SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ કયા તીર્થમાં કયું સંયમ ? (નિ-૧૨૪૭) * ૨૨૭ व्याख्या-'द्वाविंशतिस्तीर्थकरा' मध्यमाः सामायिकं संयममुपदिशन्ति, यदैव सामायिकमुच्चार्यते तदैव व्रतेषु स्थाप्यते, छेदोपस्थापनिकं वदतः ऋषभश्च वीरश्च, एतदुक्तं भवतिप्रथमतीर्थङ्करचरमतीर्थकरतीर्थेषु हि प्रव्रजितमात्रः सामायिकसंयतो भवति तावद् यावच्छस्त्रपरिज्ञाऽवगमः, एवं हि पूर्वमासीत्, अधुना तु षडजीवनिकायावगमं यावत् तया पुनः सूत्रतोऽर्थतश्चावगतया सम्यगपराधस्थानानि परिहरन् व्रतेषु स्थाप्यत इत्थेवं निरतिचारः, सातिचारः 5 पुनर्मूलस्थानं प्राप्त उपस्थाप्यत इति गाथार्थः ॥१२४७॥ अयं च विशेष:-"आचेलुक्कोद्देसिय सिज्जातररायपिंडकिड़कम्मे । वयजिट्ठपडिक्कमणे मासं पज्जोसवणकप्पे ॥१॥" एतद्गाथानुसारतोऽवसेयः, इयं च सामायिके व्याख्यातैवेति गतं प्रासङ्गिकम् । अधुना यदुक्तं 'सप्रतिक्रमणो धर्म' इत्यादि, तत्प्रतिक्रमणं दैवसिकादिभेदेन निरूपयन्नाह ટીકાર્થ :- મધ્યમ બાવીસ તીર્થકરો સામાયિકરૂપ સંયમનો ઉપદેશ આપે છે, અર્થાત્ જયારે 10 સામાયિક ઉચ્ચરાવે છે ત્યારે જ વ્રતોમાં સ્થાપિત કરે છે જયારે ઋષભ અને વીર છેદોપસ્થાપનિકરૂપ સંયમને કહે છે, અર્થાતુ પહેલા-છેલ્લા તીર્થકરોના તીર્થમાં દીક્ષા થયા બાદ જ્યાં સુધી આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયનનો શાસ્ત્રપરિજ્ઞાનામનો પ્રથમ ઉદેશો ભણી ન લે ત્યાં સુધી તે સાધુ સામાયિકસંયમવાળો કહેવાય છે. આ પૂર્વની વ્યવસ્થા હતી. અત્યારે દશવૈકાલિકના પજીવનિકાયનામના ચોથા અધ્યયન સુધી ભણે, ત્યાં સુધી તે સાધુ સામાયિકસંયત કહેવાય છે. 15 સૂત્ર અને અર્થથી ભણાવેલ પડ઼જીવનિકાયવડે સમ્યગ રીતે અપરાધ સ્થાનોને છોડતો વ્રતોમાં સ્થાપિત કરાય છે (એટલે કે વડીદીક્ષા થાય છે.) આ પ્રમાણે નિરતિચાર સંયમવાળો કહેવાય છે. (અર્થાત્ આ જે વડી દીક્ષા થાય છે તે છેદોપસ્થાપનીયસંયમ કહેવાય છે. તેના સાતિચાર અને નિરતિચાર બે પ્રકાર પડે છે. તેમાં આ નિરતિચાર છેદોપસ્થાપનીયસંયમ કહ્યું.) સાતિચાર તે કહેવાય છે કે જેમાં મૂલસ્થાનને પ્રાપ્ત સાધુ વ્રતોમાં સ્થપાય છે. અર્થાત્ મૂલપ્રાયશ્ચિત્ત જેમાં 20 આવતું હોય તેવો અપરાધ જેણે સેવ્યો હોય અને તેને કારણે તે સાધુને મૂલપ્રાયશ્ચિત્ત=ફરીથી દીક્ષા આપવાનું આવ્યું હોય એવા સાધુને જે ફરીથી વ્રતો ઉચ્ચરાવાય છે તે સાતિચાર છેદોપસ્થાપનીયસંયમ કહેવાય છે.) ૧૨૪ આ સિવાય બંને તીર્થોમાં આટલો ભેદ – “આચેલક્ય, ઔદેશિક, શય્યાતર અને રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસકલ્પ અને પર્યુષણાકલ્પ ૧.” આ ગાથાના અનુસાર 25 જાણવો. આ ગાથા સામાયિકાધ્યયન(ભાગ-૧ ગા.-૧૧૪-૧૧૫)માં કહેવાઈ ગઈ છે. પ્રાસંગિક ચર્ચા પૂર્ણ થઈ. અવતરણિકા:- હવે પ્રતિક્રમણ સહિતનો ધર્મ. વિગેરે પૂર્વે (ગા.૧૨૪૫માં) જે કહ્યું તે પ્રતિક્રમણને દૈવસિકાદિભેદોથી નિરૂપણ કરતા કહે છે ७२. आचेलक्यमौदेशिकं शय्यातरराजपिण्डकृतिकर्माणि । व्रतानि ज्येष्ठः प्रतिक्रमणं मास: पर्युषणा- 30 G: III.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy