SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) क्रियत इति कर्म-ज्ञानावरणीयादि तदेवातितीव्रदुःखानलनिबन्धनत्वादिन्धनं कर्मेन्धनं ततश्च शुक्लध्यानाग्निना दग्धं-स्वस्वभावापनयनेन भस्मीकृतं कर्मेन्धनं येन स तथाविधस्तं, 'प्रणम्य' प्रकर्षेण मनोवाक्काययोगैर्नत्वेत्यर्थः, समानकर्तृकयोः पूर्वकाले क्त्वाप्रत्ययविधानाद् ध्यानाध्ययनं प्रवक्ष्यामीति योगः, तत्राधीयत इत्यध्ययनं, 'कर्मणि ल्यट' पठ्यत इत्यर्थः. ध्यानप्रतिपादकमध्ययन २ तद याथात्म्यमङ्गीकत्य प्रकर्षेण वक्ष्ये अभिधास्ये इति. किंविशिष्टं वीरं प्रणम्येत्यत आह'योगेश्वरं योगीश्वरं वा' तत्र युज्यन्त इति योगा:-मनोवाक्कायव्यापारलक्षणाः तैरीश्वरःप्रधानस्तं, तथाहि-अनुत्तरा एव भगवतो मनोवाक्कायव्यापारा इति, यथोक्तम्-'दव्यमणोजोएणं मणणाणीणं अणुत्तराणं च । संसयवोच्छित्तिं केवलेण नाऊण सइ कुणइ ॥१॥ શુક્લધ્યાનરૂપ અગ્નિ (એ પ્રમાણે અર્થ જાણવો.) તથા મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય 10 અને યોગ વડે જે કરાય તે કર્મ અર્થાત્ જ્ઞાનાવરણીયાદિકર્મો. આ કર્મો જ અતિતીવ્ર દુઃખરૂપ અગ્નિના કારણ હોવાથી ઇંધન સમાન છે. તેથી (સંપૂર્ણ અર્થ આ પ્રમાણે જાણવો કે) શુક્લધ્યાનરૂપ અગ્નિવડે કર્મોના પોતાના સ્વભાવને (°ફલ આપવારૂપ સ્વભાવને) દૂર કરવા દ્વારા ભસ્મીભૂત કરાયેલું છે કર્મરૂપ ઈશ્વન જેમનાવડે તે તેવા પ્રકારના=શુક્લધ્યાનાગ્નિદગ્ધકર્મેન્ધન કહેવાય છે. તેમને પ્રણામ કરીને અર્થાત્ 15 મન-વચન અને કાયાના યોગવડે નમસ્કાર કરીને, સમાનકર્તાવાળી બે ક્રિયાઓ હોય ત્યારે પૂર્વકાલીન ક્રિયાવાચક પદને જ્વા પ્રત્યય લાગે છે. અહીં ‘નત્વા' શબ્દમાં વલ્વા પ્રત્યય લાગેલ હોવાથી એની સાથે સમાનકર્તક બીજી ક્રિયા માટે ધ્યાનાધ્યયનને હું કહીશ' એ પદ સાથે અન્વય જોડવો. (અર્થાત્ વિરપ્રભુને નમસ્કાર કરીને ધ્યાનાધ્યયનને હું કહીશ એમ અન્વય જોડવો.) તેમાં જે ભણાય તે અધ્યયન. અહીં કર્મ-અર્થમાં મન (મન) પ્રત્યય લાગેલ છે. ધ્યાનનું પ્રતિપાદન કરનાર અધ્યયન ધ્યાનાધ્યયન કહેવાય. તેને હું કહીશ, અર્થાત્ જે રીતે એનું સ્વરૂપ છે તે રીતના તેના સ્વરૂપને આશ્રયીને પ્રકર્ષથી હું કહીશ (ટૂંકમાં - ધ્યાનના યથાવસ્થિત સ્વરૂપને સારી રીતે કહીશ.) કેવા પ્રકારના વીરપ્રભુને નમસ્કાર કરીને? તે કહે છે – યોગેશ્વર એવા અથવા યોગીશ્વર 25 એવા વીરપ્રભુને નમસ્કાર કરીને હું ધ્યાનાધ્યયનને કહીશ. તેમાં જે જોડાય તે યોગો અર્થાત્ મન-વચન અને કાયાના વ્યાપારો. આ વ્યાપારોવડે જે પ્રધાન છે તે યોગેશ્વર. (અર્થાત્ જેમના વ્યાપારો વિશિષ્ટ પ્રકારના છે તે યોગેશ્વર.) વીરપ્રભુના (ઉપલક્ષણથી સર્વ તીર્થકરોના) મનવચન-કાયાના વ્યાપારો અનુત્તર હોય છે. કહ્યું છે – તીર્થકરો મનોજ્ઞાનીઓના (=મન:પર્યવજ્ઞાનીઓના) અને અનુત્તરવાસી દેવોના 30 સંશયોને કેવલજ્ઞાનવડે જાણીને હંમેશાં દ્રવ્યમનોયોગવડે સંશયોને દૂર કરે છે. તેના રિભિતસ્પષ્ટ १९. द्रव्यमनोयोगेन मनोज्ञानिनामनुत्तराणां च । संशयव्युच्छित्ति केवलेन ज्ञात्वा सदा करोति ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy