SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ____ व्याख्या-सप्रतिक्रमणो धर्मः पुरिमस्य च पश्चिमस्य च जिनस्य, तत्तीर्थसाधुना ईर्यापथागतेनोच्चारादिविवेके उभयकालं चापराधो भवतु मा वा नियमतः प्रतिक्रान्तव्यं, शठत्वात्प्रमादबहुलत्वाच्च, एतेष्वेव स्थानेषु 'मध्यमानां जिनानाम्' अजितादीनां पार्श्वपर्यन्तानां 'कारणजाते' अपराध एवोत्पन्ने सति प्रतिक्रमणं भवति, अशठत्वात्प्रमादरहितत्वाच्चेति. 5 ગાથાર્થ: ૨૨૪ तथा चाह ग्रन्थकारः जो जाहे आवन्नो साहू अन्नयरयंमि ठाणंमि । सो ताहे पडिक्कमई मज्झिमयाणं जिणवराणं ॥१२४६॥ વ્યારા :' સાધુરિતિ યો: “યા' સ્મિન્ વાને પૂર્વાહાવો “માપન્ન: પ્રાત: 10 'अन्यतरस्मिन् स्थाने' प्राणातिपातादौ स तदैव तस्य स्थानस्य, एकाक्येवं गुरुप्रत्यक्षं वा प्रतिक्रामति मध्यमानां जिनवराणामिति गाथार्थः ॥१२४६॥ आह-किमयमेवं भेदः प्रतिक्रमणकृतः ? आहोश्विदन्योऽप्यस्ति ?, अस्तीत्याह, यतः बावीसं तित्थयरा सामाइयसंजमं उवइसंति । छओवठ्ठावणयं पुण वयन्ति उसभो य वीरो य ॥१२४७॥ 15. ટીકાર્થ :- પહેલા અને છેલ્લા જિનનો ધર્મ પ્રતિક્રમણ સહિતનો છે, કારણ કે તેમના તીર્થના સાધુએ વડીનીતિ વિગેરેનો ત્યાગ કર્યા પછી ઈર્યાપથથી આવીને (એટલે કે ઉપાશ્રયે પાછા આવીને) અપરાધ થયો હોય કે ન થયો હોય ઉભયકાલ નિયમથી પ્રતિક્રમણ કરવા યોગ્ય છે, કારણ કે તે કાળની જીવો માયાવી અને પ્રમાદબહુલ છે. જયારે વડીનીતિ વિગેરેનો ત્યાગ કરવો વિગેરે સ્થાનોમાં અજિતનાથથી લઈને પાર્શ્વનાથ સુધીના તીર્થના સાધુઓથી જો કોઈ અપરાધ સેવાયો હોય 20 તો જ તેઓને પ્રતિક્રમણ કરવાનું હોય છે, કારણ કે તેઓ નિર્માયાવી અને પ્રમાદરહિત છે. /૧૨૪પી અવતરણિકા :- આ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે ગાથાર્થ - ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય :- જે સાધુ જે પૂર્વાહ્ન વિગેરે કાલમાં પ્રાણાતિપાતાદિમાંના કોઈ સ્થાનને પામ્યો. 25 (અર્થાત્ જે સાધુને જે ક્ષણે પ્રાણાતિપાતાદિ કોઈ અતિચાર લાગ્યો.) ત્યારે જે તે સાધુ તે સ્થાનનું એકલો જ અથવા ગુરુ સમક્ષ પ્રતિક્રમણ કરે છે. (કોના તીર્થમાં આવું સમજવું ?) મધ્યમજિનેશ્વરોના તીર્થમાં (આવું સમજવું.) ૧૨૪૬ll અવતરણિકા :- શંકા : પ્રતિક્રમણવડે કરાયેલો ભેદ જ જાણવો ? (અર્થાત્ પહેલા-છેલ્લા અને મધ્યમજિનોના તીર્થમાં માત્ર પ્રતિક્રમણમાં જ ભેદ છે ?) કે કોઈ બીજા પ્રકારનો ભેદ પણ 30 છે ? સમાધાન : બીજી બાબતમાં પણ ભેદ છે, કારણ કે ગાથાર્થ - વચલા બાવીસ તીર્થકરો સામાયિકસંયમને કહે છે. જ્યારે ઋષભ અને વીર છેદોપસ્થાપનીયસંયમને કહે છે.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy