SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જોરવરિયાઈ . સૂત્રનો અર્થ ૨૬૧ एवास्यातिचारस्य, न, अपवादविषयत्वादस्य, तथाहि-अपवादतः सुप्यत एव दिवा अध्वानखेदादौ, इदमेव वचनं ज्ञापकम् ॥ एवं त्वग्वर्तनास्थानातिचारप्रतिक्रमणमभिधायेदानी गोचरातिचारप्रतिक्रमणप्रतिपादनायाऽऽह पडिक्कमामि गोयरचरियाए भिक्खायरियाए उग्घाडकवाडउग्घाडणाए 5 साणावच्छादारासंघट्टणाए मंडीपाहुडिआए बलिपाहुडिआए ठवणापाहुडिआए संकिए सहसागारिए अणेसणाए पाणभोयणाए बीयभोयणाए हरियभोयणाए पच्छेकम्मियाए पुरेकम्मियाए अदिट्ठहडाए दगसंसठ्ठहडाए रयसंसठ्ठहराए पारिसाडणियाए पारिठावणिआए ओहासणभिक्खाए जं उग्गमेणं उप्पायणेसणाए अपरिसुद्धं परिगहियं परिभुत्तं वा जं न परिठ्ठविअं तस्स मिच्छा मि दुक्कडं ॥ (सू०) - 10 अस्य व्याख्या प्रतिक्रामामि-निवर्तयामि, कस्य ?-गोचरचर्यायां-भिक्षाचर्यायां, योऽतिचार इति गम्यते, तस्येति योगः, गोश्चरणं गोचरः चरणं-चर्या गोचर इव चर्या गोचरचर्या तस्यां गोचरचर्यायां, कस्यां ?-भिक्षार्थं चर्या भिक्षाचर्या तस्यां, तथाहि-लाभालाभनिरपेक्षः खल्वदीनचित्तो मुनिरुत्तमाधममध्यमेषु कुलेष्विष्टानिष्टेषु वस्तुषु रागद्वेषावगच्छन् भिक्षामटतीति, कथं શંકા : દિવસે સૂવાનો નિષેધ હોવાથી સ્વપ્નનિમિત્તક એવી સ્ત્રીવિપર્યાસિકી વિગેરેવડે 15 થતા અતિચારનો અસંભવ જ છે. (અર્થાત્ દિવસે સૂવાનું જ નથી તો સ્વપ્નવિગેરેની વાત જ ક્યાં રહી.) સમાધાન : દિવસે સૂવાનું એકાન્ત નિષેધ નથી. પરંતુ અપવાદે અનુજ્ઞા પણ છે. તે આ પ્રમાણે કે લાંબા વિહાર કર્યા હોય અને તેમાં વધુ પડતો શ્રમ, થાક લાગ્યો હોય તો અપવાદથી દિવસે સૂવાની પણ અનુજ્ઞા છે. એનું કોઈ પ્રમાણ ખરું?) પ્રસ્તુત સ્ત્રીવિપર્યાસિકી.... વિગેરે 20 સૂત્ર જ એનું જ્ઞાપક–પ્રમાણ છે. - ' અવતરણિકા :- આ પ્રમાણે સૂવારૂપ સ્થાનના અતિચારોનું પ્રતિક્રમણ કહીને હવે ગોચરીસંબંધી અતિચારોના પ્રતિક્રમણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે સૂત્રાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય - પ્રતિક્રમણ કરું છું. કોનું? – ભિક્ષાચર્યામાં જે અતિચાર સેવાયો છે તેનું 25 હું પ્રતિક્રમણ કરું છું. ગાયનું ચરવું તે ગોચર. ચરવું તે ચર્યા. ગાયના ચરવા જેવી ચર્યા તે ગીચરચર્યા, તેને વિશે, કઈ ગોચરચર્યામાં ? – ભિક્ષા માટે જે ચર્યા તે ભિક્ષાચર્યા, તેને વિશે. '(સંપૂર્ણ અર્થ ગાય જેમ ચરે તેમ ભિક્ષા માટે ચરવું તે ગોચરચર્યારૂપ ભિક્ષાચર્યા, તેને વિશે જે અતિચાર... આનો અર્થ વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે –) તે આ પ્રમાણે ન લાભ કે અલાભથી નિરપેક્ષ અર્થાત ભિક્ષાની પ્રાપ્તિ થાય તો ય ઠીક કે ન થાય તોય ઠીક, એવો 30 અદીનચિત્તવાળો મુનિ ઉત્તમ, અધમ અને મધ્યમકુલોમાં ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુઓમાં રાગ-દ્વેષને પામ્યા વિના ભિક્ષા માટે જે ફરે છે (તે ગોચરચર્યારૂપ ભિક્ષાચર્યા કહેવાય છે.)
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy