SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તોગસ્સ’ વિગેરે પદોનો અર્થ (સૂ.-૧) * ૧૧ लोकस्य उद्योतकरान् धर्मतीर्थकरान् जिनान् अर्हतः कीर्तयिष्यामि चतुर्विंशतिमपि केवलिनः । अधुना पदार्थ:-लोक्यत इति लोकः, लोक्यते - प्रमाणेन दृश्यत इति भाव:, अयं चेह तावत्पञ्चास्तिकायात्मको गृह्यते, तस्य लोकस्य किं ? - उद्योतकरणशीला उद्योतकरास्तान्, केवलालोकेन तत्पूर्वकप्रवचनदीपेन वा सर्वलोकप्रकाशकरणशीलानित्यर्थः, तथा दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्मः उक्तं च - " दुर्गतिप्रसृतान् जीवानित्यादि, तथा तीर्यतेऽनेनेति तीर्थं धर्म एव धर्मप्रधानं वा तीर्थं धर्मतीर्थं तत्करणशीलाः धर्मतीर्थकरास्तान्, तथा रागद्वेषकषायेन्द्रियपरिषहोपसर्गाष्टप्रकारकर्मजेतृत्वाज्जिनास्तान्, तथा अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तानर्हतः, कीर्तयिष्यामीति स्वनामभिः स्तोष्य इत्यर्थः, चतुर्विंशतिरिति सङ्ख्या, अपिशब्दो भावतस्तदन्यसमुच्चयार्थः, केवलज्ञानमेषां विद्यत इति 5 સંહિતા (યો વિસન્ધિમાવેનોવ્વારળરૂપ:સન્નિર્ષ:સ સંહિતેત્યર્થ: કૃતિ ટિપ્પળે. જો કે આગળ 10 બતાવાતા પદો પણ સંધિ વિના જ ઉચ્ચારણ કરવાના છે તેથી પ્રશ્ન થાય કે પદો અને સંહિતામાં તફાવત શું ? તેનું સમાધાન ટિપ્પણકાર જણાવે છે કે સંહિતા એ ઉચ્ચારણરૂપ છે એટલે કે ઉચ્ચારણરૂપ ક્રિયા છે, જ્યારે પદોનું તો ઉચ્ચારણ કરવાનું છે તેથી પદો એ ઉચ્ચારણરૂપ ક્રિયા નથી પણ તે ઉચ્ચારણરૂપ ક્રિયાનો વિષય છે.) તે સંહિતા આ પ્રમાણે → ‘સોળસ્તુનોયારે...’ વિગેરે અસ્ખલિત રીતે ઉચ્ચારણ કરવું. હવે પદો જણાવે છે – લોકનો ઉદ્યોતકરનારા, ધર્મતીર્થને કરનારા, જિનોનું, અરિહંતોનું, કીર્તન કરીશ, ચોવીસે કેવલભગવંતોનું (આ રીતે છૂટા છૂટા પદોનું ઉચ્ચારણ કરવું.) હવે પદોના અર્થોને જણાવે છે - પ્રત્યક્ષાદિપ્રમાણવડે જે દેખાય તે લોક. અહીં પંચાસ્તિકાયાત્મક લોક ગ્રહણ કરવાનો છે. આવા તે લોકનો શું ? આવા તે લોકનો ઉદ્યોત કરવાના સ્વભાવવાળા જે હોય તે ઉદ્યોતકર. (અન્વય આ પ્રમાણે - આવા તે લોકનો પ્રકાશ કરનારા,) 20 અર્થાત્ કેવલજ્ઞાનરૂપ પ્રકાશવડે અથવા કેવલજ્ઞાનપૂર્વકના પ્રવચનરૂપ દીપકવડે (અર્થાત્ કેવલજ્ઞાનમાં પ્રભુએ જે જોયું, તેને ગણધરભગવંતોએ પ્રવચનરૂપ=આગમરૂપ ગૂંચ્યું. તે આગમરૂપ દીપકવડે) સર્વલોકનો પ્રકાશ કરનારા, તથા દુર્ગતિમાં પડતા એવા આત્માને જે ધારણ કરે તે ધર્મ. કહ્યું છે - “દુર્ગતિમાં જતા જીવોને જે કારણથી ધારી રાખે છે=અટકાવી રાખે છે અને શુભસ્થાનમાં જોડે છે તે કારણથી તે ધર્મ કહેવાય છે” વિગેરે. તથા જેનાવડે (સંસારસમુદ્ર) 25 તરાય તે તીર્થ, ધર્મ એ જ તીર્થ અથવા ધર્મપ્રધાન એવું જે તીર્થ તે ધર્મતીર્થ. આ ધર્મતીર્થને કરવાના સ્વભાવવાળા જે હોય તે ધર્મતીર્થને કરનારા તથા રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરિષહ, ઉપસર્ગ અને આઠ પ્રકારના કર્મોને જિતનારા હોવાથી (અરિહંતાદિ) જિન કહેવાય છે. તેમનું (હું કીર્તન કરીશ એમ અન્વય જોડવો.) 15 તથા અશોકવૃક્ષ વિગેરે આઠ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને જે યોગ્ય છે તે અરિહંતોનું હું 30 કીર્તન કરીશ એટલે કે પોત-પોતાના નામોવડે સ્તવના કરીશ. (કેટલા અરિહંતોનું ગ્રંથકાર કીર્તન કરશે ? તે કહે છે) ચોવીસ અરિહંતોનું, અહીં મૂળમાં ‘ચોવીસ' શબ્દ એ સંખ્યાવાચક
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy