SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) तस्स एगं खंडं पडियं, सा चिंतेइ-किं एत्तिल्लयं करेहिइत्ति, अण्णया पिप्पलपोतगो जाओ, किं एत्तिओ करेहित्ति णावणीओ तीए, तेण वढतेण सो पासाओ भग्गो, वाणियगो आगओ, पिच्छइ विणटुं पासायं, तेण सा णिच्छूढा, अण्णो पासाओ कारिओ, अण्णा भज्जा आणीया, भणिया य-जति एस पासाओ विणस्सइ तो ते अहं णत्थि, एवं भणिऊण 5 दिसाजत्ताए गओ, साऽवि से महिला तं पासायं सव्वादरेण तिसझं अवलोएति, जं किंचि तत्थ कट्ठकम्मे लेप्पकम्मे चित्तकम्मे पासाए वा उत्तुडियाइ पासइ तं संठवावेति किंचि दाऊण, तओ सो पासाओ तारिसो चेव अच्छइ, वाणियगेण आगएण दिट्ठो, तुटेण सव्वस्स घरस्स सामिणी कया, विउलभोगसमण्णागया जाया, इयरा असणवसणरहिया अच्चंतदुक्खभागिणी મહેલનું ધ્યાન રાખી શકતી નથી. એવામાં એકવાર મહેલમાંથી એક નાનો ટુકડો તૂટીને નીચે 10 પડ્યો. પત્ની વિચારે છે - એક નાનો ટુકડો જ પડ્યો છે ને એમાં શું થવાનું ? (કંઈ નહીં થાય એમ વિચારી પત્નીએ ઉપેક્ષા કરી.) - એકવાર મહેલના એક ખૂણે નાનો પીપળો ઉગ્યો. પત્ની વચારે છે- “આટલો નાનો પીપળો શું કરશે ?” એમ વિચારી તે પીપળાને દૂર કર્યો નહીં. તે દિવસે વધતા તે પિપળાએ આખો મહેલ ભાંગી નાંખ્યો. વાણિયો કામ-ધંધાથી પાછો ફર્યો. ભાંગેલા મહેલને જુએ છે. 15 વાણિયો પત્નીને કાઢી મૂકે છે. બીજો મહેલ તૈયાર કરાવે છે અને બીજી પત્ની લાવે છે. કામ-ધંધામાટે જતી વખતે પોતાની આ બીજી પત્નીને કહ્યું - “જો આ મહેલ (તને સોંપીને જઉં છું. અને જો તે) નાશ પામશે તો હું તારો નથી (અર્થાતુ તને છોડીશ નહીં.) આ પ્રમાણે કહીને તે કામ-ધંધામાટે અન્ય સ્થાને ગયો. વાણિયાની તે મહિલા પણ સર્વાદરવડે ત્રિસંધ્યા તે મહેલનું રક્ષણ કરે છે. 20 તે મહેલની લાકડાંથી બનાવેલી વસ્તુમાં કે પૂતળામાં કે ચિત્રકર્મમાં કે મહેલમાં જે કંઈ પણ તિરાડ વિગેરે જુએ છે તેને તરત જ કંઈક મૂલ્ય આપીને બીજા પાસે વ્યવસ્થિત કરાવી દે છે. તેથી તે મહેલ તેવા પ્રકારનો જ રહે છે. દિશાયાત્રાથી પાછા ફરેલા વાણિયાએ પાછા આવીને મહેલ તપાસ્યો. સુવ્યવસ્થિત જોઈને ખુશ થયેલા વાણિયાએ આ પત્નીને આખા ઘરની સ્વામિની બનાવી. જેથી તે પત્ની વિપુલ ભોગોને પ્રાપ્ત કરનારી થઈ. જયારે પૂર્વની પત્ની 25 ખાવા - પહેરવાનું ન મળવાથી અત્યંત દુઃખને ભજનારી થઈ. બીજી પત્નીની મહેલ તરફની ४९. तस्यैको भागः पतितः, सा चिन्तयति-किमेतावत् करिष्यति ?, अन्यदा पिष्पलपोतको जातः, किमेतावान् करिष्यतीति नापनीतः तया, तेन वर्धमानेन स प्रासादो भग्नः, वणिक् आगतः, प्रेक्षते विनष्टं प्रासादं, तेन सा निष्काशिता, अन्यः प्रासादः कारितः, अन्या भार्याऽऽनीता, भणिता च-यद्येष प्रासादो विनश्यति तदा तेऽहं नास्ति, एवं भणित्वा दिग्यात्रायै गतः, साऽपि तस्य महिला तं प्रासादं सर्वादरेण त्रिसन्ध्यमवलोकयति, यत्किञ्चित्तत्र काष्ठकर्मणि लेप्यकर्मणि चित्रकर्मणि प्रासादे वा राज्यादि पश्यति तत् संस्थापयति किञ्चिद्दत्त्वा, ततः स प्रासादः तादृश एव तिष्ठति, वणिजाऽऽगतेन दृष्टः, तुष्टेन सर्वस्य गृहस्य स्वामिनी कृता, विपुलभोगसमन्वागता जाता, इतराऽशनवसनरहिताऽत्यन्तदुःखभागिनी । 30.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy