SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) मालाकारः स्वस्यारामस्य सदा द्विसन्ध्यमवलोकनं करोति, किं कुसुमानि सन्ति ? उत नेति, दृष्ट्वा तेषामालुञ्चनं करोति, ग्रहणमित्यर्थः, ततो विकटीकरणं, विकसितमुकुलितार्द्धमुकुलितानां भेदेन विभजनमित्यर्थः, चशब्दात्पश्चाद्ग्रन्थनं करोति, ततो ग्राहका गृह्णन्ति, ततोऽस्याभिलषितार्थलाभो भवति, शुद्धिश्च चित्तप्रसादलक्षणा, अस्या एव विवक्षितत्वाद्, अन्यस्तु विपरीतकारी मालाकारस्तस्य न भवति, एवं साधुरपि कृतोपधिप्रत्युपेक्षणादिव्यापारः उच्चारादिभूमी: प्रत्युपेक्ष्य व्यापाररहितः कायोत्सर्गस्थोऽनुप्रेक्षते सूत्रं, गुरौ तु स्थिते दैवसिकावश्यकस्य मुखवस्त्रिकाप्रत्युपेक्षणादेः कायोत्सर्गान्तस्यावलोकनं करोति, पश्चादालुञ्चनं स्पष्टबुद्ध्याऽपराधग्रहणं, ततो विकटीकरणं गुरुलघूनामपराधानां विभजनं, चशब्दादालोचनाप्रतिसेवनाऽनुलोमेन ग्रन्थनं, થાય? તે દૃષ્ટાન્તવડે જણાવે છે.) જેમ કોઈક નિપુણ માળી પોતાના બગીચામાં સવાર-સાંજ બે 10 સમય નજર રાખ્યા કરે છે કે પુષ્પો છે કે નહીં? (તે અવલોકન જાણવું.) જોયા પછી તે પધ્ધોને ગ્રહણ કરે છે. (તે આકુંચન જાણવું.) ત્યાર પછી વિકટીકરણ એટલે કે ખીલેલા, નહીં ખીલેલા અને અર્ધ ખીલેલા પુષ્પોનો વિભાગ કરે છે. “ઘ' શબ્દથી ગુંથન કરે છે. ત્યાર પછી ગ્રાહકો તે પુષ્પોની માળાને ગ્રહણ કરે છે. જેથી માળીને ઇચ્છિત એવા અર્થનો=પૈસા વિગેરેનો લાભ થાય છે અને ચિત્તની પ્રસન્નતારૂપ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીં ચિત્તપ્રસન્નતા જ શુદ્ધિરૂપે વિવક્ષા 15 કરાયેલી હોવાથી શુદ્ધિ તરીકે ચિત્તપ્રસન્નતા કહી છે. પરંતુ જે ઉપરોક્તવિધિથી વિપરીતકારી એવો માળી હોય તેને ઈષ્ટ અર્થની પ્રાપ્તિ કે શુદ્ધિ પ્રાપ્ત થતી નથી. એ પ્રમાણે સાધુ પણ ઉપધિની પ્રત્યુપેક્ષણા વિગેરે વ્યાપારને કરી લીધા બાદ (સાંજે) વડીનીતિ વિગેરે માટેની ભૂમિને જોયા બાદ વ્યાપારથી રહિત થયેલી છતો (જયાં સુધી ગુરુ ન આવે ત્યાં સુધી) કાયોત્સર્ગમાં રહેલો સૂત્રની અનુપ્રેક્ષા કરે. દૈવસિક પ્રતિક્રમણ માટે 20 જયારે ગુરુ હાજર થાય ત્યારે મુહપત્તિના પડિલેહણ વિગેરેનું કાયોત્સર્ગની અંદર અવલોકન કરે. (અર્થાત્ કાઉસ્સગ્નમાં પડિલેહણ વિગેરે સંબંધી અતિચારો વિચારે.) પછી આલુચન એટલે કે સ્પષ્ટબુદ્ધિથી અપરાધોનું ગ્રહણ (અર્થાત્ સ્પષ્ટ રીતે અપરાધોની ધારણા કરી લે. ટૂંકમાં અવલોકન કરે એટલે દિવસસંબંધી ક્યાં ક્યાં કયા ક્યા અતિચારો સેવાયા છે ? તે જાણી લે. પછી સ્પષ્ટ રીતે એની ધારણા કરી લે. તે આકુંચન કહેવાય છે.) . 25 ત્યાર બાદ વિકટીકરણ એટલે કે નાના-મોટા અપરાધોનું વિભાગીકરણ કરે. ‘વ’ શબ્દથી આલોચના અથવા પ્રતિસેવનાના ક્રમથી (એટલે કે જેમાં સૌથી ઓછું પ્રાયશ્ચિત્ત આવતું હોય તે અપરાધની આલોચના પ્રથમ કરે, ત્યાર બાદ જેમાં તેના કરતા વધારે પ્રાયશ્ચિત્ત આવતું હોય તે અપરાધની આલોચના બીજા ક્રમે કરે, ત્યારબાદ જેમાં વધારે પ્રાયશ્ચિત્ત આવતું હોય તે અપરાધની આલોચના ત્રીજા ક્રમે કરે. આ રીતે પ્રાયશ્ચિત્તના અનુસાર ક્રમશઃ અપરાધોની 30 ગોઠવણી કરવી તે આલોચનાક્રમ. અથવા દિવસમાં સૌ પ્રથમ જે અતિચાર સેવ્યો હોય તેની પહેલા આલોચના કરે. ત્યાર પછી જે સેવાયો હોય તે બીજા ક્રમે, તેના પછી જે સેવાયો તે ત્રીજા ક્રમે. આ રીતે પ્રતિસેવનાના ક્રમે અપરાધોને ગોઠવવા તે પ્રતિસેવનાક્રમ કહેવાય. આમ,
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy