SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ इच्छामि पडिक्कमिउं जो मे देवसिओ સૂત્રનો અર્થ * ૨૫૧ दुष्टो ध्यातो ं दुर्ध्यातः–आर्तरौद्रलक्षण एकाग्रचित्ततया, दुष्टो विचिन्तितो दुर्विचिन्तितः - अशुभ एव चलचित्ततया, यत एवेत्थम्भूतः अत एवासौ न श्रमणप्रायोग्यः अश्रमणप्रायोग्यः तपस्व्यनुचित इत्यर्थः, यत एवाश्रमणप्रायोग्योऽत एवानाचारः, आचरणीयः आचारः, न आचारः अनाचार:- साधूनामनाचरणीयः, यत एव साधूनामनाचरणीयः अत एवानेष्टव्य:मनागपि मनसाऽपि न प्रार्थनीय इति, किंविषयोऽयमतिचार इत्याह- ' णाणे दंसणे चरित्ते' ज्ञानदर्शनचारित्रविषयः, अधुना भेदेन व्याचष्टे - 'सुए त्ति श्रुतविषयः, श्रुतग्रहणं मत्यादिज्ञानोपलक्षणं तत्र विपरीतप्ररूपणाऽकालस्वाध्यायादिरतिचार:, 'सामाइए 'त्ति सामायिक विषयः, सामायिकग्रहणात् सम्यक्त्वसामायिकचारित्रसामायिकग्रहणं, तत्र सम्यक्त्वसामायिकातिचारः शङ्कादिः, चारित्रसामायिकातिचारं तु भेदेनाह - ' तिन्हं गुत्तीण मित्यादि, तिसृणां गुप्तीनां तत्र " ... 5 જાણવો. આ પ્રમાણે કાયિક અને વાચિક અતિચાર કહેવાયો. (અર્થાત્ કાયાથી ઉત્સૂત્ર કોઈ 10 પ્રવૃત્તિ કરી હોય અથવા વચનથી ઉત્સૂત્ર બોલાયું હોય એ જ રીતે કાયાથી ઉન્માર્ગનું સેવન અથવા વચનથી ઉન્માર્ગની પ્રરૂપણા વિગેરે યથાયોગ્ય સમજવું.) હવે માનસ એવા અતિચારને કહે છે – એકાગ્રચિત્તવડે આર્તધ્યાન-રૌદ્રધ્યાનરૂપ જે અતિચાર તે દુષ્કૃત અતિચારું. ચંચલચિત્તવડે અશુભ એવું જે ચિંતન તે રૂપ જે અતિચાર તે દુર્વિચિંતિત. જે કારણથી આ અતિચાર દુર્થાત અને દુર્વિચિંતિતરૂપ છે તે કારણથી જ આ અતિચાર શ્રમણમાટે 15 યોગ્ય નથી. શ્રમણપ્રાયોગ્ય જે ન હોય તે અશ્રમણપ્રાયોગ્ય એ પ્રમાણે સમાસ જાણવો. અર્થાત્ આ અતિચાર તપસ્વી માટે યોગ્ય નથી. જે કારણથી અશ્રમણપ્રાયોગ્ય છે તે કારણથી તે અતિચાર અનાચારરૂપ છે. જે આચરવા યોગ્ય હોય તે આચાર, અને જે આચારરૂપ નથી તે અનાચાર અર્થાત્ સાધુઓને અનાચરણીય એવો અતિચાર. જે કારણથી સાધુઓને અનાચરણીય છે તે કારણથી અનિચ્છિતવ્ય છે એટલે કે અલ્પાંશે 20 પણ મનથી પ્રાર્થનીય નથી. કોનાસંબંધી આ અતિચાર છે ? તે કહે છે જ્ઞાન-દર્શન અને ચારિત્રવિષયક એવો આ અતિચાર છે. (ભાવાર્થ : જ્ઞાન, દર્શન અને ચારિત્રસંબંધી અતિચારો અશ્રમણપ્રાયોગ્ય, અનાચારરૂપ, અનિચ્છિતવ્ય છે.) આ જ જ્ઞાનાદિવિષયક એવા અતિચારને ભેદથી જણાવે છે – શ્રુતવિષયક એવો આ અતિચાર. અહીં શ્રુતના ગ્રહણથી મત્યાદિજ્ઞાન પણ જાણી લેવા. (તે શ્રુતવિષયક અતિચાર કેવા પ્રકારનો છે ? તે કહે છે –) શ્રુતસંબંધી વિપરીત- 25 પ્રરૂપણા, અકાલે સ્વાધ્યાય વિગેરેરૂપ અતિચાર શ્રુતવિષયક જાણવો. - સામાયિકવિષયક અતિચાર (આ પ્રમાણે જાણવો +) અહીં સામાયિકશબ્દથી સમ્યક્ત્વસામાયિક અને ચારિત્રસામાયિક જાણવું. તેમાં શંકા વિગેરે સમ્યક્ત્વસામાયિકનો અતિચાર જાણવો. ચારિત્રસામાયિકના અતિચારોને ભેદથી જણાવે છે ત્રણ ગુપ્તિઓનું (સમ્યકૃતિસેવન, શ્રદ્ધા વિગેરે જે શ્રામણયોગો છે તેમાં જે ખંડના-વિરાધના થઈ તેનું મિચ્છા મિ દુક્કડં. આ પ્રમાણે 30 સૂત્રના અંતમાં બતાવેલ પદો સાથે અન્વય જોડવો. આ જ રીતે બધે સમજી લેવું.) અહીં -
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy