SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ % આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ___अस्य व्याख्या-इच्छामि-अभिलषामि प्रतिक्रमितुं-निवर्तितुम्, ईर्यापथिकायां विराधनायां योऽतिचार इति गम्यते, तस्येति योगः, अनेन क्रियाकालमाह, 'मिच्छा मि दुक्कडं' इत्यनेन तु निष्ठाकालमिति, तोरणमीर्या गमनमित्यर्थः, तत्प्रधानः पन्था ईर्यापथः तत्र भवैर्यापथिकी तस्यां, कस्यामित्यत आह-विराध्यन्ते-दुःखं स्थाप्यन्ते प्राणिनोऽनयेति विराधना-क्रिया तस्यां विराधनायां सत्यां, योऽतिचार इति वाक्यशेषः, तस्येति योगः, विषयमुपदर्शयन्नाह-गमनं चागमनं चेत्येकवद्भावस्तस्मिन्, तत्र गमनं स्वाध्यायादिनिमित्तं वसतेरिति, आगमनं प्रयोजनपरिसमाप्तौ पुनर्वसतिमेवेति, तत्रापि यः कथं जातोऽतिचार इत्यत आह-'पाणक्कमणे' प्राणिनो-द्वीन्द्रियादयस्त्रसा गृह्यन्ते, तेषामाक्रमणं-पादेन पीडनं प्राण्याक्रमणं, तस्मिन्निति, तथा बीजाक्रमणे, अनेन बीजानां जीवत्वमाह, हरिताक्रमणे, अनेन तु सकलवनस्पतेरेव, तथा10 ऽवश्यायोत्तिकपनकदगमत्तिकामर्कटसन्तानसङक्रमणे सति. तत्रावश्यायः-जलविशेषः. डह चावश्यायग्रहणमतिशयतः शेषजलसम्भोगपरिवारणार्थमिति, एवमन्यत्रापि भावनीयं, उत्तिङ्गा ટીકાર્ય - ઈર્યાપથિક એવી વિરાધના વિશે જે અતિચાર લાગ્યો છે. તેનાથી પાછા ફરવા માટે હું ઇચ્છું છું. આ વાક્યવડે ક્રિયાકાલ જણાવાયો. અને મિચ્છા મિ તુક્કડં વાક્યવડે પૂર્ણકાલ કહ્યો. તેમાં ઈર્યા એટલે ગમન, અને ગમનપ્રધાન એવો જે માર્ગ તે ઈર્યામાર્ગ એટલે કે ગમન 15 માટેનો માર્ગ. તેમાં જે (વિરાધના) થાય તે ઈર્યાપથિકી, તેને વિશે, ઈર્યાપથિકી એવી કોને વિશે? તે કહે છે – જેનાવડે જીવો દુઃખમાં સ્થાપિત કરાયદુઃખી કરાય તે વિરાધના એટલે વિરાધનારૂપ ક્રિયા, તે વિરાધનાને વિશે (સંપૂર્ણ અર્થ ઈર્યાપથિકી એવી વિરાધનાને વિશે એટલે કે માર્ગમાં થયેલી વિરાધનાને કારણે) જે અતિચાર સેવાયો છે તેનું પ્રતિક્રમણ કરવા માટે ઇચ્છું છું એ પ્રમાણે વાક્યશેષ જાણવો. 20 તે વિરાધનાના વિષયને (=તે વિરાધના કેવી રીતે થઈ ? તે) જણાવતાં કહે છે – ગમન અને આગમનશબ્દો વચ્ચે સમાહારદ્વન્દ્રસમાસ જાણવો. તેમાં સ્વાધ્યાયાદિ માટે વસતિમાંથી (સ્વાધ્યાયભૂમિ વિગેરે તરફ) જવું તે ગમન. તથા પ્રયોજન પૂર્ણ થતાં ફરી વસતિમાં આવવું તે આગમન. આ ગમન-આગમન કરવામાં જે વિરાધના થઈ તેનું મિચ્છા મિ દુક્કડે એ પ્રમાણે અન્વય જોડવો.) તે ગમન-આગમન કરવામાં પણ કેવી રીતે અતિચાર લાગ્યો ? તે કહે છે – 25 “પાક્રિમને અહીં બેઇન્દ્રિય વિગેરે ત્રસ જીવો પ્રાણીશબ્દથી લેવા. તે પ્રાણીઓને પગવડે પીડન થવામાં (અર્થાત્ એમની ઉપર પગ આવવાથી), તથા બીજોનું પીડન થવામાં, આનાવડે બીજમાં જીવત્વ કહ્યું. વનસ્પતિનું પીડન થવામાં, આનાવડે સર્વવનસ્પતિઓમાં જીવવા કહ્યું. તથા ઝાકળ, અહીં વિશેષથી ઝાકળનું ગ્રહણ કર્યું છે તે બીજા બધા જ સચિત્ત પાણીઓના ભોગનો નિષેધ કરવા માટે જાણવું. (અર્થાત્ જો ઝાકળની પણ વિરાધના નથી કરવાની તો 30 નદી વિ.ના પાણીની તો નહીં જ કરવાની.) એ જ પ્રમાણે ઉતિંગ વિગેરેમાં પણ જાણી લેવું. * ‘#િવિશિષ્ટયા' - Wo |
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy