SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૨૮૬ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) रक्षकमित्यर्थः, ध्यानाध्ययनं प्रवक्ष्यामीत्येतद् व्याख्यातमेव । अत्राऽऽह-यः शुक्लध्यानाग्निना दग्धकर्मेन्धनः स योगेश्वर एव यश्च योगेश्वरः स शरण्य एवेति गतार्थे विशेषणे, न, अभिप्रायापरिज्ञानाद्, इह शुक्लध्यानाग्निना दग्धकर्मेन्धनः सामान्यकेवल्यपि भवति, नत्वसौ योगेश्वरः, वाक्कायातिशयाभावात्, स एव च तत्त्वतः शरण्य इति ज्ञापनार्थमेवादुष्टमेतदपि, 5 तथा चोभयपदव्यभिचारे एकपदव्यभिचारेऽज्ञातज्ञापनार्थं च शास्त्रे विशेषणाभिधानमनुज्ञातमेव पूर्वमुनिभिरित्यलं विस्तरेणेति गाथार्थः ॥१॥ साम्प्रतं ध्यानलक्षणप्रतिपादनायाऽऽह जं थिरमज्झवसाणं तं झाणं जं चलं तयं चित्तं । तं होज्ज भावणा वा अणुपेहा वा अहव चिंता ॥२॥ व्याख्या-'यदि'त्युद्देशः स्थिरं-निश्चलम् अध्यवसानं-मन एकाग्रालम्बनमित्यर्थः, 'तदि' ति, निर्देशे, 'ध्यान' प्राग्निरूपितशब्दार्थं, ततश्चैतदुक्तं भवति यत् स्थिरमध्यवसानं तद्ध्यानमभिधीयते, 'यच्चल मिति यत्पुनरनवस्थितं तच्चित्तं, तच्चौघतस्त्रिधा भवतीति दर्शयतिવાત્સલ્યવાળા રક્ષક. (આવા વિશેષણોથી યુક્ત એવા વીરપ્રભુને નમસ્કાર કરીને) “ધ્યાનાધ્યયનને હું કહીશ.” આ શબ્દોના અર્થો પૂર્વે કહેવાઈ ગયો છે. 15 શંકા :- શુક્લધ્યાનાગ્નિવડે જેમણે કર્મેધનને બાળી નાંખ્યું છે, તે યોગેશ્વર જ હોવાના અને જે યોગેશ્વર હોય તે શરણ્ય હોય જ. આમ આ યોગેશ્વર અને શરણ્ય બંને વિશેષણો શુક્લધ્યાના..' વિશેષણથી જણાઈ જ જાય છે, તો બંને વિશેષણો આપવાની જરૂર શું છે ? સમાધાન : અભિપ્રાયનું જ્ઞાન ન હોવાથી તમારી શંકા યોગ્ય નથી. અહીં સામાન્ય કેવલીઓ પણ શુક્લધ્યાનાગ્નિવડે કર્મેધનને બાળનારા હોય છે છતાં તેઓ યોગેશ્વર નથી, 20 કારણ કે તેમની પાસે વચન-કાયાના અતિશયો નથી. માટે વીરપ્રભુનું યોગેશ્વર વિશેષણ સાર્થક છે.) તથા જે યોગેશ્વર હોય તે જ ખરેખર શરય બની શકે છે એ જણાવવા “શરણ્ય' વિશેષણ પણ અદુષ્ટ છે. જ્યાં ઉભયપદવ્યભિચાર અને એકપદવ્યભિચાર આવતો હોય (જુઓ ભાગ-૧ નિર્યુ.-૪, પૃષ્ઠ ૩૭) ત્યાં અજ્ઞાત વસ્તુને જણાવવા માટે વિશેષણોનું કથન કરવું એ પ્રમાણે પૂર્વાચાર્યોએ શાસ્ત્રમાં કહ્યું છે. માટે વધુ વિસ્તારથી સર્યું: IIધ્યા-૧ી. 25 અવતરણિકા : હવે ધ્યાનનું લક્ષણ જણાવવા માટે કહે છે કે ગાથાર્થ :- જે સ્થિર અધ્યવસાન છે તે ધ્યાન છે, જે ચંચલ છે તે ચિત્ત છે. તે ચિત્ત ત્રણ પ્રકારે છે : ભાવના, અનુપ્રેક્ષા અથવા ચિંતા. ટીકાર્થ : “ શબ્દ ઉદ્દેશવાસી છે. અને “ત શબ્દ નિર્દેશ=વિધેયવાચી છે, અર્થાત્ જેનો ઉદ્દેશ થી થાય છે, તેનો નિર્દેશ તથી થાય છે. એટલે સ્થિર અધ્યવસાન એ ઉદ્દેશ્ય છે, 30 ધ્યાન એ વિધેય છે. જે નિશ્ચલ મન છે એટલે કે એક વિષયમાં એકાગ્રતાવાળું છે. તે પૂર્વે જેનો શબ્દાર્થ જણાવી દીધો છે એવું ધ્યાન છે. તેથી આશય આ પ્રમાણે છે કે – જે સ્થિર મને છે તે ધ્યાન કહેવાય છે, જે વળી અસ્થિર છે તે ચિત્ત કહેવાય છે. અને તે ચિત્ત સામાન્યથી ત્રણ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy