________________
૨૦૨ * આવશ્યકનિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) चागदश्च, तत्थ पडिक्कमणे अद्धाणदिलुतो-जहा एगो राया णयरबाहि पासायं काउकामो सोभणे दिणे सुत्ताणि पाडियाणि, रक्खगा णिउत्ता भणिया य-जइ कोइ इत्थ पविसिज्ज सो मारेयव्वो, जइ पुण ताणि चेव पयाणि अक्कमंतो पडिओसरइ सो मोयव्वो, तओ तेसिं रक्खगाण वक्खित्तचित्ताणं कालहया दो गामिल्लया पुरिसा पविट्ठा, ते णाइदूरं गया रक्खगेहिं दिट्ठा, उक्करिसियखग्गेहि य संलत्ता-हा दासा ! कहिं एत्थ पविट्ठा ?, तत्थेगो काकधट्ठो भणइ-को एत्थ दोसोत्ति इओ तओ पहाविओ, सो तेहिं तत्थेव मारिओ, बितिओ भीओ तेसु चेव पएसु ठिओ भणइ-सामि ! अयाणंतो अहं पविट्ठो, मा में मारेह, जं भणह तं करेमित्ति, तेहिं भण्णइ-जइ अण्णओ अणक्कमंतो तेहिं चेव पएहिं पडिओसरसि
પતિમારિકા, વસ્ત્ર અને ઔષધ. તેમાં પ્રથમ પ્રતિક્રમણને વિશે માર્ગનું દષ્ટાન્ત કહે છે. 10
પ્રતિક્રમણ ઉપર માર્ગનું દષ્ટાન્ત છે નગરની બહાર મહેલ ઊભો કરવાની ઇચ્છાવાળા એક રાજાએ શુભ દિવસે (તે મહેલની જગ્યાની આજુ બાજુ) સીમા=બોર્ડર કરાવી. તે જગ્યાની રક્ષા માટે રાજાએ ત્યાં રક્ષકોને નિયુક્ત કર્યા અને કહ્યું – “આ સીમામાં જો કોઈ પ્રવેશ કરે તો તેને મારી નાખવો. પરંતુ
જો તે પુરુષ તે જ માર્ગે પાછો ફરે તો તેને છોડી દેવો.” એકવાર અન્ય કાર્યમાં રક્ષકો વ્યસ્ત 15 હોવાથી કાલથી હણાયેલા (=સમય જેને સાથ આપતો નથી તેવા) ગામડિયા બે પુરુષો તે સીમામાં પ્રવેશ્યા.
થોડાક આગળ વધ્યા એટલામાં રક્ષકોએ તેઓને જોયા. મ્યાનમાંથી ખેંચેલી તલવાર સાથે તેઓ ત્યાં ગયા અને પકડીને કહ્યું – “હે દાસો ! તમે બે કેવી રીતે અંદર આવ્યા ?” બે
પુરુષોમાંથી અત્યંત અવિનયી એવા એકે કહ્યું – “અંદર આવવામાં શું વાંધો છે ?” એમ કહી 20 આમ-તેમ ભાગવા લાગ્યો. તેથી રક્ષકોએ તેને પકડીને ત્યાં જ મારી નાંખ્યો. આ જોઈને બીજો
પુરુષ ડરી ગયો. જ્યાં હતો તે જ જગ્યાએ ઊભો રહેલો તે પુરુષ રક્ષકોને કહે છે - “સ્વામી ! મને ખબર નહોતી, ભૂલથી અંદર પ્રવેશ કર્યો છે. તેથી મને મારતા નહીં. તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું.”
રક્ષકોએ કહ્યું – “જે પગલે આવ્યો છે તે પગલાઓ સિવાય અન્ય ક્યાંય પગ મૂક્યા
25 ४७. तत्र प्रतिक्रमणेऽध्वानदृष्टान्तः, यथा एको राजा नगराबहिः प्रासादं कर्तुकामः शोभने दिने सूत्राणि
पातितवान्, रक्षका नियुक्ता भणिताश्च-यदि कश्चित् अत्र प्रविशेत् स मारयितव्यः, यदि पुनस्तानेव पादान् आक्राम्यन् प्रत्यवसर्पति स मोक्तव्यः, ततस्तेषां रक्षकाणां व्याक्षिप्तचित्तानां कालहतौ द्वौ ग्रामेयको पुरुषौ प्रविष्टौ, तौ नातिदूरं गतौ रक्षकैर्दृष्टौ, आकृष्टखङ्गैश्च संलप्तौ-हा दासौ ! क्वात्र प्रविष्टौ ?, तत्रैकः काकधृष्टो भणति-कोऽत्र दोष इति इतस्ततः प्रधावितः, स तैस्तत्रैव मारितः, द्वितीयो भीतस्तयोरेव पदोः स्थितो भणति-स्वामिन् ! अजानानोऽहं प्रविष्टः मा मां मीमरः, यद्भणथ तत्करोमीति, तैर्भण्यते-यद्यन्यतोऽनाक्राम्यन् तैरेव पद्भिः प्रत्यवसर्पसि
20.