________________
દ્રવ્યલોકનું નિરૂપણ (ભા.-૧૯૬) * ૧૩ जीवमजीवे रूवमरूवी सपएसमप्पएसे अ । जाणाहि दव्वलोगं णिच्चमणिच्वं च जं दव्वं ॥ १९६॥ ( भा० )
व्याख्या- जीवाजीवावित्यत्रानुस्वारोऽलाक्षणिकः, तत्र सुखदुःखज्ञानोपयोगलक्षणो जीवः, विपरीतस्त्वजीवः, एतौ च द्विभेदौ - रूप्यरूपिभेदाद्, आह च- 'रूप्यरूपिणाविति, तत्रानादिकर्मसन्तानपरिगता रूपिणः - संसारिणः, अरूपिणस्तु कर्मरहिताः सिद्धा इति, अजीवास्त्वरूपिणो धर्माधर्माकासास्तिकायाः रूपिणस्तु परमाण्वादय इति एतौ च जीवाजीवावोघतः सप्रदेशाप्रदेशाववगन्तव्यौ, तथा चाह - ' सप्रदेशाप्रदेशाविति, तत्र सामान्यविशेषरूपत्वात्परमाणुव्यतिरेकेण सप्रदेशाप्रदेशत्वं सकलास्तिकायानामेव भावनीयं, परमाणवस्त्वप्रदेशा एव, अन्ये तु व्याचक्षते - जीवः किल कालादेशेन नियमात् सप्रदेशः, लब्ध्यादेशेन तु सप्रदेशो वाऽप्रदेशो वेति, एवं धर्मास्तिकायादिष्वपि त्रिष्वस्तिकायेषु परापरनिमित्तं पक्षद्वयं वाच्यं पुद्गलास्तिकायस्तु 10 તેને છોડીને દ્રવ્યલોકને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકારશ્રી કહે છે →
ગાથાર્થ :- રૂપી-અરૂપી, સપ્રદેશ-અપ્રદેશ, નિત્ય-અનિત્ય એવું જીવ-અજીવરૂપ જે દ્રવ્ય છે તે દ્રવ્યલોક તું જાણ.
ટીકાર્થ :- મૂળમાં ‘ઝીવમનીવે' આ શબ્દમાં ‘મ' એ અલાક્ષણિક જાણવો (અર્થાત્ છંદનું સરખું ઉચ્ચારણ થઈ શકે તે માટે જ ‘મ' કાર મૂક્યો છે તે સિવાય તેનું કોઈ પ્રયોજન નથી.) તેમાં સુખનો, દુઃખનો અને જ્ઞાનનો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. (અર્થાત્ આવા ઉપયોગવાળો જે હોય તે જીવ કહેવાય.) આવા ઉપયોગ વિનાનો અજીવ જાણવો. આ બંને રૂપી-અરૂપીના ભેદથી બે પ્રકારના છે. આ જ વાત મૂળમાં કરી છે કે - ‘રૂપી-અરૂપી’. તેમાં અનાદિકાળથી ચાલી આવતી કર્મની પરંપરાથી યુક્ત જે છે તે જીવ રૂપી છે અર્થાત્ સંસારી જીવો. તથા કર્મરહિત સિદ્ધો અરૂપી છે. અજીવને વિષે ધર્મ-અધર્મ-આકાશાસ્તિકાય એ અરૂપી છે અને 20 પરમાણુ વિગેરે રૂપી છે. આ જીવ-અજીવ એ સામાન્યથી સપ્રદેશ-અપ્રદેશ જાણવા. આ જ વાત મૂળમાં કરે છે કે - ‘સપ્રદેશ-અપ્રદેશ’. તેમાં સામાન્ય અને વિશેષ ઉભયરૂપ હોવાથી પરમાણુ સિવાયના સકલાસ્તિકાયોનું સપ્રદેશ-અપ્રદેશપણું વિચારવા યોગ્ય છે.
પરમાણુ અપ્રદેશ=પ્રદેશ વિનાના જ છે. કેટલાક આચાર્યો કહે છે કે - કાળ અનંતસમયાત્મક છે અર્થાત્ અનંતસમયાત્મક અનંતપ્રદેશો કાળના છે. અને જીવની કાળસાથે અભેદ 25 વિવક્ષા કરીએ ત્યારે જીવ કાળના આદેશથી=કાળની અપેક્ષાએ નિયમથી સપ્રદેશ છે. જ્યારે લબ્ધિની અપેક્ષાએ સપ્રદેશ અથવા અપ્રદેશાત્મક છે. (તે આ પ્રમાણે → જીવમાં લબ્ધિ એટલે કે વીર્યલબ્ધિ વિગેરે અનેક પ્રકારની લબ્ધિઓ છે. આ લબ્ધિઓની અપેક્ષાએ જીવ સપ્રદેશ ઘટે છે. અને વિશેષલબ્ધિઓનો સામાન્યથી સંગ્રહ કરીએ ત્યારે ‘ì આયા' ની જેમ આત્મા એકલબ્ધિરૂપ બની જવાથી અપ્રદેશ કહી શકાય છે.) આ પ્રમાણે ધર્માસ્તિકાયાદિ ત્રણ 30 અસ્તિકાયોમાં પણ પરાપરનિમિત્તે તે તે અપેક્ષાએ સપ્રદેશ અને અપ્રદેશપણું કહેવા યોગ્ય છે.
5
15