SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) क्षुतेऽविधिना, जृम्भितेऽविधिनैव, आमर्षणम् आमर्षः-अप्रमृज्य करेण स्पर्शनमित्यर्थः तस्मिन्, सरजस्कामर्षे सति, सह पृथिव्यादिरजसा यद्वस्तु स्पृष्टं तत्संस्पर्शे सतीत्यर्थः, एवं जाग्रतोऽतिचारसम्भवमधिकृत्योक्तम्, अधुना सुप्तस्योच्यते-'आउलमाउलाए 'त्ति आकुलाकुलया-स्त्र्यादिपरिभोगविवाहयुद्धादिदर्शननानाप्रकारया स्वप्नप्रत्ययया-स्वप्ननिमित्तया, विराधनयेति गम्यते, सा पुनर्मूलोत्तरगुणातिचारविषया भवत्यतो भेदेन तां दर्शयन्नाह 'इत्थीविप्परियासियाए'त्ति स्त्रिया विपर्यासः स्त्रीविपर्यासः-अब्रह्मासेवनं तस्मिन् भवा स्त्रीवैपर्यासिकी तया, स्त्रीदर्शनानुरागतस्तदवलोकनं दृष्टिविपर्यासः तस्मिन् भवा दृष्टिवैपर्यासिकी तया, एवं मनसाऽध्युपपातो मनोविपर्यासः तस्मिन् भवा मनोवैपर्यासिकी तया, एवं पानभोजनवैपर्यासिक्या, रात्रौ पानभोजनपरिभोग एव तद्विपर्यासः, अनया हेतुभूतया य इत्यतिचारमाह, मयेत्यात्मनिर्देशः, 10 દિવન નિર્વત્તો વિપરિમાળો વા વૈવસિ:, તિવાતિવાર:–અતિક્રમ પુત્યર્થ , #ત – निर्वर्तितः 'तस्स मिच्छा मि दुक्कडं' पूर्ववत्, आह-दिवा शयनस्य निषिद्धत्वादसम्भव છીંક ખાવાથી, અવિધિથી બગાસું ખાવાથી, (અહીં છીંક કે બગાસુ ખાતી વખતે નાસિકા, મોં આગળ મુહપત્તિ અથવા હાથ રાખવો તે વિધિ છે. તે ન રાખો તો અવિધિ.). (જે વસ્તુને સ્પર્શ કરવો છે તે વસ્તુને તથા સ્વશરીરને) પ્રમાભર્યા વિના હાથથી સ્પર્શ 15 કરવો તે આકર્ષ, તેને વિશે (જે અતિચાર,) પૃથ્વીકાયાદિની રજકણોથી જે વસ્તુ સ્પર્ધાયેલી છે યુક્ત છે તેને સ્પર્શ કરવાથી, આ પ્રમાણે જાગ્રતાવસ્થામાં સંભવતા અતિચારોને આશ્રયીને કહ્યું. હવે સૂતેલાને જે અતિચારો સંભવે છે તે અતિચારોને કહે છે – સ્ત્રી વિગેરેનો પરિભોગ, વિવાહ, યુદ્ધાદિનું દર્શન વિગેરે જુદા જુદા પ્રકારની સ્વપ્નનિમિત્તે થયેલી આકુલાકુલતારૂપ વિરાધનાને કારણે (જે અતિચાર,) તે વિરાધના મૂલ-ઉત્તરગુણના અતિચારવિષયક છે. માટે 20 ભેદથી તે વિરાધનાને દેખાડતા કહે છે – સ્ત્રી સાથે વિપર્યાસ તે સ્ત્રીવિપર્યાસ અર્થાત્ સ્વપ્નમાં સ્ત્રી સાથે અબ્રહ્મનું સેવન, તેમાં થયેલી જે હોય તે સ્ત્રીવિપર્યાસિકી, તેવી વિરાધનાને કારણે (જે અતિચાર થયો તેનું મિચ્છા મિ દુક્કડ એમ અન્વય જોડવો.) સ્ત્રીદર્શનના અનુરાગથી સ્વપ્નમાં સ્ત્રી તરફ જોવું તે દૃષ્ટિવિપર્યાસ. તેમાં થનારી જે હોય તે દૃષ્ટિવિપર્યાસિકી – તેના કારણે, આ પ્રમાણે સ્વપ્નમાં મનથી અશુભ વિચાર કરવો તે 25 મનવિપર્યાસ. તેમાં થનારી જે હોય તે મનવિપર્યાસિકી - તેના કારણે, એ જ પ્રમાણે સ્વપ્નમાં રાત્રિએ પાન-ભોજન કર્યું તે પાન-ભોજનવિપર્યાસ. તેમાં થનારી જે હોય તે પાન-ભોજનવિપર્યાસિકી. કારણભૂત એવી વિરાધનાને કારણે. “જે શબ્દ અતિચાર જણાવનારો છે. “મા” શબ્દ સ્વનો નિર્દેશ કરે છે. દિવસવડે થયેલો અથવા દિવસ એ છે પરિમાણ જેનું તે દેવસિક. આજ્ઞાનું ઉલ્લંઘન કરવું તે અતિચાર. (સંપૂર્ણ અર્થ સ્ત્રીવિપર્યાસિકી વિગેરે વિરાધનાને કારણે મારાદ્વારા જે વસિક અતિચાર સેવાયો છે ) તેનું ‘મિચ્છા મિ દુક્કડ' આ શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. * સંસ્પર્શન- go મુદ્રિતે ા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy