SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) योऽतिचारस्तस्य प्रतिक्रमणम्-'आभोगे जाणतेण जोऽइयारो कओ पुणो तस्स । जायम्मिवि अणुतावे पडिकमणेऽजाणया इयरो ॥१॥' अनाभोगः, सहसात्कारे इत्थंलक्षणे-'पुट्वि अपासिऊणं छूढे पायंमि जं पुणो पासे । ण य तरइ णियत्तेउं पायं सहसाकरणमेयं ॥१॥' अस्मिंश्च सति प्रतिक्रमणम्, अयं गाथाक्षरार्थः ॥१२५०॥ इदं पुनः प्राकरणिकं-'पडिलेहेउं पमज्जिय भत्तं पाणं च वोसिरेऊणं । वसहीकयवरमेव उ णियमेण पडिक्कमे साहू ॥१॥ हत्थसया आगंतुं गंतुं च मुहुत्तगं जहिं चिढे । पंथे वा જો બરાબર ભૂમિ વિગેરેનું પ્રતિલેખનાદિવિધિપૂર્વક પરઠવે તો પ્રતિક્રમવાની જરૂર નથી એટલે કે મિચ્છા મિ દુક્કડ આપવાની જરૂર નથી. (તિ તીપિયા) તથા આભોગ, અનાભોગ અને સહસાત્કારથી જે અતિચાર સેવાયો તેનું પ્રતિક્રમણ કરવાનું 10 હોય છે. અહીં (આભોગ), અનાભોગ અને સહસાત્કારનું લક્ષણ આ પ્રમાણે જાણવું – જાણતાં જે અતિચાર સેવાય તે આભોગ, તે અતિચાર સેવાયા બદલ પશ્ચાત્તાપ થાય તો પણ પ્રતિક્રમણ (મિચ્છા મિ દુક્કડ વિગેરરૂપ) કરવાનું હોય છે. અજાણતાં જે અતિચાર સેવાય તે ઈતર અનાભોગ જાણવો. (તેમાં પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે.) ૧. “યરો' શબ્દથી અનાભોગ જાણવો. હવે પછી બતાવાતા લક્ષણવાળા સહસાકારમાં પ્રતિક્રમણ કરવાનું હોય છે. તે લક્ષણ આ 15 પ્રમાણે ન ચાલતી વખતે હવે પછી જયાં પગ મૂકવાનો છે ત્યાં બરાબર જોયા પછી એક પણ જીવ દેખાય નહીં ત્યારે તે સ્થાને પગ મૂકવા જતાં અચાનક ત્યાં કોઈ જીવ દેખાય, પરંતુ પગ પાછો ખેંચવો શક્ય ન બને એ અવસ્થા સહસત્કાર સમજવો. (એ જ રીતે સાધુએ મુહપત્તિ વિના ન જ બોલાય આવું જાણ્યા પછી પણ સાધુ મુહપત્તિ વિના બોલે તો તે આભોગથી=જાણી જોઈને અતિચાર સેવ્યો એમ કહેવાય. કોઈ નવદીક્ષિત સાધુ કે જેણે ખબર જ નથી કે “મુહપત્તિ 20 વિના બોલાય નહીં અને તે બોલે તો તે અનાભોગથી બોલ્યો કહેવાય. જે સાધુને ખબર છે અને મુહપત્તિ વિના ન બોલાય તેની સંપૂર્ણ કાળજીવાળો છે. છતાં મુહપત્તિ વિના કોઈક શબ્દ, વાક્ય બોલાઈ ગયું તે સહસાકાર જાણવો. અનાભોગમાં ઉપયોગ ન હોય. સહસાત્કારમાં ઉપયોગ હોય.) આ સહસાત્કાર થાય ત્યારે પ્રતિક્રમણ કર્તવ્ય થાય છે. ll૧૨૫oll આ પ્રકરણ સંબંધી વિશેષ વાતો આ પ્રમાણે જાણવી - (જયાં પરઠવવાનું હોય તે ભૂમિનું) 25 પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને ભોજન-પાણી અને વસતિના કચરાને ત્યાં પરઠવીને નિયમથી સાધુ (ઈરિયાવહિયા વિગેરેરૂપ) પ્રતિક્રમણ કરે. [૧] એકસો ડગલા દૂરથી આવીને, મુહૂર્ત જેટલો કાળ રોકાવવાનું હોય કે એકસો ડગલા દૂર ગયા પછી મુહૂર્ત જેટલો કાળ રોકાવવાનું ७५. आभोगे जानता योऽतिचारः कृतः पुनस्तस्य । जातेऽपि चानुतापे प्रतिक्रमणमजानतेतरः ॥१॥ ७६. पूर्वमदृष्ट्वा क्षिप्ते पादे यत् पुनः पश्येत् । न च शक्नोति निवर्तितुं पादं सहसाकरणमेतत् ॥१॥ ७७. 30 प्रतिलिख्य प्रमृज्य भक्तं पानं च व्युत्सृज्य । वसतिकचवरमेव तु नियमेन प्रतिक्राम्येत् साधुः ॥१॥ हस्तशतादागत्य गत्वा च मुहर्तकं यत्र तिष्ठेत् । पथि वा
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy