીને લખ્યું છે. અથવા વર્તમાનમાં કાલિકશ્રુત (ઉપલક્ષણથી ઉત્કાલિકશ્રુત પણ) મૂઢનયવાળું હોવાથી સૂત્રો નયોવડે વિચારાતા નથી. અહીં મૂઢનય=જેમાંથી નયવિભાગ કાઢી નાંખવામાં આવ્યો હોય છે. માટે “મૂઢનયદર્શનને આશ્રયીનેએટલે કે નયોનો 30 વિભાગ કર્યા વિના વિવક્ષાવશથી જ કેટલાક ભેદોને આશ્રયીને પર્યાવલોકના ચાર પ્રકારો બતાવવામાં આવે છે.) 9 ગાથાર્થ :- દ્રવ્યોના ગુણો, ક્ષેત્રના પર્યાયો, ભવના અનુભવો અને ભાવના પરિણામો, સંક્ષેપથી આ ચાર પ્રકારનો પર્યાયલોક તું જાણ.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy