SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) पदार्थः-इच्छामि-अभिलषामि प्रतिक्रमितुं-निवर्तितुं, कस्य य इत्यतिचारमाह-मयेत्यात्मनिर्देशः, दिवसेन निवृत्तो दिवसपरिमाणो वा दैवसिकः, अतिचरणमतिचारः, अतिक्रम इत्यर्थः, कृतोनिर्वर्तितः, तस्येति योगः, अनेन क्रियाकालमाह, 'मिच्छा मि दुक्कडं' अनेन तु निष्ठाकालमिति भावना, स पुनरतिचारः उपाधिभेदेनानेकधा भवति, अत एवाह-कायेन-शरीरेण निवृत्तः कायिकः कायकृत इत्यर्थः, वाचा निर्वृत्तो वाचिक:-वाक्कृत इत्यर्थः, मनसा निर्वृत्तो मानसः, स एव 'मानसिउत्ति मनःकृत इत्यर्थः, ऊर्ध्वं सूत्रादुत्सूत्रः सूत्रानुक्त इत्यर्थः, मार्गः क्षायोपशमिको भावः, ऊर्ध्वं मार्गादुन्मार्गः, क्षायोपशमिकभावत्यागेनौदयिकभावसङ्क्रम इत्यर्थः, कल्पनीयः न्यायः कल्पो विधिः आचारः कल्प्य:-चरणकरणव्यापारः न कल्प्य:-अकल्प्यः, अतद्रूप इत्यर्थः, करणीयः सामान्येन कर्तव्यः न करणीयः-अकरणीयः, हेतुहेतुमद्भावश्चात्र, 10 यत एवोत्सूत्रः अत एवोन्मार्ग इत्यादि, उक्तस्तावत्कायिको वाचिकश्च, अधुना मानसमाह S એ પ્રમાણે અન્ય પદો કહેવા યોગ્ય છે. હવે પદાર્થો કહેવાય છે – હું પ્રતિક્રમણ કરવા માટે ઇચ્છું છું. કોનું પ્રતિક્રમણ કરવા માટે ? (તે કહે છે કે જે અતિચારો...વિગેરે તેમાં) “T:' શબ્દ અતિચાર જણાવનારો છે. “મા” શબ્દ પોતાનો નિર્દેશ કરનાર છે. દિવસવડે જે બનેલું હોય તે દૈવસિક અથવા દિવસરૂપ પરિમાણ છે જેનું તે દૈવસિક. આજ્ઞાનું ઉલ્લંઘન કરવું તે અતિચાર. 15 ભાવાર્થ દિવસદરમિયાન મારાવડે જે અતિચાર કરાયોકસેવાયો છે તેનું પ્રતિક્રમણ કરવા માટે ઇચ્છું છું. આ વાક્યવડે ક્રિયાકાલ જણાવ્યો. (અર્થાત્ અતિચારોનું પ્રતિક્રમણ કરવાનો કાલ ચાલી રહ્યો છે એ જણાવ્યું.) “મિચ્છા મિ દુક્કડું' વાક્યવડે પૂર્ણ થવાનો કાલ જણાવ્યો છે. તે વળી અતિચાર ઉપાધિભેદથી અનેક પ્રકારના થાય છે. માટે કહે છે – કાયાવડે થયેલ હોય તે કાયિક 20 એટલે કે શરીરવડે કરાયેલો અતિચાર, એ જ રીતે વચનવડે થયેલ હોય તે વાચિક એટલે કે વચનવડે કરાયેલો અતિચાર, મનવડે થયેલો હોય તે માનસ, અને તે જ માનસિક અર્થાત્ મનવડે કરાયેલો અતિચાર. સૂત્રને ઓળંગનાર જે હોય તે ઉસૂત્ર એટલે કે સૂત્રમાં નહીં કહેવાયેલ. (અર્થાત્ સૂત્રમાં નહીં કહેવાયેલ એવા અનાચારનું સેવન કરવાારા જે અતિચાર સેવાયો તે.) માર્ગ એટલે 25 (ક્રોધાદિનો) ક્ષાયોપથમિકભાવ. માર્ગને ઓળંગનાર તે ઉન્માર્ગ એટલે કે ક્ષાયોપશમિકભાવને છોડીને ઔદયિકભાવમાં સંક્રમ (ક્રોધાદિના ઉદયથી જે અતિચાર સેવાયો તે ઉન્માર્ગ અતિચાર.) કલ્પનીય, ન્યાય, કલ્પ, વિધિ, આચાર આ બધા સમાનાર્થી શબ્દો છે. (આ બધાનો અર્થ આ પ્રમાણે છે 4) કથ્ય એટલે કે ચરણસિત્તરી-કરણસિત્તરીનો વ્યાપાર, ન કથ્ય તે અકથ્ય અર્થાત્ ચરણ-કરણ સિવાયના વ્યાપારનું આસેવન (અને આ દ્વારા લેવાયેલો અતિચાર અકલ્પનીય 30 કહેવાય.) કરણીય એટલે સામાન્યથી જે કર્તવ્ય હોય. ન કરણીય તે અકરણીય (એવો અતિચાર.) અહીં કારણ-કાર્યભાવ જાણવો, અર્થાત્ જે કારણથી ઉત્સુત્ર છે તે કારણથી તે અતિચાર ઉન્માર્ગ છે. જે કારણથી ઉન્માર્ગ છે, તે કારણથી અકથ્ય છે વિગેરરૂપ કારણ-કાર્યભાવ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy